પરિવારના મોભીનું કહ્યું જો પરિવારના નાના સભ્યો ન માને તો કોઈક વખત પછતાવાનો વારો પણ આવતો હોય છે. કારણ કે પરિવારના મોભી પોતાના ભૂતકાળના તમામ અનુભવોને લઈને તેઓ સલાહ શિખામણ આપતા હોય છે કે, કેવી રીતે જીવન જીવવું જોઈએ. તેમજ કેવી રીતે પૈસા વાપરવા જોઈએ..
પરંતુ આજકાલના યુવક યુવતીઓને વડીલોની વાત એકદમ નકામી લાગે છે. અને તેઓ મન ફાવે તેવું વર્તન કરે છે. તેવો પોતે ડિજિટલ જમાનાના હોવાનું અભિમાન ધરાવે છે. અને વડીલોની જૂની પુરાણી વાતો ઉપર ક્યારેય વિશ્વાસ રાખતા નથી. પરંતુ જ્યારે તેઓ મુશ્કેલીમાં મૂકાઈ છે ત્યારે રડતા રડતા વડીલો પાસે જવું પડે છે..
અને વડીલોની સલાહ શિખામણ મનમાં ન લેતા વ્યક્તિઓ એકને એક દિવસ જરૂર પછતાતા હોય છે. તો પરિવારમાં સારો તાલમેલ જોવાનો મળે તો આ પરિવાર લાંબા સમય સુધી ટકી શકતો નથી. અત્યારે એક એવા જ પરિવારની વાત અમે તમને કહેવા જઈ રહ્યા છીએ જેમાં પરિવારના મોભી બાબુભાઈ તેમના દીકરા તેમની પત્ની અને તેમના દીકરાની વહુ સાથે રહેતા હતા..
તેમના દીકરાને લગ્ન આજથી બે વર્ષ પહેલા થયા હતા. પરંતુ જ્યાંથી તેમના દીકરાની વહુ ઘરમાં આવી છે. એ દિવસથી જ તેઓ મન ફાવે તેવું વર્તન કરવા લાગ્યા છે. કેટલીક વખત તો તેઓ માન સન્માન ભુલાવી દઈને પુકારે પણ વાતચીત કરવા લાગતી હતી. એટલું જ નહીં તે પરિવારના કોઈ પણ સભ્યના કહ્યામાં હતી નહીં..
અડોશ પડોશના વ્યક્તિને પણ તે ગાળા ગાળી કરવા લાગતી હતી. આ મારફડ મહિલાને લઈને અડોશ પડોશના લોકોની સાથે સાથે અન્ય પરિવારના સભ્યોનું પણ બાબુભાઈને ખૂબ જ સાંભળવું પડતું હતું કે, તેમના દીકરાની બહુ ખૂબ જ માથાભારે છે. અને જે લોકોને ખૂબ જ હેરાન કરતી પહોંચાડી રહી છે..
પરંતુ મહિલા હોવાને કારણે અન્ય લોકો તેને ઠપકો આપતા નથી. અને બાબુભાઈની ઇજ્જતને ધ્યાનમાં રાખીને તેઓ આ તમામ ઘટના સહન કરતા હતા. આ ઉપરાંત તેમના દીકરાની વહુએ તેના પિયરમાં બાબુભાઈ વિશે સૌ કોઈ લોકોને ભલું બુરું કીધું હતું. એટલું જ નહીં બાબુભાઈની ઈજ્જત પણ તેણે તેના પિયરમાં ઉતારી દીધી હતી..
જ્યારે બાબુભાઈને જાણ થઈ કે, 50 વર્ષની આ ઉંમરે તેમના દીકરાની વહુના પિયરમાં તેમના વિશે કોઈ પણ માન સન્માન નથી. આ ઉપરાંત અન્ય પરિવારોમાં પણ બાબુભાઈની ગણના ખૂબ જ હલકામાં થવા લાગી છે. ત્યારે તેઓએ વિચાર્યું કે, આ તમામ ઘટના તેમના દીકરાની વહુના કારણે બની છે..
એટલા માટે તેઓએ તેમના દીકરાની વહુને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી હતી કે, તેઓ શા માટે અન્ય વ્યક્તિ સાથે આવું વાત વર્તન કરે છે. જેને લઇ પરિવારની ઈજ્જત ધૂળમાં મળી ગઈ છે. પરંતુ તેમના દીકરા સુમિતની વહુ સમજવાને બદલે ઉલટાની બાબુભાઈ ઉપર ગુસ્સે થઈ ગઈ હતી..
અને પોતાના સસરા છે તેવું ભુલાવી દઈ તેની સાથે ગાળા ગાળી કરવા લાગી હતી. બસ આ વાતનું બાબુભાઈને ખૂબ જ લાગી આવ્યું હતું અને એક દિવસ તેને તેના દીકરાને સાંજના સમયે પૂછ્યું હતું કે, મોબાઈલ ફોનમાં કેવી રીતે વિડીયો રેકોર્ડ કરી શકાય તેવો પોતાના દીકરા પાસેથી મોબાઇલમાં વિડીયો રેકોર્ડ કરવાનું શીખી ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે બાબુભાઈ પોતાની રૂમમાંથી બહાર આવ્યા નહીં..
ત્યારે પરિવારજનો એ દરવાજો ખટખટવીને એને કોશિશ કરી હતી. પરંતુ બાબુભાઈએ કોઈ પણ હોકારો ન આપતા પરિવારજનો એ દરવાજો તોડી નાખ્યો હતો અને જોયું તો બાબુભાઈએ ઝેરી પ્રવાહી પીઈને આપઘાત કરી લીધો હતો. આ ઉપરાંત તેમની બાજુમાં એક મોબાઇલ ફોન હતો જેનો કેમેરો ચાલુ હતો..
જ્યારે આ મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી તો એક વિડીયો મળી આવ્યો હતો આ વીડિયોમાં તેઓ કહી રહ્યા હતા કે તેમના દીકરાની વહુ ની દાદાગીરીને કારણે તેમની ખૂબ જ ઇજ્જત જતી રહી છે. આ ઉપરાંત હવે સમાજમાં તેમને ક્યારેય પાછું માન સન્માન મળશે નહીં..
એટલા માટે તેઓ આપઘાત કરીને જીવન ટૂંકાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓનું કહેવું છે કે, તેમના પરિવારની બરબાદી પાછળ પણ તેમના દીકરાની વહુનો જ હાથ છે. અને મારા મોતની જવાબદાર પણ મારા દીકરાની વહુ જ છે. અંતે વીડિયોમાં આ શબ્દો કહીને તેઓએ આપઘાત કરી લીધો હતો..
જ્યારે બાબુભાઈના દીકરા સુમિત અને સુમિતની માતાને જાણ થઈ કે, હવે બાબુભાઈ આ દુનિયામાં રહ્યા નથી. ત્યારે તેઓએ રોક્કળ મચાવી દીધી હતી. કારણ કે જે વ્યક્તિએ તેમનું પાલનપોષણ કરીને તેમને મોટા કર્યા અને સાચવણી રાખી હતી. તે જ વ્યક્તિ આજે જીવન ટૂંકાવી દે અને પોતાની નજર સામે તેઓ મૃત હાલતમાં પડ્યા હતા..
આ ઘડી સહન કરી કોઈ પણ વ્યક્તિ માટે સહેલી નથી. તો બીજી બાજુ આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જેમાં સુમિતની પત્ની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને પુરાવા રૂપે બાબુભાઈનો આ અંતિમ વિડીયો પણ પોલીસને સોંપવામાં આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]