દરેક ઘરમાં સાસુ અને વહુ ના ઝગડા અવાર નવાર થતાં હોય છે. પરંતુ આ ઝઘડા ક્યારેક ખૂબ જ મોટા વિવાદો ઉત્પન્ન કરતા હોય છે. આવી જ ઘટના મધ્યપ્રદેશના દીમોહ જિલ્લામાં જોવા મળી છે. તે પ્રદેશના દીમોહ જિલ્લાના કૌડિયાં ગામમાં એક પરિવાર રહેતો હતો. જેમાં રમીલાબાઈ તેમનો પુત્ર અને તેની પુત્રવધૂ રહેતા હતા.
તેની પુત્રવધૂનું નામ ગોપી વર્મન હતું. ગોપી ઘણીવાર તેના પરિવાર સાથે ફોન પર લાંબી વાતો કરતી હતી. જે તેની સાસુને બિલકુલ પસંદ ન હતું. તેથી તે ગોપીને ઘણીવાર આ બાબતને લઈને તેને ખીજાતા હતા. તેમજ તેને ફોન પર વાત કરવાનું છોડીને ઘણા કામના મદદ કરવા માટે કહેતા હતા. જે ગોપીને પસંદ નહોતું. એના કારણે બંનેમાં વારંવાર વિવાદ અને ઝઘડા થતા હતા.
એક વખત ગોપી પોતાના પરિવાર સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી. ત્યારે તેની સાસુએ તેને કામમાં મદદ કરવા માટે કહ્યું ગોપીને એની વાત ન માનતા એના સાસુએ એને અપશબ્દો કહ્યા જેથી ગોપીને ખૂબ જ ગુસ્સો આવ્યો. તરત જ બાજુમાં પડેલો કપડા ધોવાનો ધોકો ઊંચક્યો અને તેની સાસુને મારવાનું શરૂ કર્યું.
તે ત્યાં સુધી રોકાઈ નહિ જ્યાં સુધી તેનું તેની સાસુએ દમ નહિ તોડી દીધો. રમીલાબહેનની હત્યા બાદ ગોપીએ પોતાના બચાવ માટે એક નાટક રચ્યું. તેણે તરત જ પોતાના પતિને ફોન કર્યો અને કહ્યું કે તેના સાસુ ખેતરેથી પરત ફર્યા ત્યારે તે ખૂબ જ લોહી લુહાણ હતા. જ્યારે ગોપીનો પતિ ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે તેની મા પલંગ પર લોહી લુહાણ પડી છે.
ત્યારે તેણે તરત જ પોલીસમાં ઘટનાની જાણ કરી દીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરતા તેને ગોપી પર શંકા ગઈ ત્યારબાદ તેની કડક પૂછપરછ દ્વારા ગોપીએ સ્વીકાર્યું કે રમીલા બહેનની હત્યા તેણે જ કરી છે. પોલીસે કાર્યવાહી કરીને તેને સાસુની હત્યા કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યાર બાદ કોર્ટ દ્વારા તેને જેલની સજા આપવામાં આવી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]