Breaking News

વધુ એક ગ્રીષ્મા જેવો બનાવ, 46 વર્ષના ઢાંઢાંએ એકતરફી પ્રેમમાં 16 વર્ષની દીકરીની જાહેરમાં કરી નાખી હત્યા, હચમચાવતો બનાવ..!

સુરતમાં બનેલા ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ જેવો જ વધુ એક બનાવ ખેડા જિલ્લાના માતરમાંથી સામે આવ્યો છે. જ્યાં ત્રાજ ગામની અંદર 46 વર્ષના એક ઢાંઢાં યુવક કે જેનું નામ રાજુ પટેલ છે, તેણે એક તરફ પ્રેમમાં માત્ર 16 વર્ષની કૃપાને જાહેરમાં જ છરી વડે રહેંસી નાખી છે. અને તેની હ.ત્યા કરી નાખી છે.

ત્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે સૌ કોઈ લોકોના રુવાટા બેઠા થઈ ગયા હતા. કારણ કે સુરતમાં બનેલી એક તરફી પ્રેમમાં હત્યા કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. છતાં પણ આ પ્રકારના બનાવો બનવાનું બંધ થયું નથી. 46 વર્ષનો રાજુ મગનભાઈ પટેલ નામનો આ વ્યક્તિ માતરનાં ત્રાજ ગામમાં જ રહે છે..

તે પોતાની માતાના સાથે રહે છે. જ્યારે તેમના ઘરના ઉપરના માળે તેમનો મોટો ભાઈ રહે છે. રાજુ પટેલના દિવસ વર્ષ પહેલા જ ડિવોર્સ થયા હતા. તેને કોઈપણ સંતાન પણ નથી. આ ઉપરાંત તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રાજુ પટેલની ભત્રીજી અને મૃતક કૃપા પટેલ બંને બહેનપણી હોવાને કારણે કૃપા રાજુ પટેલની ભત્રીજીના ઘરે અવારનવાર આવતી હતી..

એટલે કે કૃપા પટેલને નાનપણથી જ રાજુ પટેલ નામનો આ વ્યક્તિ ઓળખતો હતો. પરંતુ એક દિવસ તે 16 વર્ષની આ દીકરી ઉપર પોતાની નજર બગાડી બેઠો અને એક તરફી પ્રેમ કરી બેઠો હતો. 16 વર્ષની કૃપા પટેલ પોતાની બહેનપણીઓ સાથે મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી અને ત્યાંથી ઘરે આવતા એ વખતે તે કોલ્ડ્રીંક લેવા માટે એક દુકાને ઉભી હતી..

ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ 46 વર્ષનો આ ઢાંઢો રાજુ પટેલ ત્યાં આવી પહોંચ્યો અને જાહેરમાં જ ધારદાર હથયાર લઈને કૃપા પટેલ ઉપર તૂટી પડ્યો હતો અને જાહેરમાં જ આ દીકરીનું ગ.ળું કા.પયા બાદ તેના હાથના ભાગે પણ છરીના ઘા જિકી દીધા હતા. આ બનાવને લઈને ભલભલા લોકોના ડોળા ફાટી નીકળ્યા છે.

કારણ કે જાહેરમાં આ પ્રકારનું દ્રશ્ય જોવું કોઈ પણ વ્યક્તિ માટે સહેલું નથી. તમે વિચારી શકો છો કે આ દીકરીએ કેવી પીડા સહન કરી હશે કે જ્યારે આ નરાધમ વ્યક્તિ તેના પર જીવલેણ હુમલા કરી રહ્યો હતો. જ્યારે કૃપા પટેલને જાણ થઈ કે તે તેની બહેનપણીના ઘરે જાય ત્યારે રાજુ પટેલ તેના પર નજર બગાડી બેઠો છે..

ત્યારે તેણે તેની બહેનપણીના ઘરે જવાનું પણ બંધ કરી દીધું હતું. તેમજ રાજુ પટેલની ઇગ્નોર પણ કરવા લાગી હતી. છતાં પણ આ યુવક એકતરફા પ્રેમમાં તેની હ.ત્યા કરી બેઠો છે. કૃપા પટેલને વધારે સારવાર માટે ખેડાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેને સારવાર મળે એ પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું..

આ બનાવને લઈને સમગ્ર ગામમાં ભારે રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી પોલીસે આ યુવક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તેમજ તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હાલ તેનું ઇન્ટરોગેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાંથી વધુ માહિતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે..

આ બનાવને લઈને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગયો છે. તો આ ઘટનાના પડઘા પણ દૂર દૂર સુધી પડવાની આશંકાઓ રહેલી છે. સુરતમાં બનેલી ગ્રીષ્મા વેકરીયા હ.ત્યા કેસની જેમ વધુ એક પરિવારજનોને પોતાની વહાલસોઈ લાડકવાઈ દીકરી ખોવાનો વારો આવ્યો છે. ત્યારે આરોપીને કડકમાં કડક અને જાહેરમાં સજા મળે તેવું દીકરીના પરિવારજનોએ માંગ કરી છે..

પરિવારની વ્હાલસોયી દીકરીના મૃત્યુથી પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું છે. આ બનાવને લઈને સમગ્ર ગામ હિબકે ચડ્યું છે. જ્યારે આ દીકરીના પિતા અને તેના ભાઈનું કરુણ આક્રદ પણ જોવા મળ્યો હતું. થોડા દિવસ પહેલા ભાઈએ જે હાથે રાખડી બાંધી હતી એ હાથે થી જ આજે બહેનને મુખાગની આપી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *