Breaking News

તક્ષશિલા વાળી થતા થતા રહી ગઈ, સુરતમાં આગ લાગતા ત્રીજા માળે 20 બાળકો આગમાં ગૂંચવાયા, જુવો કરુણ દ્રશ્યો..

સુરતમાં છેલ્લા એક મહિનામાં ઘણા બધા આગના બનાવ બની ચૂક્યા છે. જેમાં વધુ એક બનાવ સુરતના ડભોલી વિસ્તારમાં બન્યો છે. સુરતના ડભોલી સીંગણપોર વિસ્તારમાં આવેલી ડિવાઈન કોમ્પ્લેક્સ બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ બીજા માળ પર લાગી હતી.

જ્યાં ઓનલાઈન સેલિંગ માટેની વસ્તુઓ વેચવાનું ગોડાઉન હતું. આ ગોડાઉનમાં ખુબ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક તેમજ ફાઇબરની વસ્તુ હતી. જ્યારે ત્રીજા માળ પર એક લાઈબ્રેરી હતી. જેમાં ૨૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ વાંચન કરી રહ્યા હતા. ડિવાઈન બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગી હતી..

જે આગ પહેલા માળ સુધી પહોંચી હતી. તેમજ તેનો ધુમાડો ત્રીજા માળે આવેલી લાઇબ્રેરીમાં પહોંચતાં વિદ્યાર્થીઓ ધુમાડાના કારણે ગૂંચવાયા હતા. વિદ્યાર્થીઓને જેવી જાણ થઈ કે બિલ્ડિંગમાં આગ લાગી છે. તેઓ તરત જ પોલીસ અને ફાયરબ્રિગેડને ફોન કરી દીધો હતો. તેમજ તેઓ હવે ઇલેક્ટ્રિસિટી બંધ કરીને ખૂલ્લી બાલ્કનીમાં સૌ કોઈ દોડી આવ્યા હતા..

અને બાજુમાં આવેલી રાધેશ્યામ સોસાયટીમાં રેહતા લોકોને બચાવવા માટે બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આ વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક આવવાથી લાઇબ્રેરીમાં વાંચન કરી રહ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે ગણતરીની મિનિટોમાં જ આવી પહોંચી હતી. તમામ વિદ્યાર્થીઓને હાઇડ્રોલિક લિફ્ટ ની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા..

હાલ કોઈપણ પ્રકારની જાનહાની થઇ નથી. જ્યારે બેસમેન્ટમાંથી ધુમાડાને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ દિવાલમાં ગાબડું પડ્યું હતું. જોતજોતામાં જ ઘટનાસ્થળે ઘણી બધી ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. અને રેસ્કયુ કામગીરી કરવા લાગી હતી…

તેમજ પોલીસના મોટા મોટા અધિકારીઓ તેમજ મેયર અને ડેપ્યુટી મેયર પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. આગના પગલે આસપાસના વિસ્તારમાં ખૂબ મોટો ટ્રાફિક સર્જાયું હતું. લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. અને સૌ કોઈ લોકોના મનમાં ભય હતો કે તક્ષશિલા વાળી ન થાય તો સારું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *