3 દીકરીઓ પછી દીકરાની લાલચ હતી અને રીક્ષાવાળાની પત્નીએ વધુ 3 દીકરીને જન્મ આપતા જ રીક્ષાવાળાએ કહ્યું એવું કહ્યું કે, ભગવાને મને… વાંચો.!

દીકરા કે દીકરીના લગ્ન કરાવી દીધા બાદ કોઈપણ માતા પિતા માટે તેમના ઘરે પારણું બંધાય તેની ખુશી કંઈક જુદી જ હોય છે કારણ કે લગ્ન જીવનની સૌથી વધુ સારી ખુશી તેમના ઘરે બાળક અથવા તો બાળક કે બાળકીનો જન્મ થાય તેને માનતા હોય છે. અમુક પતિ-પત્નીને સંતાન માટે ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

હાલ એક એવો બનાવ સામે આવ્યો છે કે જે દરેક માં-બાપ તેમજ વડીલોએ પણ જાણી લેવો જોઈએ. જ્યારે બધા જ રસ્તાઓ બંધ થઈ જાય ત્યારે તેમની પાસે એકમાત્ર ઈશ્વર પાસે જ હાથ ફેલાવવાનો વારો આવતો હોય છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં ભલભલા લોકોને ડોળા ફાટેલા જ રહી જાય તેવા બનાવને લઈ ચારે કોર ચર્ચાએ જોર પકડ્યું છે.

તંબોલના પ્રકાશ નગર વિસ્તારમાં મનોજકુમાર રહે છે. જે પોતે રીક્ષાચાલક છે. દરરોજ રીક્ષા ચલાવીને પોતાના ઘરનું ગુજરાત ચલાવે છે. મનોજકુમારની પત્ની ખુશ્બુની અચાનક જ તબિયત બગડી હતી એટલે તરત જ તેણે પત્નીને જય અંબે હોસ્પિટલમાં દાખલ કરી હતી તપાસ બાદ જાણવા મળ્યું કે મહિલા પોતે .ગ.ર્ભ.વ.તી હતી.

ત્યારબાદ તો તમામ ડોક્ટરોને અંદાજો હતો કે મહિલાના પેટમાં જોડિયા બાળકો છે. રીક્ષા ચાલકને સંતાનમાં 3 દીકરીઓ હતી અને હવે તેને આશા હતી કે આ ત્રણેય દીકરીઓની રક્ષા કરનાર અને અમારા પરિવારનું નામ રોશન કરનાર દીકરો જન્મશે. પરતું આ રીક્ષા ચલાકના ઘરે લક્ષ્મીજીનો વાસ હોઈ તેમ વધુ 3 દીકરીઓ એક જ સાથે જન્મી હતી..

આ ભગવાનના ચમત્કારથી કાઈ ઓછું નથી. એ દિવસે રીક્ષા ચાલકની પત્ની ખુશ્બુ ખુબ જ ખુશ હતી. ત્રણ છોકરીઓને જન્મ આપતા જ પરિવાર અને સગા વહાલા સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે હવે આ રીક્ષા ચાલક કેવી રીતે આ બાળકીઓની સાર સંભાળ કરશે તો જવાબમાં રીક્ષા ચાલકે જે જણાવ્યું તે સાંભળી ને સૌ કોઈના મોઢા ફાટેલા રહી ગયા હતા..

તેણે સૌ કોઈને જણાવી દીધું કે મારા પરિવાર ઉપર ભગવાનની  ખુબ મોટી દયા છે. જે લોકોમાં દીકરીઓને સાચવવાની તેમજ ભણાવી ગણાવીને મોટી કરવાની ત્રેવડ હોઈ તેને જ ભગવાન દીકરી આપે છે, તેણે વધુમાં જણાવ્યું કે હું ખુબ જ ભાગ્યશાળી છું કે મને ભગવાને લાડકવાઈ 6 દીકરીઓ આપી છે…

મને આ વાતનો ગર્વ છે કે હું 6 દીકરીનો બાપ છું, તેમજ હું ક્યારેય પણ મારી દીકરીઓને મારાથી દુર નહી જવા દઉં તેમજ તેમની દરેક ઈચ્છાને પૂર્ણ કરીશ. એક સામાન્ય માણસના મોઢેથી આ વાતો સાંભળીને ભલભલા લોકો ચોંકી ઉઠ્યા હતા. કે આખરે આ વ્યક્તિમાં ખુબ જ સારી અને મોટી સમજણ છે કે તેણે ભગવાનનો ઉપકાર મળ્યો છે.

હાલમાં તો હોસ્પિટલમાં જ ડોક્ટરોની દેખરેખ હેઠળ માતા અને બાળકો બધા જ સ્વસ્થ છે બાળકોના પિતા મનોજકુમારની આર્થિક સ્થિતિ સારી નથી તેથી તેણે ડોક્ટરો અને સરકારને પણ મદદની અપીલ કરી છે. આ બનાવ હાલ ખુબ જ ચર્ચામાં છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment