Breaking News

વધારે વજન હોવા છતાં સફળ બની અભિનેત્રી, પતિ નું કેરિયર પણ બનાવ્યું, જાણો વિદ્યા બાલન ની 11 દિલચસ્પ વાતો

વિદ્યા બાલન બોલીવુડનું એક મોટું નામ છે. વિદ્યા મોટે ભાગે મહિલા પ્રધાન ફિલ્મોમાં વધારે નજર આવે છે. તેમને પોતાના કેરિયર માં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમની ઘણી ફિલ્મો વિદ્યાના દમ પર જ હીટ થઇ છે. વિદ્યા ની એક્ટિંગ પણ કમાલ ની છે. વિદ્યા નું ફિગર બાકીની અભિનેત્રી જેટલું પાતળું ના હોય, પરંતુ તેમની ફિલ્મો અન્ય અભિનેત્રીઓ ને કડક ટક્કર જરૂર આપે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને વિદ્યા બાલનના જીવન ના સાથે જોડાયેલી કેટલીક દિલચસ્પ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

1. 1 જાન્યુઆરી 1979 એ મુંબઈ ના ચેમ્બુર માં જન્મેલા વિદ્યા એક તમિલ પરિવારમાંથી આવે છે. વિદ્યાને શબાના આજમી અને માધુરી દીક્ષિત જેવી એક્ટ્રેસ બાળપણ થી જ પસંદ હતી. તે ફક્ત તેમનું પાલન કરતી હતી. વિદ્યા જ્યારે 16 વર્ષની થઈ ત્યારે તેમને એકતા કપૂર ની સિરિયલ ‘હમ પાંચ’ માં કામ કરવાની તક મળી.

2. વિદ્યા એ 2012 માં ફિલ્મ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપુર ના સાથે લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થની સફળતા ના પાછળ ઘણી હદ સુધી વિદ્યા બાલન નો જ હાથ છે. સિદ્ધાર્થે પોતાની પત્ની વિદ્યા માટે ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી જે હિટ સાબિત થઈ હતી.

3. વિદ્યા ફક્ત લુક અને એક્ટિંગ માં જ સારી નથી પરંતુ તે સ્ટડીઝ માં પણ ટોપ કરતી હતી. વિદ્યાએ સોશિયોલોજી માં માસ્ટર ડિગ્રી લઇ રાખી છે. તેમને વિચાર્યું હતું કે જો એક્ટિંગ માં કેરિયર નથી બનતું, તો તે આ ડિગ્રી દ્વારા બીજા કેરિયર નો પ્લાન કરી લેશે.

4. વિદ્યા બાલન ને કારણે જ બોલીવુડમાં મહિલા પ્રધાન ફિલ્મો નું પૂર આવી ગયું હતું. વિદ્યાએ ‘ડર્ટી પિક્ચર’ કરીને બોલીવુડ માં સનસની મચાવી દીધી હતી. તેના પહેલા અહીં ફક્ત પુરુષ પ્રધાન ફિલ્મો જ વધારે બનાવવામાં આવતી હતી પરંતુ વિદ્યાએ આ ટ્રેન્ડ તોડી દીધો.

5. ફિલ્મો ના સિવાય વિદ્યા ફોટોશૂટ કરવામાં પણ ખૂબ વ્યસ્ત રહે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાએ એક પછી એક 90 વિજ્ઞાપન માં કામ કરી ચુકી છે. તેના સિવાય એક મેગેઝિનના કવર પર ચાર્લી ચેપ્લિન ના લુક માં પણ નજર આવી ચુકી છે. વિદ્યા ને ચાર્લી ચેપ્લિન ખૂબ પસંદ છે.

6. થોડાક વર્ષો પહેલા, વિદ્યા ની ટ્રાંસપેરેંટ કપડાઓ માં એક ફોટો બહુ વાયરલ થયો હતો, જોકે વિદ્યાએ સાફ કહી દીધું હતું કે તેમેણ એવું કોઈ ફોટોશૂટ કરાવ્યું નથી તેમનો આ ફોટો ફેક છે.

7. વિદ્યા ને તેમના મેદસ્વીપણા ને કારણે ટ્રોલ કરવામાં આવે છે. જોકે, વિદ્યા ને આ વાત થી કોઈ ફરક નથી પડતો. તે કહે છે કે આપણે જેવા પણ છીએ પોતાને અપનાવી લેવા જોઈએ. વિદ્યાએ પોતાનું વજન ઘટાડ્યા વગર જ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું છે.

8. વિદ્યાને પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે. તે પુસ્તકો વગર રહી શકતી નથી. તેમના ફેવરેટ લેખક Paulo Coelh છે.

9. તમને જાણીને હેરાની થશે કે ‘પરિણીતા’ વિદ્યા બાલન ની પહેલી ફિલ્મ નથી. તેના પહેલા તે 2003 માં બંગાળી ફિલ્મ ‘ભાલો ઠેકો’ માં નજર આવી ચુકી છે.

10. બોલીવુડ એક્ટ્રેસ પ્રીયામણી વિદ્યા બાલન ની સેકન્ડ કઝીન છે. જણાવી દઈએ કે પ્રીયામણી શાહરૂખ ખાન સાથે ચેન્નઈ એક્સપ્રેસમાં પણ નજર આવી હતી.

11. વિદ્યામાં એક્ટિંગ ના સિવાય પણ બીજા ઘણા ટેલેન્ટ છે. જેમ તે અંગ્રેજી, મલયાલમ, તમિલ, હિન્દી અને બંગાળી ભાષાઓ સરળતાથી બોલી લે છે. વિદ્યા લોકો ની જોડી બનાવવામાં પણ નિષ્ણાત છે, તેમને ઘણા મિત્રો ને સારા પાર્ટનર સર્ચ કરવામાં હેલ્પ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ )

તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

તારક મહેતાની નવી દયાભાભીની રંગીન તસ્વીરો આવી સામે, દિશા વાંકાણી નહી પરતું આ અભિનેત્રી બનશે નવી “દયાભાભી”.. જાણો..!

ટીવી જગતના સૌથી પ્રચલિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયથી લોકો દયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *