Breaking News

વાળ કપાવવા ગયેલા જુવાનડા દીકરાને વાળંદે નજીવી બોલાચાલીમાં પેટમાં કાતર ઘોપી દીધી, રુંવાટા બેઠા કરતો કિસ્સો આવ્યો સામે..!

અમુક લોકોને નાની નાની બાબતોમાં પણ ખૂબ જ વધારે ગુસ્સો આવી જતો હોય છે. તેમના ગુસ્સાને કારણે તેઓને ઘણી વખત માઠા અનુભવો પણ સહન કરવા પડતા હોય છે. છતાં પણ તેમની આ કુટેવ છૂટતી નથી. વધારે પડતો ગુસ્સો આવવાથી માણસનું મગજ દિન પ્રતિદિન ખરાબ થતું જતું હોય છે..

અને ક્યારેક તેઓ કોઈ વ્યક્તિનો જીવ પણ લઈ લે છે. અત્યારે આ પ્રકારનો જ એક બનાવ ઉત્તર પ્રદેશના ગાજીપુર માંથી બન્યો છે. જ્યાં પકનપુરા ગામમાં એક વાળંદ વર્ષોથી પોતાની દુકાન ચલાવી રહ્યો છે. ગામના સૌ કોઈ લોકો આ વાળંદ પાસે જ વાળ કપાવે છે. પરંતુ આ વાળંદનો સ્વભાવ સહેજ પણ આમ તેમ કહી દેવામાં આવે તો તે કોઈ પણ વ્યક્તિ ઉપર છૂટી પડતો હોય છે..

તેના ગુસ્સાને કારણે તેને ઘણું બધું માઠું પણ સહન કરવું પડ્યું છે. એક દિવસ આ ગામમાં રહેતો વારીશ નામનો યુવક કે જેની ઉંમર 16 વર્ષની છે. તે પોતાના વાળ કપાવવા માટે ગયો હતો. આ વાળંદનું નામ આમિર હોવાનું સામે આવ્યું છે. આ વાળંદની દુકાનમાં સેફ નામનો એક યુવક પણ વાળ કપાવવા માટે આવ્યો હતો..

વાળ કપાવવા માટે આવેલા આ બંને યુવક વારીસ અને સેફ બંને એકબીજા સાથે કોઈ બાબતને લઈને લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા. આમીરે તેઓને શાંત રહેવા માટે જણાવ્યું હતું. પરંતુ આ બંને વારંવાર ઉગ્ર બોલાચાલી કરતા હતા એવામાં આમીરનો પિત્તો છટક્યો અને તેણે આ બંને યુવકોને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું.

માર મારતા ની સાથે સાથે તેના હાથમાં કાતર આવી ગઈ હતી. આમીરે પોતાના હાથમાં રહેલી કાતર વડે બંને યુવક ઉપર હુમલો કરી દીધો હતો. આ બંને યુવકોની ઉંમર અંદાજે 16 વર્ષ હોવાનું સામે આવ્યું છે. આ જુવાનડા દીકરા ઉપર હુમલો કરવાની કારણે મૃત્યુ થઈ ગયું હતું જ્યારે સેફ નામનો આ દીકરો ઘાયલ થઈ ગયો હતો..

આસપાસ ઉભેલા સૌ કોઈ લોકો આ લડાઈ ઝઘડો રોકાવાને બદલે તેની મોજ મજા માણી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. જ્યારે સેફ ખૂબ જ ઘાયલ થઈ ગયો અને વારીસનું મૃત્યુ થઈ ગયું ત્યારે લોકોને ભાન આવી અને તેઓએ આ ઝઘડો અટકાવ્યો ત્યારબાદ એમ્બ્યુલન્સને ફોન કરીને સેફને સારવાર માટે વારાણસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો..

અને ત્યારબાદ ત્યાં પોલીસ કેસ પણ કરવામાં આવ્યો અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વારીશના પિતાએ વાળંદની દુકાન ચલાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, આ યુવક નાની નાની બાબતોમાં ખૂબ જ ગુસ્સો કરે છે. અને તેણે તેના દીકરાને પેટમાં કાતરો ઘોપીને મોતને ઘાટ ઉતારી દીધો છે…

પોલીસે તાત્કાલિકા આરોપી અમીરને પકડી પાડ્યો છે. અને તેની કડક પૂછતાછ શરૂ કરવામાં આવી છે. તેને કઈ વાતને લઈને ગુસ્સો આવી ગયો છે. તેની જાણકારી હાલ મેલવાઈ રહી છે. પરંતુ સાવ નાની અમથી વાતને લઈને ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે તેમના પરિવારજનોને જાણ થઈ કે તેમનો 16 વર્ષનો લાડકડો વાયો દીકરો મૃત્યુ પામ્યો છે..

ત્યારે તેમના દુઃખનો કોઈ પાર રહ્યો હતો નહીં. દિન પ્રતિ દિન જ્યારે કોરથી કંઈક ને કંઈક આવા જ બનાવો સામે આવવા લાગ્યા છે. જે દરેક સમાજ માટે ભારે મુશ્કેલી સમાન બનતા જાય છે. હવે આવા બનાવો બનવાનું ક્યારેય ઓછું થશે અને ક્યારેય લોકો જાગૃત થઈને એકબીજા સાથે સારું વર્તન કરશે તે વિચારવા પર લોકો મજબૂર બન્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..!

અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *