જંગલના રાજા સિંહનું નામ સાંભળતાની સાથે જ ભલભલાની ચડી પલળી જતી હોય છે. કારણ કે સિંહ એક એવું પ્રાણી છે. જેને જોતાની સાથે જ કોઈ લોકોને ડર લાગી જતો હોય છે. સિંહ રસ્તામાં ભેટો થઈ જવાના ઘણા બધા કિસ્સા અમરેલી, જૂનાગઢ જિલ્લામાંથી સામે આવતા હોય છે. કારણ કે અહીં સાસણ ગીરના જંગલમાં સિંહો વસવાટ કરે છે.
વારંવાર તે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના ગામોમાં આવી પહોંચતા દેખાય છે. સામાન્ય રીતે સિંહ માનવ પ્રેમી છે. એટલે કે તે મનુષ્ય ઉપર ક્યારેય પણ હુમલો કરતા નથી. પરંતુ સિંહ જ્યારે ભૂખ્યા હોય ત્યારે તેનો ભરોસો કરવો ખૂબ મોટું સાહસ ભર્યું કામ છે. ભૂખ્યો સિંહ શું કરી બેસે છે તે નક્કી હોતું નથી…!
હાલ અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા કડાયા ગામમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. આ ગામની સીમમાં અવારનવાર સિંહ આંટા મારતા નજરે ચડે છે. એક દિવસ સાંજના સમયે ભૂખ્યો સિંહ આ ગામની સીમમાં આવી પહોંચ્યો હતો. આ ગામમાં સુક્રમ ભાઈ તેમના પરિવાર સાથે ખેત મજુરી કરીને જીવન ગુજારે છે..
તેઓ એક વાડીમાં ઓરડી બનાવીને રહેતા હતા અને વાડીમાં ખેત મજૂરી કરતા હતા. સાંજના સમયે અહીં સિંહ આવી પહોંચતા જ એમની પાંચ વરસની દીકરી નિકિતા વાડીમાં પાણીની કુંડી પાસે રમતી હતી ત્યારે અચાનક જ સિંહ આવી પડયો હતો અને આ બાળકીને ઉપાડીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો.
સિંહ આ બાળકીને ઘસડી રહ્યો હતો એવામાં ઉપર બાળકીના પિતા સુકરમભાઈ ની નજર પડતાની સાથે તેઓએ સિંહની પાછળ દોટ મૂકી દીધી હતી અને પોતાની બાળકીને બચાવવાની કોશિશ કરી હતી. સિંહ પાંચ વર્ષની કેદ અને અડધા કિલોમીટર સુધી દૂર પહોંચી ગયો હતો. પરંતુ સુક્રમ ભાઈ સિંહના મોઢા માંથી બાળકીને બચાવવા માટે તેની પાછળ દોટ મુકીને બચાવવાના ઘણા બધા પ્રયાસ કર્યા હતા..
પરંતુ આ તમામ પ્રયાસ નિષ્ફળ ગયા હતા. સુક્રમ ભાઈ પોતાની પાંચ વર્ષીય દીકરી નીકીતાને બતાવવા માટે પહોંચે પહોંચે એ પહેલા જ સિંહે તેના મોઢામાં આ બાળકીના શરીરને કચડી નાખ્યું હતું અને પિતાની નજર સામે જ આ બાળકીનું કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું. આ બનાવ બન્યા બાદ વાડીના માલિક તેમજ આસપાસના ખેડૂતો પણ મોટી સંખ્યામાં આ ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા..
જોતજોતામાં વનવિભાગની ગાડીઓ પણ ત્યાં દોડી આવી હતી. ગામના સૌ લોકોએ વનવિભાગ સામે રોષ દાખવ્યો હતો. અને બાળકીના મૃતદેહને સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી. પરંતુ લાંબી સમજાવટ બાદ આ મામલો શાંત પડ્યો હતો. ગ્રામજનોએ આ સિંહને પકડી પાડવા માટે વનવિભાગે જણાવ્યું હતું..
કારણકે વાડી વિસ્તારમાં સતત અવરજવર કરતા ખેડુતો અને મજુરોને આ સિંહનો ખૂબ જ ડર રહેલો હતો. સિંહ ને પાંજરામાં પૂરીને કરી રાખવા માટે સૌ કોઈ લોકો માંગ કરી રહ્યા હતા. અને વનવિભાગની મદદથી સિંહને મોડી રાત્રે પાંજરામાં પુરી પણ દેવામાં આવ્યો છે. દરેક લોકો વન્યપ્રાણીઓને ખૂબ સારી રીતે સાચવતા હોય છે..
પરંતુ માનવભક્ષી વન્યજીવોને રખડતા મૂકવાને બદલે તેઓને પાંજરામાં પુરી રાખવા પડે છે. કારણ કે તેઓ ક્યારેય ગ્રામ્ય વિસ્તારમાં આવી પહોંચે છે અને લોકોના જીવનને જોખમમાં મુકી દે છે તે નક્કી હોતું નથી. આજથી ત્રણ વર્ષ પહેલા બગસરાના આજ વિસ્તારમાં એક દીપડો માનવભક્ષી બન્યો હતો.
અને પાંચ દિવસની અંદર ગામના ઘણાખરા લોકોને પોતાના નિશાન બનાવી લીધા હતા. જેમાં ચાર લોકો ઉપર હુમલો પણ કરી દીધો હતો. પરંતુ આ દીપડો વનવિભાગના હાથમાં ન આવતા અંતે આ દીપડાને મારી નાખવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા હતા. જેમાં પાંચ દિવસની મહેનત બાદ છઠ્ઠા દિવસે વન વિભાગની ટીમે મેગા ઓપરેશન ચલાવ્યું હતું. અને ગૌશાળા ની અંદર દીપડો ઘુસી આવતા ની સાથે જ એને ઠાર મારવામાં આવ્યો હતો. જો આ દીપડાને મારવામાં ન આવ્યો હોત તો તે કેટલાય લોકોના જીવ લઈ લેત.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]