Breaking News

ઉત્તરાયણ પેહલા જ પતંગની ધારદાર દોરીથી વધુ એક મહિલાનું કપાયું ગળું, ખાસ સાચવજો

ભારતીયો ને ઉત્સવપ્રેમી જનતા તરીકે ઓળખવામાં આવે છે દરેક ઉત્સવ ખુબ આનંદ અને ઉત્સાહ થી ઉજવણી કરવામાં આપણી જનતા ખુબ મોખરે આવે છે નજીકમાં માં આમાંનો જ એક ત્યોહાર આવી રહ્યો છે હા મિત્રો નજીકમાં ઉત્તરાયણ નો મોટો તહેવાર આવી રહ્યો છે બાળકો ને યુવાનો માં ઉતરાયનો અનેરો ઉત્સાહ દેખાય રહ્યો છે,

આ તહેવારો માં કયારેક આપણી શરતચુક અથવા તો ઉતાવળે લેવાયેલ પગલું આપણા અથવા બીજા વ્યક્તિઓ માટે મુસીબત રૂપ સાબિત થતું હોય છે આપણી નાની અમથી મસ્તી કે આનંદ અનેક ના જીવનમાં કાયમ માટે અંધકાર માં મૂકી દેતું હોય છે માટે ખાસ આ પ્રકારની કોઈ બિનજરૂરી પ્રવુતિ માં ના જોડાવું જોઈએ.

અહીં કંઈક એવી જ એક ઘટના સામે આવી છે માહિતી મેળવી તમે પણ એક સમય માટે વિચારમાં પડી જ જશો બનેલ ઘટના ની વિસ્તારમાં વાત કરવામાં આવે તો રાજ્યમાં ઉતરાયણ તહેવારો નજીક આવતા જ સપ્તાહ પૂર્વથી પતંગ રસિયાઓ પતંગ ઉડાવતા શરુ થઇ  જાય છે. તો રાહદારીઓ અને વાહન ચાલકો પણ વધુ સતર્ક  બને છે.

કેટલાક સંજોગોમાં નાગરિક સતર્કતા ચુકી જાય તો અકસ્માતની ઘટના ઘટે છે. આવી જ ઘટના ભરૂચમાં બની છે. ભરૂચના ભોલાવ બ્રીજ પર બાળકી સાથે પસાર થઇ  રહેલી મહિલાના ગાળામાં દોરી ભરાઈ જતા ગંભીર ઈજાઓ પહોચી હતી. જો કે સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે  ધસી ગયો હતો

ઉત્તરાયણ અગાઉ ભરૂચના ભોલાવ બ્રિજ રોડ પર શનિવારની સાંજે પતંગની દોરીથી મહિલાનું ગળું કપાયું હતું. પતંગની દોરીથી ગળુ કપાતા એક્ટિવા પર જઇ રહેલા મહિલાનું મૃત્યું થયું હતું. જોકે, આ ઘટનામાં એક બાળકીનો આબાદ બચાવ થયો છે. ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા અરુણોદય બંગલોઝ ખાતે રહેતી અંકિતા હિરેન મિસ્ત્રી શનિવારે સાંજના સમયે,

ઘરેથી એક્ટિવા પર 9 વર્ષી દીકરી સાથે ભોલાવ ખાતેના ભૃગુઋષિ બ્રિજ પરથી પસાર થઇ રહી હતી. આ સમયે પતંગનો દોરો તેના ગળાના ભાગે આવી જતાં તેની બાઇક સ્લિપ થઇ ગઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવી મહિલાને બચાવવા માટેનો પ્રયાસ કરતાં તેના ગળામાં પતંગના દોરાને કારણે જીવલેણ ઘા થયો હોવાનું જણાયું હતું.

રાજ્યમાં મકર સંક્રાંતિ આવતા જ ચાઇનીઝ દોરીનું વેચાણ ચોરી છૂપે શરુ થઇ જાય છે. જો કે રાજ્યમાં સતાવાર રીતે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ છે. આવા સંજોગોમાં નાણા શહેર હોય કે મહાનગર, વાહન ચાલકોએ પોતાના વાહનોમાં સુરક્ષા ગાર્ડ લગાવવું આવશ્યક બની જાય છે. સંભવત; ભરૂચમાં ઘટેલી ઘટનામાં આવું સુરક્ષા ગાર્ડ નહિ હોય,

આ વચ્ચે  નાગરીકો અત્યારથી જ  સતર્કતા કેળવે તો,આવી આકસ્મિક ઘટનાઓ નિવારી શકાય. ગંભીર રીતે ઘવાયેલી અંકિતાને તાત્કાલિક 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે તેને સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ પાસે હેબતાઇ ગયેલી 9 વર્ષની દીકરીના આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયું હતું. આમ મહિલાનું મૃત્યું થતાં 9 વર્ષની દિકરીએ માતાની છત્રછાયા ગુમાવી દીધી તેમજ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

ખાસ આ તહેવારો માં બનતી આ તમામ ઘટનાઓ અનેક ધટના માં ભોગ બનનાર પરિવાર માં એક દિપક બુઝાવી દેતી હોય છે આવી સ્થિતિઓ માં આપણી આસપાસ બનતી ઘટનાઓ માંથી સવળી સીખ મેળવવી જોઈએ અને જાગૃતિ કેળવવી જોઈએ રસ્તા માં બિનજરૂરી દોરી ઓ દૂર કરવા જેવી કાળજી પણ લેવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *