Breaking News

ઉતરાયણ પહેલા જ દીકરો ઘરના ઉપરના ધાબે પતંગ ચગાવવા ચડ્યો, પાછો નીચે ઉતરવામાં પગ લપસી જતાં માથું ફાટતા જીવ ખોયો..વાંચો..!!

ઉતરાયણનો તહેવાર રહેતા ઘણા બધા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બાળકોને પતંગ ચગાવવામાં ખૂબ જ રસ હોય છે અને તેઓ મોજ મસ્તીથી પતંગ ચગાવી રહ્યા હોય છે. નાના બાળકથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ પતંગ ચગાવીને તેમનો શોખ પૂરો કરી રહ્યા હોય છે પરંતુ ક્યારે તેમની સાથે દુર્ઘટના સર્જાઈ જાય તે કહી શકાતું નથી.

અવારનવાર આવા કિસ્સાઓ ઘણા સામે આવ્યા હતા અને હાલમાં પણ એક બાળક સાથે કરુણ અકસ્માત સર્જાયો છે. આ ઘટના સુરત શહેરમાં આવેલા વાંકાનેડા વિસ્તારમાં આવેલા શિવ શક્તિ કોમ્પલેક્ષમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા અને તેમનો દીકરો રહેતા હતા.

દીકરો પોતાના ઘરે દરરોજ શાળાએથી આવીને પોતાનું દફતર એક બાજુ પર મૂકીને સીધો અગાસી પર પતંગ ચગાવવા માટે ચડી જતો હતો અને અગાસી પર બે ધાબા હતા. જેમાં એક નીચેનું ધાબુ અને એક ઓરડી કરીને ઉપર અગાસી આવતી હતી. જેના કારણે દીકરાઓ અને તેમના મિત્રો બીજા ધાબા પર ચડતા હતા.

દીકરાને પતંગ ચગાવવામાં ખૂબ જ રસ હતો. દીકરાની ઉંમર 12 વર્ષની હતી છતાં પણ તે નાની ઉંમરમાં ખૂબ જ સારી એવી પતંગ ચગાવતો હતો. દીકરાની માતા તેને ઉપરના ધાબા પર ચડવાની ના પાડતી હતી છતાં પણ દીકરો ધાબા પર ચડી જતો હતો. એક દિવસ તે દીકરો શાળાએથી આવ્યા બાદ પતંગ ચગાવવા માટે અગાસી પર ગયો હતો.

ત્યાં તેમના મિત્રો બીજા ઉપરના ધાબા પર ચડ્યા હતા. જેના કારણે દીકરો પણ ઉપરના ધાબા પર ચડી ગયો હતો અને પતંગ ચગાવીને અંધારું થઈ જતા દીકરો અને તેમના પરિવાર તેમના મિત્રોને નીચેના ધાબા પર ઉતરી રહ્યા હતા. તે સમયે તેમના બધા જ મિત્રો નીચે ઉતર્યા હતા. વારાફરતી દરેક લોકો નીચે ઉતરે ઉતરતા હતા.

પરંતુ દીકરો રમતમાં જીવ હોવાને કારણે ઉપરના ધાબા પરથી નીચેના ધાબા પર ઉતરતા સમયે તેમનો પગ અચાનક જ લપસી ગયો હતો. જેના કારણે તે નીચેના ધાબા ને બદલે બાજુ પરની પાણીની બાજુમાં થઈને નીચે કેમ્પસમાં પડ્યો હતો. ધાબા પરથી નીચે પડતાં જ તેમનું માથું ફાટી ગયું હતું અને ઘટના સ્થળે તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

જેના કારણે કેમ્પસમાં બેસેલા લોકોએ દીકરાને ઉપરથી પડતા જોયો હતો. જોતા તેઓના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી અને દીકરાના માતાને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. દીકરાની માતા તરત જ હાફળી ફાફળી થઈને દીકરા પાસે પહોંચી હતી. જ્યાં ત્યાં જઈને તેમણે જોયું તો તેમનો દીકરો લોહી લુહાણ હાલતમાં હતો.

અને તે મૃત્યુ પામ્યો હતો. તરત જ દીકરાના પિતાને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને જોત જોતામાં સગા સંબંધીઓ પણ દીકરાના ઘરે પહોંચી ગયા હતા. દીકરાના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ થઈ રહી હતી. તે સમયે દીકરાના મિત્રો પણ ગભરાઈ ગયા હતા અને તેઓ પણ હવે કોઈ દિવસ ધાબા પર નહીં ચડે તે બોલી રહ્યા હતા.

પરંતુ ઉત્તરાયણનો તહેવાર રહેતા પરિવારના લોકોએ તેમના એકના એક દીકરાને ગુમાવ્યો હોવાને કારણે તેઓ આઘાત સહન કરી શક્યા નહીં અને રડી રહ્યા હતા. અવારનવાર આવા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. જેના કારણે પરિવારના દીકરાઓ તેમના પરિવારથી દૂર થઈ રહ્યા છે. હજુ ઉતરાયણમાં ઘણા બધા વ્યક્તિઓ પોતાના નિર્દોષ જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને માતા પિતાએ પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *