હાલ યુક્રેનમાં માહોલ ખૂબ જ ખરાબ થઈ ગયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં યુક્રેનની હાલત દિવસે દિવસે પતલી થતી જાય છે. યુક્રેનમાં હજારોની સંખ્યામાં ભારતીયો સલવાઈ ગયા છે. એમાં પણ ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી અંદાજે ૨ હજાર બાળકો મેડિકલના અભ્યાસમાં યુક્રેન ગયા હતા..
તેઓ ફ્લાઇટ પકડીને પોતાના વતન ભારત આવવા નીકળી રહ્યા હતા. પરંતુ રશિયાએ યુદ્ધ દરમિયાન હવાઈ માર્ગ બંધ કરી દેતા તમામ ફ્લાઇટો અટકી પડી હતી. જેના કારણે તેઓ યુક્રેનમાં જ ફસાઈ ગયા છે. હાલ તેઓ વિડીયો કોલ ના માધ્યમથી પોતાના માતા-પિતા સાથે સંપર્ક કરી રહ્યા હતા..
તેમજ સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી ને તેઓએ સરકાર સામે મદદની અપીલ કરી છે. દરેક વિદ્યાર્થીઓ ખૂબ ગંભીર પરિસ્થિતિમાં છે. તેઓ વિડીયો કોલ ના માધ્યમથી જણાવી રહ્યા હતા કે અમને જલ્દી થી જલ્દી ભારત પાછા લઈ આવો.. અહીંયા માહોલ ખૂબ જ ખરાબ છે.
ચારે બાજુથી ધડાકાના અવાજ સાંભળાઈ છે. તેમજ એક પછી એક સાઇરનો પણ વાગે છે. રોડ ઉપર રશિયાની મિલેટ્રીઓ પણ આવી ચૂકી છે. ગઈ કાલે પણ કેટલાક વિદ્યાર્થીઓના વિડીયોકોલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અને આજે પણ ઘણા વિદ્યાર્થીઓ ના વિડીયો કોલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે..
યુક્રેનમાં મોટાભાગે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા ,પાલનપુર તેમજ સૌરાષ્ટ્રના ગોંડલ ,તળાજા, મહુવા, રાજકોટ, જામનગર તેમજ વડોદરા, વલસાડ, ભરૂચ અને દમણ તેમજ સુરત ના વિદ્યાર્થીઓ ફસાઈ ચુક્યા છે. આ વિદ્યાર્થીઓને વતન પરત લાવવા માટે ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી હતી કે….
તમે અફઘાનિસ્તાન, ઈરાન જેવા દેશોમાંથી પણ ભારતીય નાગરિકોને પરત લાવ્યા છીએ. તો અમે યુક્રેનમાંથી તો જરૂર વિદ્યાર્થીઓને તેમજ અન્ય નાગરિકોને વતન પરત લાવશું જ. આ ઉપરાંત ગુજરાતના ગૃહરાજ્યમંત્રી અસંખ્ય કહ્યું કે ગુજરાત સરકારે એક હેલ્પ લાઈન નંબર ની જાહેરાત કરી છે…
આ નંબર ઉપર આવતા તમામ કોલ્સ કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવશે. અને કેન્દ્ર સરકાર આ વિદ્યાર્થીઓને બચાવવા માટે પૂરતી કોશિશ કરશે. ભાવનગર શહેરની કુલ 18 વિદ્યાર્થીનીઓ યુક્રેનમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થીનીઓ માતા-પિતાને વિડીયો કોલ કરીને કહી રહ્યું છે કે…
મમ્મી પપ્પા મને બચાવી લો. આસપાસના વિસ્તારોમાં ધડાકા થઇ રહ્યા છે. તેમજ સાયરન પણ વાગી રહ્યા છે. અહીંયા ખૂબ ડરનો માહોલ પેદા થઈ ગયો છે. તમે સરકાર સુધી વાત પહોંચાડી ને અમને બચાવવામાં પ્રયત્ન કરો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]