રાજ્ય માર્ગ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે કે જેમાં રોજ ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામે છે. જેના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને દુઃખ સહન કરવાનો વારો આવતો હોય છે. હાલ ખૂબ જ કમજોર અકસ્માતમાં એક બનાવ સામે આવ્યો છે. અકસ્માતના બનાવો પંચમહાલ જિલ્લામાંથી સામે આવ્યો છે.
હકીકતમાં ખંભાતના ઉંદેલ ગામમાં રહેતા પાંચ મિત્રો કે જેમના નામ કિશનભાઇ, શાંત ભાઈ, કૃષિલ ભાઈ, હર્ષદ ભાઈ અને ભરતભાઈ છે. તેઓ ઉજ્જૈન ભગવાન મહાકાલના દર્શન કરવા માટે ઉંદેલ ગામથી નીકળ્યા હતા. તેઓ કાર લઈને ગયા હતા અને ઉજ્જૈન મંદિર એ ભગવાન મહાકાલ ના દર્શન કરીને તેઓ ફરી પાછા ખંભાત ઉંદેલ ગામે આવવા માટે નીકળી ગયા હતા.
તેઓ પોતાના ઘરે આવતા હતા ત્યારે ગોધરાના મોરવાડા હાઇવે પાસે તેઓ પહોંચ્યા અને તેઓના કારની ગતિ એટલી બધી વધારે હતી કે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને તેમની કાર ડિવાઈડર તોડીને સામેના રસ્તા પર ચાલી ગઈ હતી. ત્યાં સામેથી એક ટ્રેલર ખૂબ જ વધુ સ્પીડે આવી રહ્યું હતું..
તેની સાથે આ કાર અથડાઈ હતી અને કારના કુચે બોલી ગયા હતા અકસ્માત અને અથડામણ એટલી બધી ગંભીર હતી કે નજરે જોનારા લોકો આંખ મીંચી ગયા હતા. અકસ્માતમાં કારમાં બેસેલા બે વ્યક્તિઓને પાછળ બેસેલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે..
એટલા માટે તેઓને કરેલી કારમાંથી પોલીસની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હર્ષદભાઈ અને ભરતભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી હાલ વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જ્યારે કિશનભાઇ, સુશાંતભાઈ તેમજ કૃષિલ ભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ ત્રણેય મૃતદેહોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્યાં તેઓને પોસ્ટમોર્ટમની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પોલીસે પણ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પટેલ સમાજના ત્રણ યુવાનના મૃત્યુ થતાં સમાજના અગ્રણીઓ અને પરિવારજનોમાં પણ ખૂબ જ શોકનો માહોલ છવાઇ ગયો છે…
અકસ્માતમાં મૃત્યુ પામનાર કિશનભાઇ ખંભાત APMC ના સભ્યો હતા જ્યારે પ્રશાંતભાઈ ફાર્મસીનો અભ્યાસ કરીને વડોદરામાં નોકરી કરતા હતા. આ ત્રણેય પોતાના માતા-પિતાના એકના એક સંતાન હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ તમામ લોકોના પરિવારજનોને ખબર પડે છે કે તેમના એકના એક વ્હાલસોયા દિકરાની મૃત્યુ થયું છે..ત્યારે તેમના પર પણ આફતના વાદળો ફાટી નીકળશે. હકીકતમાં પરિવારજનો માટે આ દુઃખ સહન કરવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]