Breaking News

‘ઉભી રહે હું તને પૈસા આપું છું’ કહીને દિયર સગી ભાભી ઉપર લાકડી લઈને ચોંટી પડ્યો, ગડદાપાટુંનો માર મારીને કરી ખરાબ હાલત..!

આજકાલ આપણે અવારનવાર જોઈએ છીએ કે પરિવારમાં જોઈએ તેવી એકતા દેખાતી નથી. જેના કારણે પરિવાર એકઠો થવાને બદલે દિવસે જુદો પડતો જાય છે. પરિવાર એક સાથે ન હોવાને કારણે ભલભલા લોકો છેતરપિંડી કરીને પણ ચાલી જતા હોય છે. અને હવે તો પરિવાર પરિવારમાં આટલી બધી તિરાડો પડવા લાગી છે કે, જેના કારણે આપઘાત અને હત્યા જેવા બનાવો પણ વધારે માત્રામાં બનવા લાગ્યા છે…

મધ્ય ગુજરાતના આણંદના બોરસદમાંથી વધુ એક મારામારીનો બનાવ સામે આવી ગયો છે. બોરસદ તાલુકાના સિસવા ગામમાં બે ભાઈઓ પોતાના પરિવારજનો સાથે જુદા જુદા મકાનોમાં રહે છે. ઈશ્વરભાઈ અને ગોવિંદભાઈ બંને સગા ભાઈઓ છે. ઈશ્વરભાઈની ઉંમર 65 વર્ષની છે. ઈશ્વરભાઈએ તેના નાનાભાઈ ગોવિંદભાઈ ને બે વર્ષ પહેલા 50 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા..

પરંતુ ગોવિંદભાઈ અવારનવાર રૂપિયાની વાતને લઈને પૈસા આપવાની ના પાડતા હતા. ઈશ્વરભાઈ તેમના ભાઈ પાસેથી પૈસા માંગી માંગીને થાકી ગયા પરંતુ પૈસા ન મળવાને કારણે ખૂબ જ હતાશ થયા હતા. એટલા માટે ઈશ્વરભાઈ તેમની પત્ની ચંચળબેનને પૈસા લેવા માટે કહ્યું હતું. ચંચળબેન પૈસાની ઉઘરાણી કરવા માટે એક દિવસ રાતના સમયે ગોવિંદભાઈ ના ઘરે ગયા..

અને કહ્યું કે તમે 50,000 રૂપિયા આપો અમારે ખૂબ જ જરૂર છે. પરંતુ ગોવિંદભાઈ રૂપિયા આપવાને બદલે તેમ જ કોઈ સારો જવાબ આપવાને બદલે ખૂબ જ ઉસ્કેરાઈ ગયા હતા. અને કહ્યું કે ઉભી રહે.. હું તને હમણાં પૈસા આપું છું. એમ કહીને લાકડી લઈને તેની ભાભીની પાછળ પડ્યા હતા…

ભાભી ચંચળબેનને જાણ થઈ કે ગોવિંદભાઈ ખૂબ જ ઉશ્કેરાઈ ગયા છે. એટલે તેઓ ત્યાંથી તાત્કાલિક નીકળી ગયા હતા. પરંતુ દિયર ગોવિંદભાઈ તેની પાછળ લાકડી લઈને આવવા લાગ્યો હતો અને ચંચળ બેનને ઉપર લાકડી વડે હુમલો કરી દીધો હતો. આ ઉપરાંત ગોવિંદભાઈની પત્ની દિવાળી બહેને પણ ગડદાપાટાનો માર જીંકી દીધો હતો.

ગોવિંદભાઈ અને દિવાળીબેન બંને થઈને તેમના મોટાભાઈની વહુ ચંચળ બહેનને ઢોરમાર મારીને અધમુઆ કરી દીધા હતા. વાત માત્ર 50,000 રૂપિયાની હતી અને મારામારી સુધી પહોંચી જતા જ ચંચળબેહેને ભાદરણ પોલીસ મથકમાં ગોવિંદભાઈ અને દિવાળી બહેન સામે ગુનો નોંધાવ્યો છે. એને પોલીસે પણ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *