Breaking News

TVનું રીચાર્જ કરાવવાનું કહેતા બાપ-દીકરા વચ્ચે ઝઘડો થયો અને બેશરમ પિતાએ તેના દીકરા સાથે કર્યું એવું કે થયું કરુણ મોત, ઊંઘ ઉડાડતો કિસ્સો…

દરેક મા-બાપ પોતાના દીકરા કે દીકરીની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે રાત દિવસ તનતોડ મહેનત કરે છે. અને કમાયેલા પૈસાથી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ તેમના દીકરાને દીકરીઓને દરેક ઈચ્છા પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી મૂકતા નથી. પરંતુ અમુક વખતે એવો બનાવ બની જતો હોય છે કે, જેના કારણે માતા-પિતાને સમગ્ર જિંદગીભર પછતાવાનો વારો આવે છે.

હાલ કંઈક આવો જ બનાવો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. મૂળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના ચોપડા તાલુકામાં આવેલા લોનબરોજ ગામના વતની રમેશભાઈ બાવીસ્કર સુરતના પાંડેસરા વિસ્તારમાં રહી ટેલરિંગનું કામકાજ કરે છે. તેમનો 18 વર્ષ નો દીકરો રીતેશ પણ ટેલરિંગનું કામકાજ કરીને પરિવારને ગુજરાન ચલાવવા માટે મદદરૂપ બનતો હતો..

તે ધોરણ 10માં ભણી રહ્યો છે. પરંતુ તેણે એક્સ્ટર્નલ અભ્યાસ પસંદ કર્યો હોવાથી તે પોતાના પરિવારજનને ટેલરિંગનું કામકાજ કરીને મદદરૂપ બનતો હતો. એક દિવસ તેણે પોતાના પિતા પાસેથી ટીવી જોવા માટે ડીશ ટીવીના રિચાર્જ માટે રૂપિયા માંગ્યા હતા. રિતેશે જણાવ્યું હતું કે, હવે તો તેનો પગાર પણ થઈ ગયો છે..

અને હવે તેને રિચાર્જ કરાવું છે અને ટીવી જોવી છે. આ બાબતને લઈને બંને બાપ દીકરા વચ્ચે ખૂબ જ મોટી બોલાચાલી થઈ હતી. તેઓ તે ઘરમાં જ લડાઈ ઝઘડો શરૂ કરી દીધો હતો અને આ લડાઈ ઝઘડો ઘરમાંથી નીકળતાની સાથે પણ શરૂ ને શરૂ જ રહ્યો હતો. તેઓ જ્યારે દાદર ઉતરતા હતા.

ત્યારે ઝઘડામાં અને ઝઘડામાં રમેશે તેના દીકરાને ધક્કો મારી દેતા રિતેશ દાદરા ઉપરથી નીચે ગબડતો ગબડતો આવી પહોંચ્યો હતો. અને નીચે પડકાતાની સાથે તેના માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈચ્છા પહોંચી ગઈ હતી અને તે ઘટના સ્થળે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં ફરજ પરના ડોક્ટર હોય તેની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી દીધો હતો. જ્યારે ડોક્ટરના મોઢેથી આ શબ્દો સાંભળ્યા કે, હવે રિતેશ આ દુનિયામાં રહ્યો નથી. ત્યારે રમેશભાઈ માથે હાથ દઈને વિચારવા લાગ્યા હતા કે, આખરે આ તેમનાથી શું થઈ ગયું કે તેમનું 18 વર્ષનો દીકરો તેમનાથી છીનવાઈ ગયો છે.

રમેશભાઈનો ધક્કો વાગતાની સાથે જ રીતેશ જમીન ઉપર પડી ગયો હતો અને માથાના ભાગે ઈજા થતાં તેનું મૃત્યુ થયું છે. તેવી પ્રાથમિક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ તેના શરીર ઉપર અન્ય કોઈ બીજાના નિશાન દેખાયા નથી એટલા માટે હાલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે.

હાલ આ બનાવને લઈને પાંડેસરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. અને આગળની તપાસ શરૂ કરાવી છે. દિન પ્રતિ દિન કંઈક ને કંઈક અજાણતા રીતે આવા બનાવો સામે આવે છે કે, જેમાં બનાવ બન્યા બાદ જે તે વ્યક્તિનો જીવ પણ જતો રહે છે. અને આ બનાવ ને પરિસ્થિતિને વશ થઈ જવાબદાર વ્યક્તિઓ સમગ્ર જિંદગીભર આ બનાવને ભૂલી શકતા નથી. હાલ આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *