હાલ બાળકીઓ દીકરીઓ અને મહિલાઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હવસખોર અને નરાધમ લોકો પોતાની હવસ વાસનાને સંતોષવા માટે માસુમ બાળકીઓને પોતાને નિશાને પીંખી રહ્યા છે. તંત્ર આવા લોકોને તાત્કાલિક ધોરણે પકડી પાડીને જેલના સળિયા પાછળની ધકેલી દે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રનો ભય ઓછો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે…
કારણ કે આવા નારાધમ લોકો ખુલ્લેઆમ પોતાની ખરાબ માનસિકતા લોકોની સામે લાવી રહ્યા છે. અને મન ફાવે તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જો આવા લોકોને કડક સજા અપાવીને ભય બેસે એવો દાખલો બેસાડવામાં નહીં આવે તો આ ગુનાખોરી ક્યાં જઈને ઉભી રહેશે તે વિચારવું પણ ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. હાલ રાજકોટ જિલ્લામાં વધુ એક વખત માસુમ બાળકી .દુ.ષ્ક.ર્મ.નો ભોગ બની છે..
આ બાળકીની ઉંમર માત્ર 4 વર્ષની છે. રાજકોટના સાપર વેરાવળ વિસ્તારમાં ખૂબ મોટા કારખાનાઓ આવેલા છે. જ્યાં મજૂરી કામ કરવાની ઘણા બધા લોકોને તક મળે છે. બાળકીનો પરિવાર મજુરીકામ કરીને પોતાનું ઘર ગુજરાત ચલાવતો હતો. અને શાપરમાં રહેતો હતો. શાપરના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં અન્ય ઘણા બધા લોકો રહે છે. અને કારખાનાની અંદર નોકરી ધંધો કરે છે..
આ પરિવાર રહેતો હતો તેની બાજુમાં જ એક અન્ય યુવક પણ રહેતો હતો. તેની નજર આ પરિવારની 4 વર્ષની દીકરી ઉપર અવારનવાર રહેતી હતી. એક દિવસ જ્યારે બાળકી એકલી હતી. ત્યારે પડોશમાં રહેતા સગીરવયનો નરાધમ યુવક આ બાળકીને પોતાના ઓરડીમાં ટીવી જોવાના બહાને બોલાવી હતી અને પોતાની કાલીઘેલી ભાષામાં ફોસલાવી લીધી હતી..
ત્યારબાદ બાળકીને ઓરડીમાં લઈ જઈ તેને વારંવાર પીંખવા લાગ્યો હતો. તમે વિચારી શકો છો કે, માત્ર ચાર વર્ષની આ દીકરી ઉપર શું વીતી હશે કે જ્યારે આ યુવક તેના પર તૂટી પડ્યો હતો. જ્યારે બાળકીના પરિવારને જાણ થઈ કે તેમની દીકરી .દુ.ષ્ક.ર્મ.નો ભોગ બની છે. અને આ .દુ.ષ્ક.ર્મ. ગુજારનાર અન્ય કોઈ યુવક નહીં પરંતુ તેમની બાજુમાં રહેતું જ યુવક છે.
ત્યારે તેઓ ખૂબ જ સ્તબધ થઈ ગયા હતા અને વિચારમાં મુકાઈ ગયા હતા. તેઓ તેમની બાળકીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. ત્યાં સાપર પોલીસને પણ જાણ થતા તેઓ પણ પોલીસનો કાફલો લઈ ઘટના કાલે પહોંચ્યા હતા અને સગીર વયના કિશોર સામે ફરિયાદ નોંધી છે.
ચાર વર્ષની આ દીકરી ના પિતાએ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે કે, આરોપીને જલ્દીમાં જલ્દી પકડવામાં આવે અને તેને કડકમાં કડક સજા થવી જોઈએ. જેથી કરીને અન્ય કોઈ નરાધમ યુવકો કોઈપણ માસુમ બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવે એ પહેલા પહેલા હજાર વખત વિચાર કરવા જોઈએ.
સાવ નાની ઉંમરની કોમળ દીકરી ઉપર .દુ.ષ્ક.ર્મ.ની ઘટના બનતા જ પોલીસ ખાતું તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું અને આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો છે. તેની મેડિકલ ચેકઅપ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અને તેની સામે ગુનો નોંધી કાયદાની કાર્યવાહીઓ ચલાવવામાં આવી રહી છે.
રાજકોટના વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અગાઉ પણ ત્રણથી ચાર .દુ.ષ્ક.ર્મા.ના બનાવો નાની બાળકીઓ સાથે બની ચૂક્યા છે. આ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. અને ઘણા બધા કારખાનાઓ આવેલા છે. એટલા માટે લોકો રોજી રોટી માટે આ વિસ્તારમાં આવી પહોંચે છે. અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા હોય છે.
આ પરિવારની માસુમ દીકરીઓને નરાધમ લોકો પોતાના નિશાને પીંખે છે. આવી ત્રણથી ચાર બનાવો અગાઉ પણ બની ચૂક્યા છે. જેમાં એક કુટુંબી ફૂવાએ ચોકલેટની લાલચ આપીને માત્ર ત્રણ વર્ષની માસુમ ભત્રીજી ઉપર .દુ.ષ્ક.ર્મ. આચાર્યું હતું. અને 2018માં માત્ર ત્રણ વર્ષની એક બાકી ઉપર .દુ.ષ્ક.મ. આચરીને તેને મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]