Breaking News

‘તું તારા પિયરેથી પૈસા લઈને આવ’ કહીને સાસરીયાવાળાએ 2 બાળકો સાથે પરણીતાને ઘરમાંથી ધક્કો દઈ દીધો, અને અંતે થયું એવું કે..!

આજકાલ ઘણી બધી પરણીતાઓ પોતાના સાસરીયે ગયા બાદ સાસુ-સસરા તેમજ પતિ અને દિયર નણંદ તેમજ દેરાણી કે જેઠાણીનો ત્રાસ સહન કરતી હોય છે. હકીકતમાં જો સાસરે જતી પરણિતાને સાસરીયા વાળા લોકો પોતાની દીકરી માનીને સારી રીતે સાચવે તેમજ પરણીતા પણ પોતાના સાસુ સસરાને પોતાના મા બાપ માનીને જ સાચવે તો ક્યારેય ઝઘડાઓ થતા નથી..

પરંતુ જ્યારે આ મારું છે. અને આ તારું છે. કહીને એકબીજી ચીજ વસ્તુઓનો ભાગલો પાડવામાં આવે ત્યારે પરિવારમાં ઝઘડા શરૂ થતા હોય છે. ગઈકાલે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી એક પરણીતાને પોતાના સાસરીયાઓનો ખૂબ જ માઠો અનુભવ સહન કરવાનો વારો આવ્યો છે. તેમજ તેના બંને બાળકો રજળતા થઈ ગયા છે..

કડી તાલુકાના વણસોલ ગામમાં રહેતી એક દીકરીને તેના પરિવારજનો આઠ વર્ષ પહેલાં રીતી રિવાજ મુજબ ગાંધીનગરના ઉવારસદ ગામમાં એક પરિવારના દીકરા સાથે પરણાવી દીધી હતી. વણસોલ ગામમાં હીરાજી ઠાકોર પોતાની દીકરીના લગ્ન રાહુલજી ઠાકોર નામના મુરતિયા સાથે કરાવ્યા હતા…

ત્યારબાદ લગ્નજીવનમાં ઘર સંસાર સારું ચાલવા લાગ્યું હતું. દિન પ્રતિદિન સાસરિયાના તમામ લોકોનું અસલી રંગ સામે આવવા લાગ્યો અને સાસરિયાવાળા દહેજની માંગણી પણ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત તેઓ કહેતા કે તું કરિયાવર ખૂબ જ ઓછો લાવી છે. આ સાથે સાથે ઘણા બધા મહેણા ટોણા પણ મારતા હતા અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું..

આ ઉપરાંત તેઓ કહેતા કે, તું તારા પિયરથી પૈસા લઈને આવજે ત્યાં સુધી અમારા ઘરમાં પગ મૂકતી નહીં એમ કહીને ઢોર માર મારતા અને એક વખત તો હદ પાર કરી તેના બંને બાળકોને સાથે તેને ઘરમાંથી ધક્કો મૂકીને કાઢી મૂકી હતી. લગ્નજીવન દરમ્યાન જન્મ થયેલા પોતાના બંને બાળકોને સાથે આ પરણીતા પોતાના પિયરે આવીને માતા-પિતાને આ તમામ બાબતોની જાણ કરી હતી કે તેના સાસરીયા વાળા લોકો તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડી રહ્યા છે..

અને તેની સાથે ન કરવાની હરકતો પણ કરવા લાગ્યા છે. ત્યારે આ પરણીતાના પિતા હીરાજી ઠાકોરે કડી પોલીસ સ્ટેશનમાં જઈ તેના જમાઈ રાહુલજી ઠાકોર સહી તેના અન્ય સાસરીયા વાળા લોકો સામે પણ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદ નોંધ કડકમાં કડક કાર્યવાહી શરૂ કરી છે..

હકીકતમાં ઘરેલુ મામલામાં ઝઘડા થવાને કારણે કેર કેટલી પરણીતાઓ ખૂબ જ પીડાઈ રહી છે. જ્યારે અમુક પરણીતાઓના માથાભારે હરકતોના કારણે કેટલાક સાસુ સસરા અને પતિ દિયર સહિતના લોકો પણ ખૂબ જ પીડાઈ રહ્યા છે. ઘરે ઘરે જુદી-જુદી પરિસ્થિતિઓ જોવા મળે છે જો દરેક લોકો સંપીને રહે તો ક્યારેય પણ જીવનમાં પ્રોબ્લેમ પડતો નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *