‘તું સોસાયટીનો પ્રમુખ છો એટલે દાદા બની ગયો છે’ કહીને યુવક લોખંડની પાઈપ લઈને તૂટી પડ્યો, અને પછી તો થઈ જોવા જેવી..!

કેટલાક લોકો નાની નાની બાબતોને લઈને ખૂબ જ ગુસ્સે ભરાઈ જતા હોય છે અને ન કરવાની હરકતો કરી બેસે છે. જેના કારણે તેને જિંદગી પધરાઈ ધરાઈને પછતાતા હોય પરંતુ એક વખત મગજ ઉપરથી કાબુ ગુમાવ્યા બાદ વ્યક્તિ શું કરી બેસે છે. તેનુ નક્કી હોતું નથી. ઘણી વખત આ પ્રકારનો ગુસ્સો ખૂબ જ ખોટા પરિણામો તરફ ધકેલી દે છે..

ગઈકાલે મહેસાણાના કડીમાં નંદાસણ રોડ ઉપર ઉદ્યોગ નગર વિસ્તારની પાસે અલ કૌશર નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં અતિશય ગુસ્સાને કારણે ખૂબ માઠા પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. હકીકતમાં સોસાયટીમાં સૌ કોઈ લોકો હળી મળીને રહે તો ક્યારેય કોઈ વાંધો આવતો નથી.

પરંતુ રોજ રોજ ની માથાકૂટને રકઝકને કારણે હંમેશા કડવા અનુભવનો સામનો કરવો પડે તો એવા સ્થળો પર રહેવાની પણ મજા આવતી નથી. એક દિવસ અલ કૌશર સોસાયટીના પ્રમુખ અબ્બાસભાઈ અનવરભાઈ મિરાજને સોસાયટીના કેટલાક રહીશોએ કહ્યું કે, કચરાપેટી જે સ્થળ પર રહેવી જોઈએ તે સ્થળ પર રહેતી નથી. જેના કારણે સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે…

એટલા માટે સોસાયટીના પ્રમુખ આ કચરાપેટીને જોવા માટે શહેરીમાં નીકળ્યા હતા. રોજ જે જગ્યા પર કચરાપેટી હોતા હતા. ત્યાં જઈને જોયું તો કચરાપેટી કંઈક ગાયબ હતી. એટલા માટે તેઓએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી પરંતુ ક્યાંય કચરાપેટી મળી ન આવી તેવો આ કચરાપેટીની શોધખોળ કરી રહ્યા હતા..

એવામાં તો સોસાયટીમાં વર્ષોથી રહેતા આઈશાબેન નામની એક મહિલા ત્યાં આવી પહોંચી હતી. અને સોસાયટીના પ્રમુખને જોરથી ગાળા ગાળી અને અપશબ્દ કહેવા લાગી હતી. સોસાયટીના પ્રમુખ અબ્બાસભાઈ અનવરભાઈ મિરાજ અન્ય કોઈ બાબત સમજાય એ પહેલા જ આ મહિલાએ ઝઘડો શરૂ કરી દેતા સોસાયટીના પ્રમુખે આ મહિલાને જણાવ્યું કે..

તમે મારા બેન સમાન છો. એટલા માટે તમે મહેરબાની કરીને અપશબ્દોનો ઉપયોગ ન કરતા. પરંતુ આ મહિલા આટલી બધો હોશ ગુમાવી બેઠી હતી કે, પ્રમુખ સાથે ગાળા ગળી કરવા લાગી હતી. તેણે પ્રમુખને જણાવ્યું કે, તમે રોજ રોજ મારા ઘણા આંગણે કચરાપેટી શા માટે મૂકી જાવ છો..

પ્રમુખ આ તમામ બાબતોથી અજાણ હતો એને તાત્કાલિક આ મહિલાના ઘર આગળથી કચરાપેટી હટાવી લીધી હતી. છતાં પણ મહિલાએ પ્રમુખને જણાવી કે મે નગરપાલિકામાં કેટલી વખત ફોન કરીને જણાવ્યું છે કે, અહીંયા કચરા પોટી તમે નહીં મુકતા. પરંતુ સોસાયટીના પ્રમુખે જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા કચરાપેટી પડેલી રહે છે..

જો તમે તેને અહીંયાથી દૂર કરી દેશો તો સોસાયટીના રહીશોને ખૂબ જ તકલીફ પડશે. સોસાયટીનો પ્રમુખ આઈશાબેન સાથે વાતચીત કરી રહ્યો હતો એવામાં તો આ આઈશાબહેનનો દીકરો શહીદ પણ ત્યાં આવી પહોંચ્યો અને અબ્બાસભાઈ સાથે ફરી એક વખત તુંતું મેમે કરવા લાગ્યો હતો અને કહ્યું કે તું સોસાયટીનો પ્રમુખ બની ગયો એટલે તું દાદા બની ગયો છે..

એમ કહીને તેણે પ્રમુખને લોખંડના પાઈપથી ઢોર મારવાનું શરૂ કર્યું હતું. પ્રમુખને હાથ ઉપર લોખંડનો પાઇપ વાગી ગયો હતો. એવામાં તો સોસાયટીના તમામ લોકો ત્યાં આવી પહોંચ્યા અને આ મારા મારીના દ્રશ્યો બંધ કરાવ્યા હતા. ત્યારબાદ સોસાયટીના પ્રમુખ અબ્બાસભાઇએ પોલીસ સ્ટેશનને જઈને મારામારી કરનાર અને ગાળાગાળી કરનાર બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે..

પોલીસે પણ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જો આઈશાબેનનો દીકરો અને આઈશાબેન બંને શાંતિથી સોસાયટીના પ્રમુખ સાથે વાતચીત કરવાની કોશિશ કરે તેમજ તેમને થયેલી તમામ મુશ્કેલીઓની વાતચીત ખુલાસા મુજબ કરે તો એ પ્રશ્નનો કોઈ ચોક્કસ નિવેડો આવી શકે તેમ હતો. પરંતુ તેઓએ મારા મારી શરૂ કરી દીધા હોવાથી હાલ તેઓને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment