‘તું પિયરમાંથી 10 લાખ લઈને જ આવજે’ કહીને સાસરિયા વાળાએ પુત્રવધુને ઘરમાંથી ધક્કો દઈ દીધો, ભગવાન આવું કોઈ સાથે ન કરે..!

હવે તો પારિવારિક ત્રાસ સામાન્ય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. રોજ જુદા-જુદા તાલુકાઓમાંથી એકબીજાને ત્રાસ પહોંચાડવાના બનાવો સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે. જેની જાણ અન્ય લોકોને થતા લોકો પણ પોતાના પરિવાર ભાગે નહીં એટલા માટે પરિવારના દરેક સભ્ય સાથે હળી મળીને ખૂબ જ સારું વર્તન કરે છે.

મૂળ જૂનાગઢની એક પરણીતા પોતાના સાસરે ગાંધીનગરના કલોલ ખાતે રહેતી હતી. આ પરણીતા જૂનાગઢના ટીંબાવાડી ગામની હતી. અને તેના લગ્ન 2018 ની સાલમાં થયા હતા. તેનું સાસરુ ગાંધીનગરના કલોલમાં હોવાથી તેઓ છેલ્લા ઘણા સમયથી ત્યાં રહેતા હતા. પરંતુ લગ્ન થયા બાદ થોડા જ દિવસમાં સાસરીયા વાળાની કાળી વિચારનીતિ સામે આવી ગઈ હતી.

તેઓ અવારનવાર પૈસાની બાબતને લઈને પરણીતાને ત્રાસ પહોંચાડતા અને કહેતા કે, તું તારા પિયરમાંથી પૈસા લઈને આવજે જ્યારે પણ આ પરણીતા તેના પિયરમાં મળવા માટે જાય ત્યારે તેને પૈસા લઈને આવવા માટે કહેતા હતા. એક દિવસ તેના સાસરિયાવાળાએ પરણીતાને જણાવ્યું કે અમારે ડુપ્લેક્સ લેવું છે…

એટલા માટે તો પિયર માંથી દસ લાખ રૂપિયા લઈને જ ઘરમાં પગ મુકજે એમ કહીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. મહિલાએ તેના પિયરમાંથી એક પણ રૂપિયો નહીં લાવે તેવું જણાવ્યું હતું. જેને કારણે સાસરિયાંઓ ખૂબ જ ઉશ્કેરાઈ ગયા અને તેઓએ ન કહેવાના શબ્દો કહીને આ મહિલાને પહેલા કપડે જ ઘરમાંથી ધક્કો માંગીને કાઢી મૂકી હતી..

તમે વિચારી શકો છો કે, આખરે આ પરણીતા ઉપર શું ગુજરી હશે કે, જ્યારે તેના સાસરીયા વાળા લોકો તેના પર ત્રાસ ગુજારી રહ્યા હતા. અને તેને પહેરેલા કપડે જ ઘરમાંથી કાઢી મૂકી હતી. આ પરણેતા પોતાના સાસરિયાના લોકો સાથે રહી રહીને ખૂબ જ કંટાળી ગઈ હતી. અને અંતે તે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પહેલા પણ આણંદના તારાપુરમાંથી એક મહિલાને સાસરીયા વાળા લોકો પણ પહોંચાડી રહ્યા હતા કે, તું ઘરમાં ખાવાનું ટાઈમ પર બનાવતી નથી. તેમજ તારા કારણે અમારા બધા ધંધા બંધ થઈ ગયા છે. રોજ રોજ આવા બનાવો ખુબ જ વધી રહ્યા છે. સમાજમાં જનજાગૃતિ લાવવામાટે અગ્રણીઓને ભેગા થઇ કૈક વિચારવું જોશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment