હવે તો ઘરમાં પણ કોઈ મહિલા કે દીકરી સુરક્ષિત ન હોય તો એવું લાગ્યું છે. કારણ કે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની અંદર આવેલા ગામડામાં એક મહિલા સાથે ખૂબ જ મોટો બનાવ બન્યો છે. આ બનાવ બન્યા બાદ પારિવારિક સંબંધો શરમમાં મુકાઈ ગયા છે. તો આસપાસના ગામોમાં પણ ચકચાર મચી ગયો છે..
જ્યારે બનાવ જે પરિવાર સાથે બન્યો છે. તે પરિવારજનોના મોઢા શરમથી નીચા જુકી ગયા છે. બોરસદ તાલુકાના એક ગામમાં પરિવારજનો રહે છે. પરિવારમાં મોટો ભાઈ એને નાનો ભાઈ પોત પોતાના પતિ પત્ની અને બાળકો સાથે જુદા જુદા રહે છે. એક દિવસ સુનીલ નામનો ભત્રીજો તેના કાકાના ઘરે ગયો હતો..
ઘરમાં જતાં જ તેને જોયું કે, તેનો પિતરાઈ ભાઈ કે તેના કાકા હાજર નથી. માત્ર તેની કાકી જ ઘરમાં હાજર જોઈને ભત્રીજાએ નજર બગાડી દીધી હતી. અને તેની ખરાબદાલત તેની આંખોમાંથી સ્પષ્ટ દેખાય આવી હતી. જોતજોતામાં તે ઘરના અંદરના ઓરડામાં ગયો. જ્યાં તેની કાકી હાજર હતી. સુનિલ નામના ભત્રીજાએ તેની કાકીને પાછળથી બાથ ભીડી લીધી હતી..
અને કહ્યું કે તું મારી સાથે શા માટે બોલતી નથી…? આ ઉપરાંત ન બોલવાના શબ્દો બોલીને તેની કાકી સાથે ન કરવાની હરકતો પણ કરવા લાગ્યો હતો. આ તમામ ઘટનાથી પરણિત કાકી ખૂબ જ હેબતાઈ ગઈ હતી. તેણે તરત જ તેના ભત્રીજાને ધક્કો માર્યો હતો અને ત્યારબાદ જોરદાર લાફો પણ ચોડી દીધો હતો અને કહ્યું કે હું તારી કાકી થાઉં છું. તું શા માટે હેરાન કરવા માટે આવ્યો છે..
આટલું કહેતાની સાથે જ ભત્રીજોની ખુબ જ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની કાકી સાથે ઝઘડો કરીને મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. આ બનાવ જ્યારે બન્યો અને ઉગ્ર બોલા ચાલીઓ ચાલતી હતી. એવામાં તો આ મહિલાના સસરા પણ આવી પહોંચ્યા હતા. આ સસરાને જોઈને ભત્રીજો સુનીલ ડરી ગયો અને જોરથી બોલ્યો કે હવે હું તને જાનથી મારી નાખીશ..
આવી ધમકી આપીને તે ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે રાત્રિના સમયે પરણીતાના પતિ ઘરે આવ્યા ત્યારે તેણે તેની સાથે બનેલી તમામ ઘટના તેના સસરા અને પતિ સહિત પરિવારના અન્ય સભ્યોને પણ જણાવી હતી. પરિવારજનો એકબીજા સાથે વાત કરીને સમજાવટ કરી અને ત્યારબાદ તેના ભત્રીજા વિરુદ્ધ આણંદ શહેર પોલીસમાં ગુનો નોંધાવ્યો છે..
પોલીસ આગોનો નોંધીને આગળની કાર્યવાહી કરી રહી છે. હકીકતમાં તમે પણ વિચારમાં મોકલી દેશો કે આખરે આ ભત્રીજાને એવું તો શું થયું હશે કે તે તેની કાકી સાથે ન કરવાની હરકતો કરવા લાગ્યો હતો. હકીકતમાં પરિવારજનો એ થોડાક વધારે સંસ્કાર આપ્યો હોત તો આજે તેઓને આ દિવસ જોવાનો વારો આવેત નહીં. બાળકોને નાનપણથી જ ખૂબ સારા સંસ્કાર આપવા જરૂરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]