Breaking News

‘તું મારી નહી થા, તો કોઈની નહી થવા દઉં’ કહીને રોમિયો રોજ ચિઠ્ઠીમાં ધમકી લખીને ઘરે નાખી જતો, માં-બાપ ખાસ વાંચજો..

કોલેજ ઉંમરના યુવક અને યુવતીઓમાં સારી સમજણ આવી જવી ખૂબ જ જરૂરી છે. જો ઉંમર પ્રમાણે સારી સમજણ ન આવે તો તેઓ ગેર સમજણનો ભોગ બની ન કરવાની ચીજ વસ્તુઓ પણ કરવા લાગતા હોય છે. અત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરના બાણગંગા વિસ્તારમાં કોલેજમાં ભણતી એક યુવતી પોતાના પરિવારજનો સાથે રહે છે..

આ યુવતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. પરંતુ છેલ્લા દોઢ મહિનાથી કોલેજનો એક યુવક અને સતત હેરાનગતિ પહોંચાડતો હતો, ત્યારે યુવતી કોલેજ જાય ત્યારે તેની જ કોલેજના તેને જ વર્ગખંડમાં ભણતો એક યુવક મોપેડ લઈને તેની પાછળ પાછળ આવતો આ ઉપરાંત તે ક્લાસરૂમમાં પણ તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડીને ત્રાસ આપતો હતો..

થોડા દિવસ તો આ યુવતી આ તમામ બાબતો સહન કરી હતી, તેણે વિચાર્યું કે, માત્ર બે ત્રણ દિવસની તો વાત છે. ધીમે ધીમે આ યુવક પણ સમજી જશે અને મને હેરાન કરતી પહોંચાડવાનું બંધ કરી દેશે. પરંતુ તેની આ વાત બિલકુલ ખોટી પડી અને આ યુવક તેને હેરાનગતિ પહોંચાડવાનું ચાલુ જ રાખતો હતો..

અને હવે તો તેને હદ પણ વટાવી દીધી હતી. યુવતી બાણગંગા વિસ્તારમાં રહે છે. આ યુવક સવારના સમયે ધમકી ભર્યા પત્રો ઘરના દરવાજે છોડીને જતો રહેતો હતો. આ ચિઠ્ઠી ની અંદર ધમકી ભર્યા શબ્દો લખતો હતો. એક દિવસ તેના ઘરે સવારના સમયે એક ચિઠ્ઠી આવી હતી જેમાં લખ્યું હતું કે, જો તું મારી નહીં થા, તો હું કોઈની પણ નહીં થવા દઉં..

આ ઉપરાંત ચિઠ્ઠીની અંદર તે એક સ્માઈલી દોરતો અને ત્યારબાદ ઉપર સાવધાન લખીને ચેતવણી પણ આપતો હતો. જ્યારે આ મામલો ઘર સુધી પહોંચી ગયો ત્યારબાદ યુવતી તેના માતા-પિતાને આ બાબત જણાવી હતી કે, આ યુવક તેને છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ હેરાન કરે છે..

યુવતીના મા-બાપ તાત્કાલિક પોલીસ સ્ટેશનને હાજર થયા અને આ માથા ભરેલા એક તરફા પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદ નોંધી છે. અને કાર્યવાહી શરૂ કરી છે. સીસીટીવી કેમેરાની મદદથી આ યુવકની ગાડીનો અતોપતો મેળવવામાં આવશે અને ત્યારબાદ તેનું સરનામું સુધી તેની ધરપકડ પણ કરી લેવામાં આવશે..

આ યુવતીને ધમકી આપીને આ યુવક શું સાબિત કરવા માંગતો હશે, તેની જાણકારી તો યુવકને પકડયા બાદ જ મળશે, પરંતુ આ બનાવ ખૂબ ચોંકાવનારો સાબિત થયો છે. જે દરેક માતા-પિતાએ જાણી લેવો જોઈએ, ખુલ્લેઆમ જોવો કોઈ રોમિયો ગુણવાન સંસ્કારી યુવતીઓને હેરાનગતિ પહોંચાડતા હોય તો મા-બાપની ગેરહાજરીમાં યુવકો શું-શું કરી બેસતા હશે તેનું નક્કી હોતું નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..!

અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *