પતિ-પત્ની વચ્ચે અવારનવાર નાના-મોટા ઝઘડા થતા હોય છે. પારિવારિક જીવન દરમિયાન તેઓ જ્યારે લગ્નજીવનમાં જોડાઈ છે ત્યારે એકબીજાને સાત સાત જન્મ સાથે રહેવાના વચનો આપતા હોય છે. પરંતુ અમુકવાર તેમાં ઝઘડો થાય છે કે જેમાં એક બીજાને માર મારીને પતાવી દેવાના મૂડમાં પણ ઉતરી આવતા હોય છે.
હાલ એક મહિલા સાથે ખૂબ જ અજુગતો બનાવ બન્યો છે. મહિલા સાવરકુંડલાના લીલીયા ગામમાં સાસરીયે હતી. આ ગામમાં તે પોતાના પતિ તેમજ પોતાના સાસુ-સસરાની સાથે રહેતી હતી. તેના લગ્ન આશરે છ વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન એકદમ બરાબર ચાલતું હતું. આ મહિલાનું નામ અમીનાબેન શાહરુખ ખાન પઠાણ હતું.
આ મહિલાની ઉંમર ચોવીસ વર્ષની હતી. લગ્નજીવન દરમિયાન મહિલા એક દીકરાને જન્મ આપ્યો હતો. પરંતુ દીકરાને જન્મ આપ્યાની બાદ સાસરીવાળા તેને વારંવાર ત્રાસ પહોચાડવા લાગ્યા હતા. તેમાં પણ તેનો પતિ સાથે પણ તેને ખૂબ જ હેરાનગતી પહોંચતી હતી. તેણે અમીનાબેનને કહ્યું હતું કે જ્યારે લગ્ન થયા હતા ત્યારે મારા પરિવારના સભ્યોએ મને દબાણ પૂર્વક મારી સાથે લગ્ન કરવાની હા પડાવી હતી..
એટલા માટે મેં તમારી સાથે લગ્ન કર્યા છે. પરંતુ તું મને ગમતી નથી. એમ કહીને તે અમે સાથે વારંવાર ઝઘડો કરતો હતો. આ ઉપરાંત અમીનાબેનના સસરા તેમજ તેના જેઠ પણ તેને મેણા ટોણા મારતા હતા. એટલા માટે તેઓ પોતાના પિયર આવી ગયા હતા. પરંતુ ત્યાં તેના માતા-પિતાએ તેને સમજાવ્યો કે થોડું ઘણું સહન કરીને આપણે જતું કરવું જોઈએ…
અને પરિવારના દરેક સભ્યોને ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે તેઓ ફરી પરત સાસરિયે ગયા હતા. પરંતુ સાસરીવાળા સમજ્યા હતા નહીં. અને તે વારંવાર તેને ત્યાં પહોંચાડવાનું શરૂ રાખ્યું હતું. અને એક દિવસ તો અમીનાબેન અને તેના દીકરાની સાથે તેમના ઘરમાંથી બહાર કાઢી મુક્યા હતા.
અને કહ્યું હતું કે હવે તું ક્યારેય આગળ નો દાદરો ચડતી નહીં. હકીકતમાં ઘણી બધી પરણિત મહિલાઓ સાથે ખૂબ જ અન્યાય થઇ રહ્યો છે. પરંતુ તેઓ પોતાના પારિવારિક સંબંધો જળવાઈ રહે અને પોતાના દીકરા તેમજ દીકરી નું ભવિષ્ય બગડે નહીં એટલા માટે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવતા નથી..
પરંતુ અંદરખાને તમે જોઈ શકો છો કેવી રીતે ઘણી બધી પરણિત મહિલાઓ પોતાના સાસરિયાઓના ત્રાસના કારણે ખૂબ જ દુઃખી છે. તેમજ ઘણા બધા સાથેના લોકો પણ પોતાની પુત્રવધુ વર્તનને કારણે ખૂબ જ દુઃખી છે. હકીકતમાં આ બંને લોકોએ સાથે મળીને રહેવું જોઈએ જેથી કરીને પરિવાર સારી રીતે ચાલે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]