Breaking News

‘તું ક્યારે છોકરો જણીશ’ કહીને સાસુ ટોણા મારતી, 3 ચોકરી બાદ પણ છોકરો ન થતા મહિલા અપમાન સહન ન કરી શકી અને ભરી લીધું મોટું પગલું..!

બિહાર રાજ્યના નવાદા જિલ્લામાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ત્રણ દીકરીઓની માતાએ પોતાના રોજિંદા જીવનથી કંટાળીને આત્માસમર્પણ કર્યું છે. આ ઘટના નવાદા જિલ્લાના ધમુલ વિસ્તારના ગુલ ગામમાં રહેતા રામબલી યાદવના પરિવારમાં બની છે.

ગઈકાલે રામબલીની પત્નીએ પોતાના જ ઘરે પંખા સાથે લટકાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ ધમુલ પોલીસ સ્ટેશનએ થતા પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સૌપ્રથમ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આ ઘટના અંગે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ સામે આવ્યું કે રામબલીની પત્ની કમલા ને ત્રણ દીકરીઓ હતી. તેથી કમલાની સાસુ તેને પુત્ર ન હોવા બદલ વારંવાર ટોણાં મારતી હતી. રામબલી અને કમલાના લગ્ન 2012 માં થયા હતા. લગ્ન બાદ બધું જ બરાબર ચાલી રહ્યું હતું . પરંતુ તેમને એક પણ પુત્ર ન હોવાને કારણે તેની સાસુ કમલા સાથે વારંવાર ઝઘડો કરતી હતી.

આ ઉપરાંત તેને ઘરમાંથી કાઢી મુકવાનો ઠપકો પણ આપતી હતી. જેથી કમલા હંમેશા તણાવમાં રહેતી હતી. આ બાબત ની જાણ તેણે પોતાના પતિ રામબલીને કરી હતી. રામબલી ટ્રક ચાલવાનું કામ કરે છે. જેથી તે અઠવાડિયે એકાદ દિવસે પોતાના ઘરે પાછો ફરતો હતો. તેણે પણ તેની માતાને પુત્ર બાબતે કમલા સાથે ઝઘડો ન કરવા માટે ઘણીવાર સમજાવ્યું હતું.

પરંતુ તે માનવા માટે તૈયાર ન હતી. કમલાએ આ બાબતથી કંટાળીને પોતાનો જીવન ટૂંકાવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તેણે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસે રામબલીના ઘરે પહોંચીને કમલાના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ નજીકના સરદાર હોસ્પિટલમાં મોકલી છે.

મૃતકના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે કમલાને ત્રણ પુત્રી હોવા બાબતે તેના પતિ ને કોઈપણ વાંધો ન હતો. પરંતુ તેની સાસુ તેને વારંવાર રોણા મારતી હોવાને કારણે તેણે આ ગંભીર પગલું ઉઠાવ્યું હતું. કમલા ના માતા પિતા દ્વારા તેની સાસુ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે નવાદા પોલીસ દ્વારા આ તમામ બાબતે તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *