Breaking News

‘તું હવે મને નથી ગમતી’ કહીને પતિ રોજ પત્નીને ઢોરમાર મારી સંતાનોને પતાવી દેવાની ધમકી આપતો, એક દિવસ પત્નીએ કર્યું એવું કે જાણીને ચોંકી જશો…!

રોજબરોજ એવા ઘણા બધા બનાવો સામે આવે છે કે, જેમાં પરણીતાઓ સાસરીયા વાળાના ત્રાસના કારણે તંત્ર પાસે મદદ માંગવા આવી પહોંચતી હોય છે. તો કેટલી પરણીતાઓ અંતે કંટાળી જઈને આપઘાતના પગલાઓ પણ ભરી લે છે. હકીકતમાં આવા બનાવો દિન પ્રતિ દિન એટલા બધા વધી રહ્યા છે કે, જે સમાજ માટે ખૂબ મોટો પ્રશ્ન ઉભો થયો છે.

જો પરિવારોમાં મનમેળ જોવા ન મળે તો ભલભલા લોકોના પરિવાર ખલાસ થઈ જતા હોય છે. તેમાં વારંવાર ઝઘડાઓ થવાને કારણે લગ્નજીવન લાંબો ચાલતું નથી. આ પ્રકારનો જ એક બનાવો આનંદભાઈ પરમારના પરિવારજનો સાથે બન્યો છે. આનંદભાઈ પરમાર કે જેઓનું મૂળ ગામ સાવરકુંડલા છે..

તેઓના લગ્ન આજથી દસ વર્ષ પહેલાં લીલીયા તાલુકાના સલડી ગામમાં રહેતી કાજલબેન નામની મહિલા સાથે થયા હતા. કાજલબેનની ઉંમર હાલ 27 વર્ષની છે. તેઓએ લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાતા જ ખૂબ જ ચોકાવનારો બનાવો સામે આવી ગયો છે.

સામાન્ય રીતે દરેક પતિ પત્નીઓના નવા નવા લગ્નજીવન દરમિયાન લગ્નજીવન ખૂબ જ સારું ચાલતું હોય છે. તેમજ એકબીજા ખૂબ જ પ્રેમ અને હળી મળીને રહે છે. પરંતુ જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ વ્યક્તિઓનો અસલી રંગ સામે આવતો હોય છે. આ પ્રકારનો જ બનાવ કાજલબેન સાથે થયો છે. કારણ કે તેના પતિ આનંદભાઈ શરૂઆતમાં તો ખૂબ સારી રીતે વ્યવહાર કરતા હતા..

પરંતુ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ તે કાજલબેન ને ખૂબ જ હેરાન કરતી પહોંચાડવા લાગ્યા હતા. આનંદભાઈ રાજસ્થાનમાં કામ ધંધો કરતા હતા. એટલા માટે લગ્ન થતાની સાથે જ તેઓ તેમની પત્ની કાજલબેનને લઈને રાજસ્થાન ખાતે રહેવા માટે ચાલ્યા ગયા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી સુરત રહેવા માટે આવી ગયા હતા.

પરંતુ આનંદભાઈ અવળા રવાડે ચડી ગયા હોય તેવી શંકા કાજલબેનને હતી કારણ કે આનંદભાઈ અવારનવાર સાંજના સમયે નશો કરેલી હાલતમાં ઘરે આવતા હતા. અને મારપીટ કરવા લાગતા હતા. આ સાથે જ તેઓ કાજલબેનને કહેતા હતા કે હવે તું મને ગમતી નથી.. આવા વેણ વચનો કહીને આનંદભાઈ ઢીકા પાટુનો તેમજ ઢોર મારીને કાજલબેનને ઇજા પહોંચાડતા હતા.

રોજ રોજની મારપીટ અને વેણ વચનો નથી કંટાળી જઈને અંતે કાજલબેનને લીલીયા પોલીસ મથકમાં તેમના પતિ સામે જ ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે, તેઓ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. તેમજ એટલા બધા દુઃખો આપે છે કે, જેને સહન કરવા મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન છે.

આ સાથે સાથે તેઓ તેમના સંતાનોને પણ મારી નાખવાની ધમકીઓ આપે છે. આનંદભાઈ પરમાર નામનો આ વ્યક્તિ તેમના જીવનમાં ખૂબ જ નડતરરૂપ બની રહ્યો છે. એટલા માટે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હકીકતમાં આ બનાવ સામે આવ્યા બાદ સમગ્ર ગામ વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી..

અને સૌ કોઈ લોકો આ બનાવને લઈને ચર્ચાઓ કરવા લાગ્યા છે. જો પતિ પત્નીમાં એકતા જોવા ન મળે તો, ક્યાંકને ક્યાંક આવા પ્રશ્નો આવનારા સમયમાં વધારે પ્રમાણમાં દેખાશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. આવા પ્રશ્નોને લઈને સમાજિક સંમેલનો કરવા જોઈએ જેથી સમાજના દરેક લોકોમાં પરિવાર પ્રત્યેની લાગણીઓ વધે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..!

અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *