ઘણા બધા લોકો મનમાં એક બીજા પ્રત્યે એટલો બધો ગુસ્સો કરીને બેઠા હોય છે કે અમુક વાર એવો શું કરી બેસે છે તે નક્કી હોતું નથી. મનમાં રહેલા અતિશય ગુસ્સાને કારણે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો પણ થઈ જતો હોય છે. તેની અસર તેના માનસિક વિચારો ઉપર પણ પડતી હોય છે.
હાલ ગુસ્સાના કારણે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સરપંચને ઢોર માર સહન કરવાનો વારો આવ્યો છે. માંગરોળ તાલુકાના સરવા ગામ માં કાંતિભાઈ ચૌહાણ રહે છે. જે ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે. પરંતુ તેમના ઘર બનાવવાથી ગામના અમુક લોકો ખૂબ નારાજ હતા..
આ લોકો કાંતિભાઈ સામે ખૂબ જ રોષ ધરાવતા હતા. એક દિવસ રાત્રીના સમયે કાંતિભાઈ પોતાના ઘરે હતા. ત્યારે તેમના ગામમાં રહેતા મસરી ચૌહાણ કાંતિભાઈના ઘરે ગયો હતો. અને કહ્યું હતું કે તું ગામના સરપંચ બની ગયો એટલે તને ખૂબ જ હવા ચડી ગઈ છે. તારી બધી જ હવા હું ઉતારી નાખીશ..
હવે હું પણ જોઈ લઉં છું કે તું કેવી રીતે સરપંચનું કામ કરે છે. આવું કહીને તે જોરથી ગાળો બોલવા લાગ્યા હતા. કાંતિભાઈ જ્યારે અપશબ્દો બોલવાની ના પાડી ત્યારે તે ખૂબ જ ઉગ્ર બની ગયા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. તેમની સાથે સાથે ભીખાભાઈ ચૌહાણ, વેજાભાઇ ચૌહાણ, દીપકભાઈ ચૌહાણ,ગોવિંદ ચૌહાણ, મુળુ ચૌહાણ નામના વ્યક્તિઓ તેમના ઘરે જઈને આવી ગયા હતા…
તેમની પાસે પ્લાસ્ટિકની પાઇપ કુહાડી અને લાકડી જેવા હથિયારો હતા. આ તમામ માટે તેઓ ગામના સરપંચ કાંતિભાઈ ઉપર તૂટી પડ્યા હતા અને આડેધડ મારવા લાગ્યા હતા. માર મારતી વેળાએ ભીખાભાઈ ચૌહાણ એ લોકોને જણાવ્યું હતું કે આ સરપંચ ને અહીંયા જ પતાવી દો અને તેના ટાંટિયા ભાંગી નાખો આગળ કોઈપણ પ્રકારની કાર્યવાહી થશે..
તો હું તમને છોડાવવા માટે ઊભો છું. એમ કહીને સૌ કોઈ લોકોને સરપંચ ઉપર ઢોર માર મારવા ઉઘરાણી કરી હતી. પરિવારના દરેક સભ્યો કાંતિભાઈને ઢોર માર મારતા જોતા હતા. એવામાં કાંતિભાઈની દીકરીઓ દીકરો અને તેની પત્ની ત્રણેય આ હુમલાખોરોથી બચાવવા માટે વચ્ચે પડ્યા હતા..
પરંતુ હુમલાખોરો તેમના પરિવારજનોને પણ ઢીકા પાટા મારવા લાગ્યા હતા. અને પકડી પકડીને ઘસેડવા લાગ્યા હતા. કાંતિભાઈ ને પાડોશમાં રહેતા લોકો ત્યાં અવાજ થતાં જ દોડી આવ્યા હતા. અને પરિણામે આ તમામ લોકો તેમના ઘરેથી ભાગી ગયા હતા. જતાં જતાં કહેતા હતા કે તમે સરપંચ નું પદ મૂકી દેજો નહિતર તને જીવથી મારી નાખીશ..
આવી ધમકી સાંભળતાની સાથે જ કાંતિભાઈ નાં પરિવારના સભ્યો ખૂબ જ ડરી ગયા હતા. પરંતુ તેઓ એ સરપંચ કાંતિભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ પત્નીએ તેમના ગામના છ લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે કાંતિભાઈ જ્યારે સરપંચ તરીકે ચૂંટાયા હતા ત્યારથી જ આ લોકો તેમના પ્રત્યે ખૂબ અણગમો વ્યક્ત કરતા હતા..
અને એક દિવસ તેમના ઘરે પાઇપ, કુહાડી અને લાકડીઓ લઇ આવીને તેમના પર હુમલો કરી દીધો હતો. પોલીસે આ ઘટનાને નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. હકીકતમાં આવી મારામારી કરવી એ યોગ્ય નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]