પતિના મોતના બીજા જ દિવસે ‘તું બુંધીયાળી છો’ કહીને, સાસરીયાવાળાએ વહુને ધક્કો દઈ કાઢી મૂકી, સામાજ માટે આંખો ખોલતો બનાવ..!

અમુક પતિ પત્નીઓને એકબીજા સાથે એવો જીવ મેળ મળી જતો હોય છે કે, તેઓ એકબીજા વગર ક્યારેય પણ રહી શકતા નથી. એવામાં પણ જો પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એકનું અવસાન થઈ જાય તો આ દુઃખને સહન કરવું તેમના માટે કોઈ કાળે શક્ય હોતું નથી. આ પ્રકારનું દુઃખ સહન કરવાની ઘડી 20 વર્ષની પ્રીતિ નામની એક મહિલાને આવી હતી.

આ બનાવ મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાના લુહાગઢનો છે. પ્રીતિ સિંહના લગ્ન રામા ધાકડ નામના યુવક સાથે થયા હતા. આ બંને પતિ પત્ની ખૂબ જ સારો જીવ મેળ ધરાવતા હતા. અને એકદમ તાલ થી તાલ મિલાવીને જીવન જીવતા હતા. એક દિવસ અચાનક જ રામા ધાકડને પેટમાં દુખાવો ઉપાડ્યો અને ગભરાટના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા..

જ્યાં તબીબોએ તેમને તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યા હતા. પ્રીતિના પતિનું અચાનક જ અવસાન થઈ જતા. પ્રીતિના માથે આફતોના આભ ફાટી નીકળ્યા હતા. તે આ દુઃખને ભૂલી શકી હતી નહીં. એવામાં તો પતિના મોતના બીજા જ દિવસે તેની સાસુ બેજન્તી બહેન તેના સસરા રમેશભાઈ તેના દિયર અરવિંદ સહિતના સાસરિયા હોય એમ પ્રીતિ સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું..

પ્રીતિએ તેના સાસરીયા જનોને જણાવ્યું હતું કે, ભલે તેના પતિનું અવસાન થયું અને ભલે પોતે હજુ નાની ઉંમરની હોય છતાં પણ તે બીજા ઘરે જવા માંગતી નથી. આ ઘરમાં તેના પતિ સાથે તેની ખૂબ જ યાદો જોડાયેલી છે. એટલા માટે તે હવે એકલવાયું જીવન જીવશે, કારણ કે હવે તે તેના જીવનમાં તેના પતિ સિવાય અન્ય કોઈ વ્યક્તિને સ્થાન આપવા માંગતી નથી..

અને આજ ઘરમાં રહેવા દેવા માટે પરિવારજનોને વિનંતી કરતી હતી. પરંતુ તેના સાસુ અને સસરા બંને તેની સાથે ખૂબ જ ગેરવર્તન કરવા લાગ્યા હતા સાસુએ કહ્યું કે તું ખૂબ જ બુંધીયાળી છો, તારા કારણે જ મારા દીકરાનો જીવ ગયો છે. એમ કહીને સાસુ-સસરા અને દિયરે પ્રીતિને ધક્કો દહી ઘરમાંથી કાઢી મૂકી હતી…

જ્યારે આ બનાવ બન્યો ત્યારે પ્રીતિ પોતાના સાસરે પરત આવી હતી. પોતાના પતિનું અવસાન થયું હોય અને એના બીજા જ દિવસે તે સાસરે આવી જતા પ્રીતિના મા-બાપે વિચાર્યું કે, આ ઘટનાને લઈને સમાજ શું વિચારશે એમ કહી તે પ્રીતિના સાસરીયાઓને સમજાવવા માટે તેના સાસરે પહોંચ્યા હતા..

જ્યાં તેઓએ વાતચીત કરી કે, પ્રીતિ તેના સાથે જ રહેવા માંગે છે. તો શા માટે તમે તેને નકારી કાઢો છો, સુખ દુઃખની વાતો કરીને સમજાવાની કોશિશ કરી હતી. એવામાં તો પ્રીતિની સાસુ ખૂબ જ ઉશ્કેરાઈ ગઈ અને કહેવા લાગી કે જો તમારે પ્રીતિને અહીંયા રાખવી હોય તો તમારે પૈસા આપવા પડશે..

આ ઉપરાંત જ્યારથી પ્રીતિના લગ્ન થયા છે, ત્યારથી જ સાસુ દહેજની રકમ ઓછી લાવવા બદલ ખુબ જ મહેણા ટોણા મારતી અને શારીરિક અને માનસિક ત્રાસ પણ પહોંચાડવી હતી. પરંતુ પ્રીતિ આ તમામ બાબતો સહન કરી હતી. ગુસ્સે થઈને પ્રીતિને ઘરની બહાર કાઢી મૂકી તેને રજળતી હાલતમાં મૂકી દીધી હતી..

સાસરિયાવાળાઓનું આ ખરાબ કામ સૌ કોઈ લોકોની નજરે ચડી ગયું હતું. પ્રીતિના માબાપે પોલીસ સ્ટેશને હાજર થઈ પોતાની દીકરી સાથે થયેલા અન્યાયની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયા નોંધીને પ્રીતિના સાસુ સસરા અને બંને દિયરો સામે દહેજની બાબતને લઈને શારીરિક તેમજ માનસિક ત્રાસ પહોંચાડવાનો અને ઘરમાંથી ધક્કો દહીંના ટોણા મારી કાઢી મુકવાનો આક્ષેપ નોંધાવ્યો છે. હાલ ઘણી બધી પરણીતાઓ આ પ્રકારની મુશ્કેલીઓ સહન કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment