રોજબરોજ ઘણી ઘણી પરણીતાઓ પોતાના સાસરીયાઓના ત્રાસના કારણે પીડાઈ રહી છે. જેમાંથી ઘણા બધા ઘરના પુત્રવધુઓ આ ત્રાસથી કંટાળી જઈને પોતાના માતા-પિતાના ઘરે રહેવા ચાલી જાય છે. તો કેટલીક પ્રણિતઓ ત્રાસ સહન ન થવાને કારણે આપઘાત કરી લેતી હોય છે. આ સાથે સાથે ઘણી પરણીતાઓ તેમના સાસરિયાઓને સીધા દોર કરવા માટે પોલીસ તંત્રની પણ મદદ લે છે..
હાલ આવા જુદા જુદા બનાવો રોજબરોજ સામે આવતા હોય છે. અને હવે ખૂબ જ ચોકાવનારો એક બનાવ રાજકોટ શહેરની યુનિવર્સિટી રોડ પરથી સામે આવ્યો છે. આ પરણીતાના લગ્ન વિવેક કામદાર નામના યુવક સાથે થયા હતા. હાલ આ મહિલાની ઉંમર 27 વર્ષની છે. અને પોતે એમબીએ નો અભ્યાસ કરેલો છે. તેના સસરાનું નામ નિલેશભાઈ તેમજ તેની સાસુ નું નામ સોનલબેન છે..
જ્યારથી તેના લગ્ન થયા ત્યારથી તેના સાસુ સસરા દહેજની બાબતને લઈને આ મહિલાને ખૂબ જ ત્રાસ પહોંચાડતા હતા. આ ઉપરાંત લગ્નના થોડા દિવસ સુધી તેઓ રાજકોટમાં રોકાયા હતા. પરંતુ તેના પતિનો સમગ્ર ધંધો કોલકત્તામાં ચાલતો હોવાથી તેઓ કોલકત્તામાં સંયુક્ત કુટુંબમાં રહેવા લાગી હતી. ત્યાં તેના સાસુ સસરા પણ તેની સાથે રહેતા હતા..
સાસુ નાની નાની બાબતોને લઈને તેને મહેણા ટોણા મારતી હતી. આ સાથે સાથે તેને કહેતી કે તને રસોઈ બનાવતા આવડતી નથી અને તારામાં સંસ્કાર નામનો છાંટો નથી. તું કરિયાવરમાં પણ ખૂબ જ ઓછી વસ્તુ લાવી છો. તેમજ તને ઘર પ્રત્યે કોઈ લાગણી નથી. આવી જુદી જુદી બાબતો કહીને મેણા ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું..
લગ્નના બે મહિના પછી તરત જ જેઠાણીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. એટલા માટે તેની સાસુ આ મહિલાને જલ્દીથી જલ્દી બાળકને જન્મ આપવા માટે દબાણ કરી રહી હતી. આ ઉપરાંત તે તેના પતિને પણ ચડામણી કરતી હતી. જેને કારણે તેનો પતિ મહિલા સાથે ખૂબ જ લડવા લાગતો હતો. સાસુ મહિલાને કહેતી કે તું ખૂબ જાડી થઈ ગઈ છે તું મારા દીકરાને લાયક નથી..
આ સાથે સાથે જો મહિલાને કોઈપણ ચીજ વસ્તુની ખરીદી કરવી હોય તો તેના સાસુ સંસરાની મંજૂરી લેવી પડતી હતી. બંનેમાંથી એક પણ વ્યક્તિ ના પાડે તો તેને ક્યારેય નવી ચીજ વસ્તુ મળતી હતી નહીં. આ ઉપરાંત તેનો પતિ પણ તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડતો હતો. તે વારંવાર કહે તો કે, મને તારા કરતાં પણ સારી છોકરી મળી જશે..
તારે જવું હોય તો તું તારા પપ્પાના ઘરે જઈ શકે છે. મને તારા અહીંયા રહેવાથી કોઈ ફરક પડતો નથી. આ સાથે સાથે તેના સાસુ સસરા પિયરના માતા-પિતા સાથે વાતચીત કરવાની પણ ના પાડતા હતા અને કહેતા કે જો તું પિયરમાં વાતચીત કરીશ તો અમે તમારો ફોન લઈ લઈશું. આ સાથે સાથે તેણે પિયરમાંથી પૈસા લઈ આવવા માટે પણ કહ્યું હતું…
જ્યારે પરણીતાએ કહ્યું કે, જો તમે મારા સાથે વાતચીત કરવા જ નથી દેતા. તો હું ત્યાંથી પૈસા શા માટે લાવું. આ બાબતને લઈને તેના સાસુ સસરાએ સતત બે મહિનાથી ઝઘડો કરી રહ્યા હતા. મહિલા રોજબરોજની આવી હેરાનગતિથી કંટાળી ચુકી હતી. પરંતુ આ હેરાનગતિ ઓછી થવાને બદલે દિન પ્રતિદિન વધતી જતી તેનો પતિ પણ તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતો અને વારંવાર પૈસાની માંગણી કરતો હતો…
અને કહેતો કે પિયર માંથી પાંચ લાખ રૂપિયા લઇ આવ પછી જ મારા ઘરમાં રહેજે. આ તમામ બાબતેથી કંટાળીને મહિલા પોતાના ઘરે રહેવા જતી રહી હતી. તેને વિચાર્યું કે થોડા દિવસ સુધીમાં તેનો પતિ અને સાસરિયાંઓ રેડી થઈ જશે અને તેને મારી ખોટ વર્તાશે ત્યારબાદ તેઓ આપોઆપ સુધરી જશે..
પરંતુ ઘણા દિવસો વીતી ગયા છતાં પણ તેઓ આ મહિલાને હાલ ચાલ પૂછવા માટે પણ આવ્યા હતા નહીં અને કહેતા કે જો તું પિયર માંથી સાસરે આવો તો પાંચ લાખ રૂપિયા લઈને આવજે નહીંતર તું અમારા ઘરે પગ પણ મૂકતી નહીં. સમાજના આગેવાનોએ પણ આ સાસુ સસરા તેમજ પતિને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી હતી.. પરંતુ હટેલા મનના આ લોકો ક્યારેય સુધરવાનું નામ લેતા હતા નહીં..
અને અંતે પરણીતા આ તમામ કારણોને વર્ષ થઈને પોલીસ સ્ટેશનમાં તેના સાસુ સસરા અને પતિ વિરોધ ફરિયાદ નોંધાવવા પહોંચી ગઈ છે. પોલીસે પણ કાયદેસરની ફરિયાદ નોંધ છે. અને આ સાસરિયાંઓ સામે ફરિયાદ ને આધારે જરૂરી તપાસ અને કામગીરી શરૂ કરતાં જ પરિવારના તમામ સભ્યો દોડતા થયા છે. અને સીધા દોર થવા લાગ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]