Breaking News

દીકરી તૃષાની માતાએ કહ્યું કે, હત્યારા કલ્પેશને મને સોંપી દો, હું એના હાથ પગ કાપીને સજા આપીશ.. માતાનું આક્રંદ..!

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપણે જુદી જુદી હત્યાના કેસ સામે આવતા જોયા છે. જેમાં સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બન્યા બાદ તંત્ર સફાળું બેઠું થયું હતું. છતાં પણ આ હત્યા કેસ બાદ રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં એક તરફી પ્રેમમાં હત્યાના બનાવો બન્યા હતા..

આવા બનાવોને રોકવા માટે પોલીસને નરાધમોને કડક સજા અપાવીને ભય બેસે તેવો દાખલો બનાવો પડશે. જ્યાં સુધી નરાધમમાં ભય નહીં બેસે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ થમવાનું નામ નહિ લે.. તેવું લાગી રહ્યું છે. કારણ કે વધુ એક કિસ્સો વડોદરામાં નોંધાઈ ચૂક્યો છે.

તૃષા સોલંકીની માતા ઉર્વશીબેન સોલંકીએ જણાવ્યું છે કે, તેમની દીકરી દીકરી નહીં પરંતુ તેમના માટે એક દીકરો હતી. દીકરી તૃષાનુ સપનુ પીએસઆઇ બનવાનું હતું. તે અવારનવાર માતા ને કહેતી હતી કે, હું પીએસઆઇ બનીને દેશ તેમજ સમાજની સેવા કરીશ. પરંતુ આ હત્યારાએ તમામ સપનાને બુઝાવી નાખ્યા છે.

પોતાની લાડકવાયી દીકરીના મૃત્યુથી પરિવાર ખૂબ જ ભાંગી પડયો છે. દીકરીના પિતાએ જણાવ્યું છે કે, મારી દીકરીના મૃત્યુ પછી બીજી કોઈ પણ દીકરીની હત્યા ન થાય એટલા માટે હત્યારા કલ્પેશ ઠાકોરને ફાંસીની સજા આપવી જોઈએ. આ ઉપરાંત પોતાની માતાએ જણાવ્યું હતું કે, દીકરી તૃષા તેની માતાને થોડા થોડા સમયે માહિતી આપી હતી..

તે પોતાની માતા સાથે એકદમ મિત્ર બનીને રહેતી હતી. તે સ્વભાવે એકદમ નરમ હતી. તેમજ કોઈપણ ની સાથે પ્રેમભાવથી વર્તન કરતી. હતી છતાં પણ તેની સાથે આવું શા માટે થયું એમ કહીને તૃષાની માતા ઉર્વશીબેન સોલંકી ખુબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે મારી દીકરીને અત્યારે મને સોંપી દો..

હું તેના પગ અને હાથ બંને કાપીને તેને કડક સજા આપીશ. આ ઉપરાંત તેઓએ ઉમેર્યું હતું કે, જ્યારે સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની હત્યા થઈ હતી તે સમય દરમિયાન મેં મારી દીકરીને જણાવ્યું હતું કે દીકરીએ આપણે દરેક પગલે સાવચેત રેહવું જોઈએ ત્યારે તૃષાએ જણાવ્યું હતું કે તમે ચિંતા ન કરો, હું PSI બનીને દેશની સેવા કરીશ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *