ત્રણ સિંગડા અને ત્રણ આંખો વાળી નંદીબાબાએ લીધા અંતિમ શ્વાસ, લોકો કરતા હતા પૂજા-પાઠ, આ તારીખે કરાશે અંતિમ સંસ્કાર..!

આજકાલ બનતા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં હાલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. આ કિસ્સો છતરપુરમાં બન્યો હતો. જેમાં એવી ઘટના સામે આવી હતી જે જાણતા જ દરેક લોકો શોકમાં આવી ગયા હતા. આ ઘટના શ્રી જટાશંકર ધામના નંદીની છે. નંદી જટાશંકર ધામમાં વિશેષ આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર હતા.

નંદી 15 વર્ષ પહેલા જટાશંકર ધામમાં ચાલતા-ફરતા આવ્યા હતા ત્યારે તેમની ઉંમર લગભગ 6 વર્ષની હતી. નંદીએ એક બળદ હતા. નંદીને જોઈને દરેક લોકો આશ્ચર્ય થઈ ગયા હતા. નાન્દીનું અલગ જ રૂપ જોતા જ દરેક લોકોને લાગ્યું કે ભગવાન તરફથી મળેલી ભેટ તેમની પાસે આવી છે. નંદી બાબાનું રૂપ અલગ જ હતું.

નંદીને માથે ત્રણ શિંગડા હતા અને સાથે કપાળ પર જોયું તો ત્રીજી આંખ હોના નિશાન પણ હતા. જેના કારણે નંદીની જાણ દરેક લોકોને થતા દરેક લોકો તેમની પૂજા કરતા હતા અને તેમના પર લોકોને ઘણી શ્રદ્ધા હતી. નંદી બાબા શ્રી જટાશંકર ધામમાં રહેવા લાગ્યા હતા. લોકો તેમની પૂજા કરતા હતા. તેમના પર ઘણા લોકોને શ્રદ્ધા હતી.

પરંતુ સમય જતા ધીમે ધીમે બીમાર થવા લાગી હતી અને નંદીને છેલ્લા ઘણા સમયથી સારવાર આપવામાં આવતી હતી. જટાશંકર ધામના પ્રમુખ અરવિંદ અગ્રવાલ નંદીનો ખૂબ જ ધ્યાન રાખતા હતા. તેમણે પાંચ ડોક્ટરોની ટીમને પણ સારવાર માટે બોલાવી હતી અને નંદીની સારવાર કરાવી હતી. ડોકટરોને નંદી પાસે જ રાખવામાં આવતા હતા.

પરંતુ 21 વર્ષની ઉંમર થતાં સવારના સમયે નંદીએ અંતિમ શ્વાસ લીધા હતા જેના કારણે દરેક લોક ગામના લોકોને આ ઘટનાની જાણ થતા ગામના લોકો નંદીના દર્શન માટે પહોંચ્યા હતા અને નંદીની જે જગ્યાએ દફન વિધિ કરવામાં આવી હતી તે જગ્યા પર સ્મારક સ્થળ વિકસાવવાની પણ યોજના કરવામાં આવી હતી. શ્રી જટાશંકર ધામના નંદીનું કરુણ મૃત્યુ થઈ જતા લોકો શોકમાં આવી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment