રોજબરોજ હજારોથી લાખોની સંખ્યામાં સૌ કોઈ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે, જેમાંથી સૌથી વધુ લોકો ટ્રેન મારફતે મુસાફરી કરે છે. ઘણી બધી વાર ટ્રેનમાં ખિસ્સા કાતરૂથી ખૂબ જ સાવધાન રહેવું પડે છે. આ સાથે સાથે અન્ય ઘણી બધી ચીજ વસ્તુઓનો ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે..
અત્યારે ટ્રેનની અંદર મુસાફરી કરતી એક મહિલા પોતાના બંને બાળકોની સાથે તેના પીયરે જતી હતી, એ વખતે ટ્રેનના ટોયલેટમાં તેની સાથે એવી ઘટના બની હતી કે, સમગ્ર ટ્રેનના ડબ્બાની અંદર હલ્લો મચી ગયો હતો. આ ઉપરાંત ટ્રેનની અંદર રહેલા મુસાફરોના પણ હોશ છૂટી ગયા હતા..
અંદાજે રાતના 1:30 વાગ્યા આસપાસ કુસુમ નામની મહિલા ટ્રેનના ટોયલેટમાં ગઈ હતી, એ વખતે અચાનક જ આ ટોઇલેટની અંદરથી જોર જોરથી બૂમોનો અવાજ સંભળાવવા લાગ્યો હતો, રાતનો સમય હોવાથી દરેક મુસાફરો પણ સુઈ ગયા હતા. પરંતુ મહિલાનો બૂમ બરાડાનો અવાજ સાંભળીને તેઓ પણ એકાએક બેઠા થઈ ગયા..
અને તેઓએ જાણવાની કોશિશ કરી કે, આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. ત્યારે ખબર પડી કે ટ્રેનના ટોયલેટમાંથી જોર જોરથી બૂમોનો અવાજ સંભળાઈ રહ્યો છે. તાત્કાલિક ધોરણે આ મહિલા ટ્રેનનો દરવાજો ખોલીને બહાર નીકળી આવી હતી, અને આ દ્રશ્ય જોઈને સૌ કોઈ લોકોના 100 સુધી ગયા દરેક લોકો આ મહિલાને પુછવા લાગ્યા હતા કે, એવું તો શું થયું છે કે જેનાથી તે અડધી રાત્રે બુમ મચાવી રહી છે..
ત્યારે આ મહિલાએ જણાવ્યું કે, આ ટ્રેનના ટોયલેટની અંદરથી સાપનું બચ્ચું મળી આવ્યું છે. ટ્રેનના ટોયલેટના ખૂણામાં પડેલા ડસ્ટબીન પાછળના ભાગેથી કોઈ જીવ અપાઈને બેઠો હોય તેવું તેને દેખાઈ રહ્યું હતું, તે જ્યારે ટોયલેટમાં બેસવા જતી હતી. એ વખતે અચાનક જ તેની નજર આ સાપ બચ્ચા ઉપર ગઈ અને તેને જોતાની સાથે જ તેણે બુમા બુમ મચાવી દીધી હતી..
આ સાપના બચ્ચાને જોઈને તેને વિચાર્યું કે, તે ચૂપચાપ ટ્રેનના ટોયલેટનો દરવાજો ખોલીને બહાર નીકળી જશે, પરંતુ દરવાજો ખોલવા જતાની સાથે જ આ નાનકડો સાપ તેની નજીક આવવા લાગ્યો હતો. આ ડરામણું દ્રશ્ય જોઈને તેને ખૂબ જ ડર લાગી ગયો અને તે જોરજોરથી બુમો કરવા લાગી હતી..
તાત્કાલિક ધોરણે ટ્રેનના ટોયલેટનો આ દરવાજો બંધ કરી દેવામાં આવ્યો અને અધિકારીને ફરિયાદ પણ પહોંચાડવામાં આવી હતી કે, આ ટ્રેનના ટોયલેટની અંદરથી સાપનું બચ્ચું મળી આવ્યું છે, તાત્કાલિક ધોરણે તેને પકડીને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકી દેવામાં આવ્યું હતું. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આગળના સ્ટેશને સિગ્નલ ન મળતું હોવાને કારણે..
ટ્રેન થોડો સમય માટે જંગલ વિસ્તારમાંથી પસાર થતી હતી, ત્યાં સિગ્નલ ન મળવાને કારણે ત્યાં રસ્તા પર જ ઉભી રહી ગઈ હતી. એ વખતે ત્યાંથી ટ્રેનનો દરવાજો ખુલ્લો હોવાને કારણે આ જંગલી જીવ અંદર પ્રવેશ કરી ગયું હશે. આ ઘટનાને લઈને અડધી રાત્રે સમગ્ર ડબ્બામાં હલ્લો મચી જવા પામ્યો હતો..
આ અગાઉ પણ ટ્રેનની અંદર એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો હતો અને એ વખતે ટ્રેનમાં મુસાફરી કરતી મહિલા અને ટોયલેટ જતી વખતે પ્રસુતિની પીડા થવા લાગી અને તેણે આ ટોયલેટની અંદર જ એક બાળકને જન્મ આપી દીધો હતો. એ વખતે પણ ચારે બાજુ ચકચાર મચી જવા પામ્યો હતો. અને અત્યારે પણ આ હચમચાવી દેતો બનાવ સામે આવતાની સાથે સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]