ઘણી બધી વાર પોલીસ અધિકારીઓને શહેરના જાહેર રસ્તાઓ પર તેવી વસ્તુઓ મળતી હોય છે. જે જોતાની સાથે જ કોઈ લોકો ચોંકી ઉઠે છે. એકાએક બિનવારસી વસ્તુઓ મળી આવતા સૌ કોઈ લોકોને ડર લાગી જતો હોઈ શકે શું એ વસ્તુઓ જાહેર લોકો માટે હાનિકારક તો નહીં હોયને..?.
હાલ એવો જે ફફડાટ મચાવી દે તો કિસ્સો રેલવે વિભાગમાંથી સામે આવ્યો છે. ભારતમાં રોજ ઘણી બધી ટ્રેનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે. ભારતનું રેલ નેટવર્ક ખૂબ મોટું છે. જેમાં રોજ ઘણા બધા મુસાફરો મુસાફરી કરતા હોય છે. કેટલા મુસાફરો સાથે પોતાનો સામાન ચોરી થઇ જવાની એમજ કોઈ જગ્યાએ ભૂલી જવાની ઘટનાઓ નોંધાતી હોય છે..
પરંતુ હાલ એવી કોઇ પણ ફરિયાદ નોંધાઈ નથી અને રેલવે વિભાગને એક બેગ મળી આવ્યું છે. દિલ્હી થી બિહાર તરફ જતી સ્વતંત્ર સંગ્રામ સેનાની ટ્રેન માંથી એક લાલ કલરની ખૂબ મોટી બેગ મળી આવી છે. આ ટ્રેન રાત્રિના સમયે દિલ્હીથી રવાના થઈ હતી. અને મોડી રાત્રે કાનપુર પહોંચી હતી..
જ્યાં આ ટ્રેનની સાફ-સફાઇ કરવામાં આવતી હતી. સાફ સફાઈ કરનાર કર્મચારીઓની નજર ટ્રેનમાં પડેલી લાલ કલરની આ બેગ ઉપર હતી. તેઓ જણાવ્યું કે આ બેગ આ ટ્રેનની અંદર છેલ્લા ઘણા સમયથી પડેલી તેઓ દરરોજ જુએ છે. પરંતુ આ બેગ કોની છે. તેના વિશે કોઈપણ પ્રકારની માહિતી હતી નહીં..
એટલા માટે કર્મચારીઓએ સ્ટેશન પરના અધિકારીઓને આ બાબતની જાણ કરી હતી. અને ટ્રેનમાંથી આ બેગને સફળતાપૂર્વક નીચે ઉતારવામાં આવી હતી. શરૂઆતમાં તો સૌ કોઈ લોકોમાં હડકંપ મચી ગયો હતો કે કેટલા બધા સમયથી આ ટ્રેન ચાલી રહી છે તો શું કોઈ પણ વ્યક્તિની નજર આ બિનવારસી બેગ ઉપર નહીં પડી હોય.?
એવું તો આ બેગની અંદર શું હશે કે સૌ કોઈ લોકો તેની નજીક જવા પર પણ ડરી રહ્યા છે. એટલા માટે રેલવેના અધિકારીઓએ જીઆરપી અને આરપીએફની ટીમોને રેલવે સ્ટેશન પર બોલાવીને આ બેગનું સ્કેનીંગ કરવામાં આવ્યું હતું. જેથી કરીને જાણી શકાય કે આ આ બેગની અંદર કોઈ હાનિકારક પદાર્થ છે કે નહીં..?
પરંતુ આ બેગની અંદર એવું કોઈ પણ ચીજવસ્તુ ન મળતાં બેગને પોલીસે પોતાની પાસે કબજે કરી લીધી હતી. બેગ ખોલીને જોયું તો સૌ કોઈ અધિકારીઓ હક્કા-બક્કા રહી ગયા હતા. અને હોશ ઉડી ગયા હતા. કારણ કે આ બેગની અંદર પૈસા પૈસા ભરેલા હતા. એકસામટા આટલા બધા પૈસા જોઈને સૌ કોઈ અધિકારીઓ ચોંકી ગયા હતા..
અને વિચારવા પર મજબૂર બની ગયા હતા કે આખરે આટલા બધા પૈસા ભરેલી આ બેગ ને કોઈ રખડતી કેવી રીતે મૂકી શકે..? શરૂઆતમાં આ બેગમાં કેટલા પૈસા છે. તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો નહીં. પરંતુ આ ઘટનાની જાણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પણ કરી દેવામાં આવી હતી અને ત્યાર બાદ અધિકારીઓએ આ પૈસા ને ગણવા માટે કામે લાગી ગયા હતા..
એક દિવસ અને એક રાત સુધી આ બેગની અંદર રહેલા પૈસાની ગણતરી કરતાં જણાયું કે, બેગની અંદર કુલ એક કરોડ ચાલીસ લાખ રૂપિયાની રકમ હતી. આટલી મોટી રકમ ગુમ થયા હોવાની ફરિયાદ પણ કોઈપણ રેલવે સ્ટેશન પર નોંધાઈ હતી નહીં. એટલા માટે અધિકારીઓ વધારે મૂંઝવણમાં પડી ગયા હતા કે આખરે આ બે કયા વ્યક્તિની હશે..
અને તેણે આટલી મોટી રકમ શા માટે રખડતી મૂકી દીધી. રેલવે પોલીસે પૈસા ભરેલી આ બેગએ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને સોંપી દીધી છે. તેમજ આ બેગ લેવા માટે કોઈપણ વ્યક્તિ આગળ આવ્યો નથી. હાલ આ બાબતને લઈને સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ આ બેગનું શું કરવું તેનો નિર્ણય લેવાશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]