Breaking News

ગાંધીધામ-પૂરી સુપરફાસ્ટ ટ્રેનમાં આગ લગતા મચી ગઈ દોડધામ, અનેક ડબા બળીને ખાખ.. કાળજું કંપાવતી ઘટના.!

હાલ આગના બનાવો દિવસેને દિવસે ખુબ જ વધતા જાય છે. આગના બનાવ કાળજું કંપાવે તેવા હોઈ છે. કારણ કે આગને ઓછા સમયમાં કાબુમાં લેવી એ ખુબ મુશ્કેલ કામ છે. થોડા દિવસ પહેલા બસમાં આગ લાગતા 2 લોકોના મોત નીપજ્ય હતા. અન આજે ટ્રેનમાં આગ લાગવાના સમાચાર મળતા જ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ વિસ્તાર પર આવેલા આવેલા નંદુરબાર રેલવે સ્ટેશનથી ગાંધીધામ જતી પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક જ આગ ફાટી નીકળતા ભારે અફરા તફરી મચી ગઈ હતી.  આગ ટ્રેનના પેન્ટ્રી કારના ડબ્બામાં ભભૂકી ઉઠી હતી. આગ એટલી ફેલાઈ ગઈ હતી કે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું…

ભારે આગ ફાટી નીકળતા ટ્રેનને રોકી દેવી પડી હતી અને આગળ વધતા ટ્રેનમાં રહેલા મુસાફરોમાં એક સમય માટે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.આગની જાણકારી મળતા સાથે રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેઓએ તરત જ સુજબુજથી ટ્રેનનો આગળનો ડબો છૂટો કરી દીધો હતો.

જેથી કરીને આગ આગળના ડબામાં ન પ્રસરે. જોકે થોડા સમય માટે ટ્રેન માં રહેલા મુસાફરો સાથે સ્થાનિક વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો બે કલાક બાદ આગ પર કાબુ મેળવવા વિભાગને સફળતા મળી હતી. થોડાક સમય માટે તંત્ર સાથે સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આગની જાણકારી તરત જ ફાયર વિભાગને આપી દેવામાં આવી હતી જેથી કરીને તેઓ સમયસર ઘટના સ્થળે પહોચી શકે અને કોઇપણ પ્રકારની જાનહાની થતી અટકાવી શકે.. જાણકારી મળતાં જ ફાયર વિભાગના જવાનો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લેવા માટે કામગીરી શરુ કરી દીધી હતી.

જોકે આ કયા કારણોસર લાગી તેને લઈને રેલવે વિભાગ તપાસની મદદથી શોધી રહ્યું છે. તેને લઈને થોડાક સમય માટે આ રૂટની તમામ ટ્રેનો ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો પણ બે કલાક જ્યારે આ ટ્રેનને રવાના કરવામાં આવી ત્યારબાદ ધીરે ધીરે ચલ વ્યવહાર રાબેતા મુજબ કરવાનો પ્રયાસ પણ રેલવે તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *