Breaking News

ટ્રેન આવતી જોઈને 2 મહિનાના બાળકને પેટે બાંધીને કુદી ગઈ મહિલા, કચડાઈને છૂંદો થઈ જતા લોકો ચીસો નાખી ગયા..!

બિહાર રાજ્યના સમસ્પુતીર જિલ્લામાં રેલ અકસ્માતની એક ઘટના બની છે. જેમાં એક મહિલાએ પોતાના 2 મહિનાના પુત્ર સાથે ટ્રેન નીચે કપાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મહિલા અને તેના પુત્ર દ્વારા કરવામાં આવેલા આપઘાતનું સચોટ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ પોલીસ દ્વારા તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

બિહાર રાજ્યના બેગુસરાય જિલ્લામાં રીટા નામની મહિલા રહે છે. રીટાના લગ્ન 2 વર્ષ પહેલા સોનું રજક નામના વ્યક્તિ સાથે થયા હતા. સોનુ રજક પોતાના પરિવાર સાથે દલસિંહસરાય માં રહે છે. રીતા ઘણા સમયથી પોતાના પિતા ના ઘરે બેગુસરાય આવી હતી. પરંતુ ગઈકાલે સોનુ પોતાના પુત્ર માટે કપડાં લેવા અર્થે રીતાને બેગુસરાયથી દલસિંહસરાય લઈ આવ્યો હતો.

સાંજના સમયે રીટાઅને સોનું એ સ્ટેશન પાસેથી પોતાના પુત્ર માટે કપડાની ખરીદી કરી હતી. ત્યારબાદ રીતા ને પાછું પોતાના પિતાના ઘરે બેગુસરાય જવું હતું, કારણ કે છ દિવસ પછી તેના પિતાના ઘરે વિદાગીરીની તિથિ હતી. જ્યારે સોનુ તેને ત્યાંજ રોકાવા માટે કહેતો હતો. આ બાબતને લઈને સોનુ અને રીતા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.

આ નાનકડા ઝઘડાને કારણે પોતાના પુત્ર સાથે પોતાનું જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું. આ બાબતની જાણ તેના પતિ સોનુ ને ન હતી. રીતા સાંજના સમયથી જ દલસિહસરાય ફૂટઓવરબ્રીજ પાસે પોતાના 2 મહિનાના છોકરાને લઈને બેઠી હતી. જ્યારે દરભંગાથી કોલકત્તા જવા વાળી એક્સપ્રેસ ટ્રેન ફુટઓવરબ્રિજ પાસે પહોંચી હતી.

ત્યારે અચાનક જ રીતા પોતાના પુત્ર સાથે રેલ્વે ટ્રેક પર બેસી ગઈ હતી. આસપાસના લોકો રીતાની આ હરકત સમજી શકે તે પહેલા ટ્રેન તે બંને ઉપર થી પસાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. કોઈપણ તે મહિલાને ઓળખી શકતું ન હતું. તેથી તરત જ પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવી હતી.

જીઆરપી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અચ્છેલાલ યાદવ દ્વારા રીતા અને તેના પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સમસ્તીપુર મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહિનાના પરિવારને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા તેના પરિવારજનોને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન રીતાનો પતિ સોનુ રજક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મૃતક મહિલાની ઓળખાણ થયા છતાં પણ સોનુએ તેને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો. આ બાબત જાણીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. સોનુ રજકના આવા વર્તનને કારણે બધા જ લોકોને તેના પર શંકા જઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *