‘ટ્રેકટર કેમ રસ્તા વચ્ચે ઉભું રાખ્યું છે’ કહીને ગામના યુવકોએ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા, અને પછી થયું એવું કે જાણીને અંધારા આવી જશે..!

સમાજમાં આજકાલ લોકો નાની નાની વાતમાં બીજા સાથે ઝઘડાઓ કરી રહ્યા છે. ઝઘડા અને મારામારીની ઘટનાઓ હાલમાં ખૂબ જ સામે આવી રહી છે. લોકો બીજા સાથે મારામારી કરીને પોતાની દુશ્મના વટ વધારી રહ્યા છે. ઘણા લોકો પોતાની વાતો બનાવવા માટે અથવા તો નાની વાતને લઈને ઝઘડો કરે છે.

અને ઝઘડો કરતા ઉશ્કેરાઈ જઈને મારામારી કરવા લાગે છે. લોકો પોતાના પરિવારના સભ્યો સાથે પણ આજકાલ નાની નાની વાતોમાં મારામારી પર આવી જાય છે. આવી જ એક ઝઘડો અને મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટના ખૂબ જ ગંભીર બની હતી. ગંભીર ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની હતી.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કાંટ ગામમાં રહેતા યુવકો સાથે બની હતી. કાટ ગામમાં રહેતા મુકેશજી ભૂપતજી ઠાકોર તેના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. એક દિવસ મુકેશજી ઘરે પશુપાલકો રાખતા હોવાથી ગામમાં દૂધ મંડળીમાં વધેલું દૂધ ભરવા માટે ગયા હતા.. તેઓ દૂધ મંડળીમાં દૂધ ભરાવીને પોતાના ઘરે પાછા આવી રહ્યા હતા..

તે સમયે રસ્તામાં તેને તેમનો કાકાનો દીકરો મળ્યો હતો. કાકાના દીકરાનું નામ તેજમલજી સરદારજી ઠાકોર હતું. અને તેના કાકાના દીકરાની સાથે બીજા સંબંધી વિષ્ણુજી અમૃતજી ઠાકોર હતા. આ બંને વ્યક્તિ ટેક્ટર લઈને આવી રહ્યા હતા. અને રસ્તામાં મુકેશજી મળતા તેણે ટ્રેક્ટર ઊભું રાખીને તેની સાથે વાતો કરી રહ્યા હતા..

ત્રણેય જણ વાત કરી રહ્યા હતા તે સમયે ગામના જ ગોવિંદજી લાડજી ઠાકોર અશ્વિનજી લાડજી ઠાકોર અને અતુલ રમેશજી ઠાકોર ત્યાંથી પસાર થયા હતા. તે સમયે ટ્રેકટર લઇને ઉભેલા ત્રણ વ્યક્તિઓને પૂછ્યું હતું. તમે કેમ રસ્તા પર ટેકટર ઊભું રાખ્યું છે..? રસ્તા વચ્ચે તમે આમ ટ્રેક્ટર ઉભો રાખી ન શકો.

તેમ કહ્યું હતું મુકેશએ કહ્યું હતું અમે ટેકટર હટાવી લઈએ છીએ. પરંતુ ગોવિંદજી અને અશ્વિનજી ખૂબ જ મોટે મોટેથી આ ત્રણ વ્યક્તિઓ સાથે ટેકટર ને લઈને ઝઘડો કરવા લાગ્યા હતા. અને ધીમે ધીમે ઝઘડો વધી જવાને કારણે લોકો એકબીજા પર મારામારી કરી રહ્યા હતા. તે સમયે તે જ વિષ્ણુજીએ ટ્રેક્ટર માં બેઠા હતા..

તેમને માથાના અને હાથના ભાગે નીચે ઉતારીને છરીઓ મારી દીધી હતી. છરીઓ વાગતા જ તેઓ ખૂબ જ બુમાબુમ કરવા લાગ્યા હતા. અને તેઓ લોહીથી લથપથ થઇ ગયા હતા. આમ ગંભીર ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. અને તે દરમ્યાન ગામના અન્ય લોકો ભેગા થઇ જતાં આ ઝઘડાને અને મારામારીને બંધ કરાવવામાં આવી હતી..

ત્યારે તરત જ મુકેશજીએ એમ્બ્યુલન્સને ફોન કરીને ડીસા સિવિલ હોસ્પિટલમાં વિષ્ણુજી અને તેજમલજીને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભુવાજી ચમનજી ઠાકોરે ડીસા પોલીસ સ્ટેશનમાં આ હુમલો કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment