Breaking News

ટ્રેક્ટર પાછળના રોલિંગ મશીનમાં આવી જતા ખેડૂત પુત્રનો કરુણ મોત, આધુનિક ખેતીએ જ લીધો જીવ.. વાંચો..!

ખેતી કરવા માટે ઘણા સાધનોની જરૂર પડતી હોય છે. ખેડૂતો આજથી થોડા વર્ષો પહેલા ખેતીમાં કોઈપણ પ્રકારના સાધનસામગ્રીનો ઉપયોગ કરતા ન હતા. પરંતુ ટેકનોલોજી દિવસેને દિવસે વધવા લાગી છે. જેના પરિણામે ખેતીમા ટેકનોલોજી ખૂબ સરળ રીતે પરિણામ આપી શકે છે.

જેના પગલે ખેડૂતો ખેતીને અત્યંત આધુનિક બનાવવા જઈ રહ્યા છે. પરંતુ આ ટેક્નોલોજીના જેટલા ફાયદા છે. એટલા જ ગેરફાયદાઓ પણ રહેલા છે. હાલ સુરતના ઈચ્છાપોર ગામમાં એક ધ્રુજારી મચાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક ખેડૂત ના પુત્રનું અત્યારના આધુનિક ખેતીના કારણે જ મૃત્યુ થયું છે તેમ કહી શકાય.

ઇચ્છાપોર ગામમાં આવેલા ભગત મોહલ્લામાં ભાગ્યેશ વિનોદભાઈ પટેલ નામનો યુવક રહે છે. જેની ઉંમર ૨૨ વર્ષની છે. તે પોતાના ખેતરમાં ટ્રેક્ટર તેમજ રોલિંગ મશીન લઈને ગયો હતો. રોલિંગ મશીનથી ખેતરમાં ઉભેલા પાકને પાણી પીવડાવવામાં આવે છે. ભાગ્યેશ ખેડૂત પરિવાર નો સૌથી મોટો દીકરો હતો..

પરિવારમાં તેનાં માતા-પિતા તેમજ તેની પત્ની તેમજ નાનો ભાઇ પણ હતા. ભાગ્યેશના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. તેમજ અત્યારે તેને છ મહિનાની એક દીકરી પણ છે. પોતાના ખેતરમાં ચોખા ની વાવણી કરી હતી તેથી તેને વોટર રોલિંગ મશીન પંપથી પાણી પીવડાવવા માટે ગયો હતો..

તે સમયે રોલિંગ મશીન ને ચાલુ કર્યા બાદ તેનો પગ રોલિંગ મશીન માં ભરાઈ ગયો હતો. જેના પગલે ધીમે ધીમે આખું શરીર ગોળ ફરીને એ મશીનમાં ચાલ્યું ગયું હતું.  તે જ્યારે મશીનમાં ભેરવાઈ ગયો હતો. ત્યારે તેના મોઢામાંથી એક પણ ચીખ નીકળી ન હતી. આજુબાજુના ખેતરના લોકોએ આ દૃશ્ય જોતાં જ તેઓ ત્યાં દોડી આવ્યા હતા…

મશીન બંધ કર્યું હતું. પરંતુ એ પહેલા તો ભાગ્યેશે ઘટના સ્થળે અડધો જીવ ગુમાવી દીધો હતો. મશીનની નીચે લોહીના ખાબોચિયા જોઈને સૌ કોઈ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને લોકો કહી રહ્યા છે કે એક સમય માટે તો સૌ કોઇના શરીર માંથી કંપારી છૂટી ગઈ હતી..

કારણ કે કમર થી લઈને હાથ પગ સુધી બધું જ આ મશીનની અંદર પકડાઈ ગયું હતું. ભાગ્યશને સારવાર માટે સુરતની મહાવીર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેની થોડીક જ સારવાર બાદ તે મૃત્યુ પામ્યો હતો. હાલ તેના પોસ્ટમોર્ટમની તૈયારીઓ ચાલી રહી છે. આ ઘટના બન્યા બાદ સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પરિવાર ઉપર આફત અને વાદળ ઘેરાઈ આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *