તોફાની વરસાદે ગરીબનો આશરો છીનવી લીધો, મકાન ધારાશાયી થતા મહિલા કાટમાળ નીચે દબાઈ જતા મોત..! વાંચો..!

મેઘરાજાનું આગમન થતાંની સાથે જ જુદા જુદા જીલ્લાઓમાંથી માઠા સમાચાર આવવાના શરૂ થઇ ગયા છે. વરસાદ પડતાની સાથે જ ઘણી બધી વાર જાનહાનિના તેમજ પાકમાં નુકસાનીના સમાચાર સામે આવતા હોય છે. હજુ ગુજરાતમાં ચોમાસુ વિધિવત રીતે બેસવું પણ નથી. પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમ્યાન પડતા વરસાદને કારણે ગુજરાતમાં કુલ ત્રણ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે..

અને વધુ એક મૃત્યુ બનાવ પંચમહાલ માંથી સામે આવ્યો છે. છેલ્લા બે દિવસથી અને ગુજરાતમાં 91 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ચૂકયો છે. અને આવનારા બે થી ત્રણ દિવસની અંદર અંદર બાકીના તાલુકામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી આપી દેવામાં આવી છે.

પ્રિ મોન્સુન એક્ટીવીટી દરમિયાન વરસી રહેલા વરસાદને કારણે લોકો ખુશીના માહોલમાં મગ્ન થયા છે. ખેડૂતો પણ ખુશખુશાલ બની ગયા છે. પરંતુ જે લોકો કાચા મકાનોમાં રહે છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહે છે. તેવા લોકોને માથે ફરી એક મોટી મૂંઝવણ આવી પહોંચી છે. કારણ કે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે તેઓને જીવન ગુજારવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન બની જતું હોય છે..

પંચમહાલ જિલ્લાના મોરવા હડફના મેઘાને એક પતિ-પત્ની પોતાનું જીવન ગુજારે છે. તેવું પાકું મકાન બનતું હોવાથી તે ઓળખ થોડા સમય માટે કાચા મકાનની ઝૂંપડી બનાવીને રહેતા હતા. પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં એકાએક જ પલટો નોંધાયો હતો. અને રાત્રીના સમયે સુસવાટા સાથે વરસાદ વરસવાનું ચાલુ થયું હતું. પણ એટલો બધો મુકાઈ રહ્યો હતો કે તેઓનુ કાચું મકાન કે જે નળિયાવાળું હતું તે પવનની લહેરખીઓની સાથે તૂટી ગયું હતું..

મકાન તૂટી પડતાની સાથે જ મહિલાનો પતિ સાથે બહાર નીકળી ગયો હતો. જ્યારે 52 વરસની મહિના આ મકાનની અંદર રહી જતાં મકાન તેની ઉપર પડી ગયું હતું. અને કાટમાળ નીચે દબાઇ ગઇ હતી. મહિલાનો પતિ સમયસર બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો છે.

કાટમાળમાંથી આ મહિલાને બહાર કાઢીને તેને ગોધરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ સારવાર બાદ તેમને મૃત જાહેર કરી હતી. હજુ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું હોય તેવી પુષ્ટિ કરવામાં આવી નથી. એટલે કે પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. જેમાં કુલ ચાર લોકોના મૃત્યુ પણ થઇ ચૂક્યા છે.

મોટાભાગના તાલુકાઓમાં ઘણો બધો વરસાદ પડી ગયો છે. જ્યારે અમુક તાલુકાઓમાં છુટ્ટા છવાયા ઝાપટા રૂપે વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે સવારમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ વરસવાનું શરૂ થયું હતું. તેમજ સતત પાંચ દિવસથી અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે.

જ્યારે જૂનાગઢ, ભાવનગર અને રાજકોટના ગોંડલમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અને આગામી ત્રણ દિવસની અંદર પણ ખૂબ ભારે વરસાદ વરસવાની આગાહી આપી દેવામાં આવી છે. મેઘરાજાના તોફાની બેટિંગ અને આક્રમક આગમનને કારણે ગઈ કાલે અમદાવાદમાં પણ કરંટ લાગવાનો બનાવ સામે આવ્યો હતો.

જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે. પહેલા વરસાદને કારણે સ્ટ્રીટલાઇટો પડી ગઈ હતી. એવામાં લાઈટ પોલને અડકતા દસ વર્ષના એક બાળકને કરંટ લાગ્યો હતો. અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. હાલ જુદા જુદા જીલ્લાઓમાં પ્રી મોન્સુન એક્ટીવીટીને કારણે તંત્રની પોલ સામે ખુલી પડી ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment