ચોમાસાની શરૂઆત થતાની સાથે જ આકાશમાં કડાકા-ભડાકા સાથે વીજળીઓ દેખાઈ આવે છે. જે વિસ્તારોમાં વરસાદનું જોર વધતું હોય છે તે વિસ્તારમાં વારંવાર વીજળી દેખાતી હોય છે. આજથી એક અઠવાડિયા પહેલા ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થતી હતી. તે સમય દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો..
આ વીજળીઓ જુદા-જુદા તાલુકાઓમાં પડી હતી. જેના કારણે રાજ્યમાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૧૦ કરતા વધુ લોકો ઘાયલ થયા છે. ચોમાસામાં વીજળી પડવાના બનાવ સામે આવતા હોય છે. વીજળી પડવાના બનાવવામાં રાજકોટના મેટોડામાં ઉત્તર પ્રદેશના વતની નીરજ શ્યામ યાદવ નામના યુવક પર વીજળી પડતાની સાથે તેમનું મૃત્યુ થયું હતું..
જ્યારે બીજી બાજુ ઉત્તર ગુજરાતના પાટણમાં ખેતરમાં કામ કરી રહેલા બાપ દીકરા ઉપર વીજળી પડતાં 17 વર્ષના દીકરાનું મૃત્યુ થયું હતું અને સાથે સાથે કચ્છના ભચાઉ ચોબારી ગામમાં પણ ઘેટા-બકરા ચરાવતા બે યુવકો પર વીજળી પડતા બંને પિતરાઇ ભાઇઓના મૃત્યુ થયા હતા. સાથે સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં પણ વીજળી પડતાં ખેતરમાં કામ કરી રહેલી..
એક પરણિતાનું મૃત્યુ થયું હતું. જુદા જુદા વિસ્તારમાં થયેલા મૃત્યુના કારણે હાલ વીજળીને લઈને લોકોમાં ભારે ડરનો માહોલ રહેલો છે. અમે આ લેખના માધ્યમથી તમને જણાવી દઈએ કે જ્યારે વીજળી પડે અને તમે ઘરની અંદર હોવ ત્યારે તમારે શું કરવું જોઈએ…. જ્યારે એકાએક આકાશમાંથી વીજળી પડે તેમજ વીજળી થતી હોય ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી હંમેશા દૂર રહેવું જોઈએ…
તેમજ બારી-બારણાથી પણ દૂર રહેવું જોઈએ. જ્યારે આકાશમાં વીજળી થતી હોય અને તમે ઘરની બહાર ના સમયે હોવ ત્યારે શું કરવું જોઈએ તો ઘરની બહાર ઈલેક્ટ્રીક થાંભલા કે મશીનરી અથવા ધાતુની કોઈ ચીજ વસ્તુઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. પણ હંમેશા વીજળીને આકર્ષી લે છે. એટલા માટે તળાવો અને જળાશયોથી દૂર થઈ જવું જોઈએ..
આ ઉપરાંત વીજળી ઘણી વખત વૃક્ષોને પણ પોતાને નિશાન બનાવે છે. એટલા માટે વૃક્ષોથી પણ દૂર રહેવું જોઈએ. વીજળી પડવાને કારણે ઘણા વિસ્તારમાં નુકસાનીના કેસ પણ સામે આવ્યા છે. કોઈ વ્યક્તિને ઉભો પાક બળી ગયો હોય તો કોઈ વ્યક્તિનું ઘર પડી ગયું છે. વીજળીના કડાકા-ભડાકા ના કારણે કોઈ માણસ ના શરીર ઉપર વીજળી પડવાથી શરીર માત્ર 2 સેકંડની અંદર લોહી ને બાળી નાખે છે..
અને તેના કારણે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઇ જતું હોય છે. ગુજરાતમાં વીજળી પડવાના બનાવોને કારણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયો હતો. તેમજ તેમના પરિવારજનોને માથે પણ આફતોના આભ ફાટી નીકળ્યા છે. કારણ કે ઘણા પરિવારોએ પોતાના વહાલસોયા દીકરાની દીકરીઓને ખોઈ નાખ્યા છે. તો પાટણ જિલ્લામાં તો એ પિતાએ પોતાની નજર સામે તેના 17 વર્ષના દીકરાને વીજળી પડવાના કારણે મૃત્યુ પામતો જોયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]