Breaking News

અંબાલાલ પટેલની મોટી આગાહી : આ તારીખે તોફાની માવઠાઓ ધડબડાટી બોલાવી દેશે, ખેડૂત મિત્રો ખાસ વાંચે..!

ગુજરાતમાં આ વર્ષે વાતાવરણ ખુબ જ અનિયમિત સાબિત થયું છે. વારંવાર માવઠા અને વાવાઝોડાએ અત્યારસુધીમાં ઘણું નુકસાન કરાવી દીધું છે. છતાં પણ માવઠાઓ થમવાનુ નામ નથી લેતા. હવે તો 1 મહિનામાં જ ઘણીવાર માવઠાઓ એન્ટ્રી મારીને ખેદાન મેદાન કરી નાખે છે.

અંબાલાલ પટેલે આગાહી આપી હતી એ મુજબ 27 અને 28 તારીખના રોજ ગુજરાતના ઘણા તાલુકાઓમાં વરસાદી માવઠાઓ વરસ્યા હતા. જેમાં આગાહી મુજબ આપેલા સ્થળો જેવાકે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને સાબરકાંઠા તેમજ વડોદરા અને આનંદમાં ભારે વરસાદી માવઠાઓ વરસ્યા હતા.

હજી પાછી એકવાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે નવા વર્ષની શરૂઆત થતા જ 4 તારીખથી લઈને 11 તારીખની વચ્ચે તોફાની માવઠાઓ ત્રાટકવાની સંભાવના રહેલી છે. જો આ માવઠા વરસ્યા તો જે બચેલો પાક છે એ પણ પાણીમાં જતો રેહશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, વર્ષનો પહેલા મહિના દરમિયાન હવામાનમાં વિપરીત પરિસ્થિતિઓ ઉદ્ભવતી રેહશે.

જાન્યુઆરી મહિના દરમિયાન વાદળવાયી ઠંડીનો અનુભવ થશે તેમજ લઘુતમ તાપમાનમાં એક સાથે વધારે પડતો પાર ગગડી જશે. ઉત્તરભારતના જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થવાને કારણે જાન્યુઆરી મહિનાની 8 થી લઈને 11 તારીખ સુધી સમગ્ર ભારતમાં ઠંડીની વેવ પ્રસરી જશે.

જેના પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ સાથે સાથે 19 તારીખથી લઈ ને 21 તારીખ સુધી પણ ભારે વરસાદી માવઠા અને ઠંડી પડશે. આ આગાહીના સમાચાર આવતા જ ખેડૂતમિત્રોમાં ભારે નારાજગીનો માહોલ છવાયો છે કારણકે કોઇપણ પ્રકારની કુદરતી આફતો કે મુસીબતો આવે તો સૌથી પહેલા તેઓને જ નુકસાન વેઠવું પડે છે.

આજકાલ ખેતીમાં ટેકનોલોજી આવતા થોડા ઘણા અંશે ખેતી સરળ બની છે. પરંતુ જેટલી સરળ બની છે તેટલા જ માવઠા અને વાવાઝોડા હેરાન કરે છે. એટલે સરવાળે તો બધું સરખું જ સુજી રે છે. હાલ પણ કમોસમી વરસાદના લીધે જીરા અને મગફળી જેવા પાકો તેમજ મસાલાના પાકોમાં મોટી માત્રમાં નુકસાનીની શક્યતા રહેલી છે.

જાન્યુઆરી મહિનામાં અસામાન્ય વાતાવરણ બાદ શીયાળાની અસલી ઠંડીનો દોર ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં શરુ થશે. હાલ વરસાદી સીસ્ટમના બાંધાણ અને ભંગાણને લીધેથી ઠંડીની મજબુત પકડ જોવા મળતી નથી. પરંતુ તેની ભારે અસર તો 2 અને 3 મહિનામાં જ દેખાશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *