Breaking News

“તમારી દીકરીને મારા છોકરા જોડે જ પરણાવી પડશે નહિતર”,આ સાથે સતત ધમકી ને હેરાનગતિએ 17 વર્ષીય દીકરીનો જીવ લીધો.!

આપણી આસપાસ વસતા આપણા જેવા જ દેખાતા લોકો આમતો શરીર અને રૂપ ને રંગ થકી તો આપણી જેવા જ દેખતા અને નજરે ચડતા રહેતા હોય છે પરંતુ દરેક વ્યક્તિને તેના રૂપ કે રંગ સિવાય જ તે ના ગુણો ને આધારે તેની એક જુદી જ પરખ ઉભરી આવતી હોય છે એમાં પણ બહાર થી ખુબ સારા દેખતા લોકો જયારે પોતાની માનસિક બુદ્ધિ ચલાવે ત્યારે સાચો ખ્યાલ આવતો હોય છે.

બહારથી મીઠી અને ભોળી વાતો કરનારા કયારેક જયારે પોતાની માનસિક વિચારો લોકો સામે મૂકે ત્યારે તેની ઓરિજિનલ અને સાચી પરખ થતી હોય છે આવા જ નબળી માનસિકતા ધરાવતા લોકો જ સમાજને વારંવાર કાળો દાગ લગાવવાનું કામ કરતા હોય છે અને એના કાર્ય નું સારું કાંતો નરસું પરિણામ સમગ્ર પરિવારજનો અથવાતો તમામ સામાજિક રીતે સજ્જન લોકો ને પણ ભોગવવું પડે છે.

છેલ્લા કેટલાક સમય થી આપણી જ આસપાસ બનતી તમામ ઘટનાઓ પર જો એક નજર કરવામાં આવે ત્યારે ખ્યાલ આવશે કે લોકો ના માનસિક વિચારશક્તિ કેટલી બધી નબળી થઈ ચુકી છે જેનું સીધું જ પરિણામ રોજ-બરોજ આવતા સમાચારપત્રો અને ટીવી-સ્ક્રિન ના માધ્યમો થકી જ મેળવી શકાય છે અને આવા પ્રકારની ઘટનાઓ કે જેના નાની બાળકી ને પણ અણબનાવની ઘટનાઓ સામેલ હોય છે.

આમતો જોકે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી તો આડોડાટ વાળી દીધો છે સમાજ ને કલંકિત કરતી ઘટનાઓ અને અનેક કિસ્સાઓ આવતા જ રહે છે જેમાં હાલમાં એવો જ એક અણબનાવ બનવા પામ્યો છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો  ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં નવદીપ સોસાયટીમાં રહેતી 17 વર્ષની દીકરીની.

આ નવદીપ સોસાયટીમાં કિશોરીની બાજુમાં રહેતા જ પાડોશીના દીકરો આકાશ એના પર ખુબ ખરાબ નજરે જોતો હતો અને તેની સાથે લગન કરવા માટે પણ દબાણ કરતો હતો. આ અંગેની જાણ કિશોરીની માતાને થઇ તો એની માતા ઠપકો આપવા ગઈ હતી. ત્યારે આકાશે કીધું હતું હવે એ એવું નઈ કરે. તો પણ એ ખુબ ત્રાસ આપતા હતો. પાડોશી માં રહેતા તેમના જ સમાજના ભરતભાઈ મકવાણા,

તેમના પત્ની એવા જયશ્રીબેન, અને તેમનો દીકરો આકાશ જે આ કિશોરીને હેરાન કરતો હતો. અને તે કિશોરીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. કિશોરીની માતાનું કહેવું છે કે કિશોરી 10 ધોરણ ભણીને ઉતરી ગઈ હતી. આકાશ ત્યારથી એને હેરાન કરતો હતો અને આકાશના માતા-પિતાએ દીકરીના ઘરે આવીને લગ્ન કરવાનું દબાણ કર્યું હતું. અને કહ્યું હતું તમારી દીકરીને મારી દીકરા સાથે જ પરણાવી પડશે નહીંતર સુખે જીવવા નહીં દઈએ.”.

પડોશીના આ ત્રાસથી દીકરીનેએ ઘર પણ ફેરવી નાખ્યું હતું. તો પણ આકાશ ત્યાં પણ આંટા મારતો દીકરીને ફરી હેરાન કરતો હતો. આ કારણે ઘરના લોકો ખુબ કંટાળી ગયા હતા. એક દિવસ કિશોરીની માતા અને તેનો ભાઈ શાળાએ સર્ટિ લેવા માટે ગયા ત્યારે દીકરી ઘરે એકલી જ હતી. બરોબર સવારના જ સમયમાં દીકરીએ ઘરમાં જ રૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને ગલેફાંસો ખાય લીધો.

અને પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને માતાને ઘરે આવ્યાબાદ તેને જાણ થઇ અને આ દીકરીના શોકથી માતા તો ત્યાં જ બેભાન થઇ ગઈ. ત્યારબાદ સોસાયટીના લોકો ભેગા થયાને તેના પિતાને જાણ કરી. આ અંગેની જાણ પોલીસને કરી હતી હતી અને દીકરીની માતાનું કહેવું હતું કે આ પાડોશીના ત્રાસને કારણે જ મારી દીકરીએ જીવ ગુમાવ્યો છે તે લોકો ચેનથી જીવવા જ નહોતા દેતા મારી દીકરીને અને અમને પણ.

આ ઘટનામાં દીકરી ની માતાએ પડોશીને એની વિરુધ્ધ ૪ લોકો સામે ફરીયાદ નોધાવી હતી. પોલીસ પોતાનું કામ કરી રહી છે એટલે હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. આશા રાખીયે વધુ માં વધુ ઝડપી ન્યાય મળે અને દોષિત તમામ લોકો ને કડકમાં કડક સજા મળે જેથી ભવિષ્યમાં આ પ્રકારના કોઈપણ કિસ્સાઓ કે ઘટનાઓ બનવા જ ના પામે એવું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પત્નીને એઈડ્સ થતા જ સાળી સાથે પ્રેમ થયો, સાળી અને જીજાજીએ મળીને મહિલાની ચાર્જરના વાયરથી કરી નાખી હત્યા.. રુંવાટા બેઠા કરતો બનાવ..!

હવે તો દરેક પ્રકારના ગુનાઓ એટલી બધી હદે બનવા લાગ્યા છે કે, જેની ન પૂછો …

Leave a Reply

Your email address will not be published.