Breaking News

હવામાન વિભાગે આપી કાતિલ ઠંડીની આગાહી, આ દિવસથી થર થર કંપાવે તેવો બર્ફીલો ઠાર પડશે.. વાંચો.

ગુજરાતમાં હવામાન વિભાગએ આગાહી કરતા જણાવ્યું છે કે આવતા 3 દિવસમાં જ ઠંડી વધવાની પૂરે પૂરી શક્યતા છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ શેવાઈ રહી છે. મહત્વનું છે કે વહેલી સવારથી જ રાજ્યમાં શહેરીજનોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

અને સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. ગુજરાતના નલિયામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. તેમજ વહેલી સવારથી જ કડકડતી ઠંડીની અસર જોવા મળી છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં છે. તેમજ અબડાસા વિસ્તારમાં વહેલી સવારથી ઝાકળનું સામ્રાજ્ય છે.

ગુજરાત રાજ્યમાં અત્યારે ઇશાન દિશા તરફથી પવન પ્રવેશી રહ્યો છે. તેથી તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે,આ વર્ષે ઠંડી તમામ રેકોર્ડ બ્રેક કરી દેશે. આ ઠંડીથી બચવા માટે લોકો સ્વેટર, ધાબળા ,બંડી ,ગોદડા અને તાપણા નો સહારો લેતા પણ નજરે ચડ્યા છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડી નહિવત દેખાય છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માં ઠંડી ભુક્કા બોલાવી રહી છે.તેમજ બંગાળાની ખાડી અને અરબ સાગરમાં લો પ્રેશરના કારણે અમુક જિલ્લામાં વરસાદી માવઠુ ની પણ આગાહી આપવામાં આવી છે. આ માવઠા ના સમાચાર ખેડૂતોને મળતા જ ખેડૂતો મોટી દ્વિધામાં મૂકાઇ ગયા છે.

દિવસેને દિવસે શહેરમાં ઠંડી વધી રહી છે. તેમજ આગામી 24 કલાકમાં અમદાવાદમાં કાતિલ શિયાળો ફરીથી શરૂ થઈ જશે. તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના રહેલી છે. ઠંડી અંગે હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે, આગામી 24 કલાકમાં ઠંડી વધવનાની શક્યતાઓ છે.

અત્યારે ગુજરાતનું નલિયા 7.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર સાબિત થયું છે, જ્યારે આગામી સપ્તાહથી રાજ્યભરમાં ઠંડી વધશે તેવી આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં આગામી એક સપ્તાહ દરમિયાન તબક્કાવાર ઠંડી વધશે અને તાપમાન 13 ડિગ્રી સુધી જઇ શકે છે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 16 ડિસેમ્બરથી લઘુતમ તાપમાન 11 ડિગ્રી જઇ શકે છે. રાજ્યમાં આગામી 3-4 દિવસ લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની શક્યતાઓ નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *