Breaking News

ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી : આ વિસ્તારના લોકો ઠુંઠવાવા માટે તૈયાર રહેજો.! લોહી થીજાવે તેવી ઠંડીનો દોર થશે શરુ..!

ગુજરાતમાં આ વર્ષે ત્રણેય ઋતુઓ ખુબ જ અનિયમિત રહી છે. ચોમાસામાં અતિશય વરસાદ ની સાથે સાથે કમોસમી માવઠાની ઉપાધી.. અને હવે શિયાળામાં ભારે ઠંડીની સાથે કોલ્ડવેવની પરિસ્થિતિ ઉભી થવાનો ડર… હાલ ગુજરાતમાં ઠંડીને રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અતિશય ઠંડીના લીધે લોકો ઘરમાં પુરાઈ રેહવા માટે મજબુર બન્યા છે..

ગયા અઠવાડિયા સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો 10 ડીગ્રી આસપાસ પહોચ્યો હતો. તો આ અઠવાડિયામાં પારો ગગડીને ખુબ જ નીચો આવ્યો છે. અમદાવાદ, નલીયા, ડીસા અને પાટણમાં પણ ઠંડીને ભારે ઝડપ પકડી છે. હાડથીજાવે તેવી ઠંડીની વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી આપી દીધી છે.

ગુજરાતના હવામાન વિભાગે તેમજ જાણીતા હવામાન શાસ્ત્રીઓએ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં હજી પણ વધારે ઠંડી પડશે. કારણ કે ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ,જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષા થઈ છે. જેના પગલે સમગ્ર ભારતમાં અતિશય ભયંકર ઠંડીની મોજું ફરી વળ્યું છે..

ગુજરાતના કચ્છમાં કોલ્ડવેવની પરીસ્થિતિ ઉભી થવાની હવામાન વિભાગે આગાહી આપી છે. હાલ અમદાવાદમાં મીનીમમ તાપમાન 9 ડિગ્રી નોંધાયુ છે તો ગાંધીનગરમાં 7 ડીગ્રીએ પારો પહોચી ગયો છે. જુનાગઢમાં 8 ડીગ્રી તો બનાસકાંઠામાં 7 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી બાજુ દક્ષીણ ગુજરાતના જીલ્લામાં ખાસ ઠંડી જોવા મળી નથી.

દક્ષીણ ગુજરાતમાં સુરતમાં મધ્યમ ઠંડી સાથે તાપમાન 18 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો ભરૂચ અને નર્મદામાં 22 ડીગ્રી આસપાસ નોંધાયું છે. ડાંગ, વલસાડ અને નવસારીમાં પણ ખાસ ઠંડી જોવા મળી નથી. અર્તું આવનાર દિવસોમાં ભારે ઠંડીની આશંકા સેવાઈ રહી છે. અન્ય જીલ્લાઓમાં ઠંડીનું જોર વધતાં નાગરિકો દિવસે પણ ગરમ કપડાં પહેરવા મજબૂર બન્યાં છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ પણ આગામી ત્રણ થી ચાર દિવસ સુધી ભારે ઠંડીનું જોર ચાલુ રહેશે. કચ્છના નલિયા વિસ્તારમાં તો તાપમાનનો પારો ગગડીને 4 ડિગ્રીએ પહોંચી જતા જ લોહી થીજાવે તેવી ઠંડી પાડવા લાગી છે. નલીયા ગુજરાતનું સૌથી વધારે ઠંડુ શહેર છે. તેથી ત્યાં દર વર્ષે ખુબ વધારે ઠંડીનો અનુભવ થતો જોવા મળે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *