Breaking News

ટેમ્પો ઉભો રખાવીને બે લોકોએ કુલ 1200 લીટર દૂધ રોડ ઉપર ઢોળી નાખ્યુ, ઘટના પાછળનું કારણ જાણીને દૂધનો ઘૂંટડો નીચે નહી ઉતરે..!

ખાવા પીવાની દરેક ચીજ વસ્તુઓ સંપૂર્ણ રીતે શુદ્ધ તેમજ સ્વાદમાં સારી હોય તો લોકોએ ખર્ચલા રૂપિયાનું તેમને પૂરેપૂરો વળતર મળ્યું હોય તેવું કહી શકાય છે, પરંતુ આજકાલના સમયમાં શુદ્ધ ચીજ વસ્તુઓના નામે એવી ભેળસેળ કરેલી ચીજ વસ્તુઓ પકડાવી દેવામાં આવતી હોય છે અને ગ્રાહકની સાથે ઘણા બધા લોકો છેતરપિંડી પણ કરે છે..

અત્યારે રાજસ્થાનના અલવર શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા કિશનગઢ પાસેના બાવળા ગામમાં સવારના સમયે જ અંદાજે 1200 લિટર જેટલું દૂધ રોડ ઉપર ઢોળી નાખવામાં આવ્યું હતું. ઘટના સામે આવતા જ દરેક લોકો માથું ખંજાળવા લાગ્યા છે, એને વિચારવા મજબૂર બન્યા કે, આખરે શા માટે તેઓ 1200 લીટર જેટલું દૂધ રોડ ઉપર ઢોળીને બગાડ કરી નાખ્યો છે..

કદાચ આ દૂધ જો કોઈ ગરીબ વ્યક્તિ તેમજ જરૂરિયાતમંદના પેટની અંદર જાય તો જે તે વ્યક્તિ તેમને સારા આશીર્વાદ આપે છે. પરંતુ 1200 લીટર દૂધને આવી રીતે રોડ ઉપર ઢોળી દેવાની ઘટનાએ બિલકુલ ખોટી છે. પરંતુ જ્યારે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે ત્યારે ખબર પડી કે, સવારના સમયે સરસ ડેરી તેમજ ફૂડ વિભાગની ટીમ બે ટેમ્પોની પાછળ રંગે હાથે પાછળ પડ્યા હતા..

તેમને બાતમી મળી હતી કે, આ પીકઅપ ટેમ્પોની અંદર હજારો લીટરની સંખ્યામાં દૂધ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યું છે. તે દૂધની અંદર ઘણી બધી ભેળસેળ પણ કરવામાં આવી છે, જો આ દૂધને કોઈ વ્યક્તિ રોજબરોજ પીશે તો તેને કેન્સર જેવી ભયંકર બીમારી થવાની પણ સંભાવના રહેલી છે..

ફૂડ વિભાગના અધિકારીઓ તાત્કાલિક માહિતી મળતાની સાથે જ ખૂબ જ સાવચેત થઈ ગયા હતા અને તરત જ તેઓએ આ મહિલાને પકડી પાડી ઘટના પાછળ જોડાયેલા લોકોનો પરદાફાશ કરવા માટે કામગીરી પણ શરૂ કરી દીધી હતી. અંદાજે બે જેટલા પીકપ ટેમ્પો આ દૂધને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા..

ત્યારે ફૂડ વિભાગના અધિકારીઓએ ટેમ્પોનો પીછો કર્યો હતો, જેમાંથી એક ટેમ્પો રખાવવામાં આવ્યો અને તેમની અંદર રહેલા અંદાજે 1200 લીટર જેટલા દૂધમાંથી જુદા-જુદા સેમ્પલ મેળવીને તેની તપાસ પણ કરવામાં આવી, જેમાંથી દરેક સેમ્પલમાં અંદાજે 60% કરતાં પણ વધારે મિલાવટ દેખાઈ આવી હતી..

અને આ મિલાવટ એટલી બધી હાનિકારક હતી કે, જો કોઈ વ્યક્તિને પીવે તો તેને ખૂબ જ ગંભીર બીમારી થવાની પણ સંભાવના રહે છે. એટલા માટે દૂધના આટલા મોટા જથ્થાને રોડ ઉપર જ વહાવી દઈને તેને સ્થળ ઉપર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. એક પીકપ ટેમ્પોની અંદરથી 1200 લીટર જેટલું દૂધ મળી આવ્યું હતું..

જ્યારે બીજો પીકપ ટેમ્પો વિભાગના અધિકારીઓના હાથે ચડ્યો નથી અને તે ભાગવામાં સફળ થઈ ગયો છે. પરંતુ તેને પકડવા માટે અન્ય ટીમોને પણ મોકલી દેવામાં આવી છે. જેને પણ પકડી લેવામાં આવશે, આ પિકઅપ ટેમ્પો માંથી નકલી દૂધ મળતા જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ઘટના પાછળ જોડાયેલા ત્રણ થી ચાર લોકોને પકડી પાડવામાં આવ્યા છે..

તેઓ ખૂબ જ મોટી ડેરીના નામથી નકલી દૂધનો ધંધો કરતા હતા અને ઓછા સમયની અંદર વધારે પૈસા કમાવવાની લાલચમાં આ કારનામાઓ સાથે જોડાઈ ગયા હતા. પરંતુ અત્યારે પોલીસની કડક કાર્યવાહીથી ઘરના સાથે જોડાયેલા તમામ લોકો પોપટ બની ગયા છે. અને પોલીસના સવાલના સાચે સાચા જવાબ આપવા લાગ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *