Breaking News

‘તારું બીજા સાથે લફરું ચાલે છે, તું 50 હજાર આપીને છુટાછેડા આપી દે’ કહીને પતિ અને સાસુ ત્રાસ આપતા, અને પરણીતાએ એક દિવસ ભરી લીધું આ મોટું પગલું..!

કેટ કેટલીક પરણીતાઓને આજકાલ સાસરિયાંઓનું ખૂબ જ માઠુ સહન કરવાનો વારો આવતો હોય છે. ક્યાંકને ક્યાંક સમજણ ના અભાવને કારણે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ ઉત્પન્ન થાય છે. અથવા કોઈની ચડીયામણીના કારણે પતિ અને પત્ની ઝઘડી પડતા હોય છે.

આ તમામ પગલાંઓને લઈ પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક આખરે એવા મોટા પગલાં તરફ પણ પ્રેરાતા હોય છે. હાલ રાજકોટના વિરાણી ચોક નજીક રામકૃષ્ણ નગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીની અંદર ભાડાના મકાનમાં રહેતી 25 વર્ષની એક પરિણીત મહિલાએ ગળા ફાંસો ખાઈને કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ સાહસ દાખવી અને તેની બહેનપણી ત્યાં પહોંચી જતા તેને તાત્કાલિક બચાવી લઈને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. ત્યારબાદ તેણે આ પગલું શા માટે ભર્યું છે. તેની ખુલાસે વાતચીત કરવામાં આવી હતી. આ પ્રણિતાના લગ્ન સાત વર્ષ પહેલા જ્ઞાતિના રીતે રિવાજ મુજબ સંજયભાઈ ચૌહાણ નામના વ્યક્તિ સાથે થયા હતા..

આ પરણીત મહિલાનું નામ જ્યોત્સનાબેન છે. અને તેઓ રામકૃષ્ણ નગર સોસાયટીમાં ભાડે રહેતા અને તેઓ થોરાડમાં સાસરુ ધરાવતા હતા. લગ્નના શરૂઆતના વર્ષોમાં તો લગ્નજીવન ખૂબ જ સારું ચાલ્યું પરંતુ લગ્નના છ વર્ષ બાદ તેની સાસુ અને તેનો પતિ તેને ત્રાસ પહોંચાડવા લાગ્યા અને કહેતા કે તને સંતાન થતું નથી..

તું 50,000 રૂપિયા આપીને છૂટાછેડા આપી દે વગેરે વગેરે ટોણા મારતા હતા. જેને કારણે આ પરણીતા એક ગેસ્ટ હાઉસમાં અલગ રહેવા માટે ચાલી ગઈ હતી. અને ત્યાં તે બ્યુટી પાર્લરનું કામકાજ કરી અને ગુજરાત ચલાવતી હતી. આ પરણીતા પોતાનો સાસરુ મૂકી દીધું હતું છતાં પણ તેનો પતિ તેને ફોન કરતો અને કહેતો કે તારે બીજા કોઈ વ્યક્તિ સાથે લફરું ચાલી રહ્યું છે..

આ ઉપરાંત તે જ્યોત્સના બહેન ઉપર ખૂબ જ શંકા પણ કરવા લાગ્યો હતો. આ પરણીત મહિલા ખૂબ જ કંટાળી ગઈ હતી. અને અંતે તેઓએ આપઘાત જેવું પગલું ભરી લીધું હતું. પરંતુ સદનસીબે જ્યોત્સના બહેનની બહેનપણી જાગૃતિ બહેન ત્યાં આવી પહોંચતા તેઓનો જીવ બચી ગયો છે..

પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જ્યોત્સના બેનનું નિવેદન નોંધીને જરૂરી તાજવીજ હાથ ધરી છે. હકીકતમાં જો વાણીમાં વિવેક રાખવામાં આવે તેમજ પુત્રવધુ અને સાસરિયાંઓ વચ્ચે ખૂબ સારી સમજણ હોય તો ક્યારેય આવા બનાવો બનતા નથી. પરંતુ જ્યારે જોઈએ ત્યારે બંને વચ્ચે ઝઘડા જ થતા હોય તો ક્યાંકને ક્યાંક એક દિવસ કંટાળીને જે તે વ્યક્તિ આવું મોટું પગલું ભરી લેતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *