‘તારો ફોન શા માટે સ્વીચ ઓફ આવતો હતો’ કહીને પિતાએ તેની જુવાન દીકરીને ઠપકો આપ્યો, દીકરીએ દરવાજો બંધ કરીને ભરી લીધું આ મોટું પગલું.. જાણો…!

આજની યુવાન પેઢી પોતાની સહનશક્તિને ભૂલી ગઈ છે. નાના બાળકોથી લઈને યુવાનો નાની-નાની વાતમાં ખોટું લગાડીને પોતાની સાથે ગંભીર ઘટના ઘડી રહ્યા છે. તમને ઘણા બધા વિસ્તારોમાંથી આવી ઘટનાઓ જોવા અને સાંભળવા મળતી હશે. દીકરા દીકરીઓ મોટી ઉંમરના વ્યક્તિઓને જોઈને થોડી પણ મુશ્કેલી પોતાના પર આવતા પોતાના જીવન ગુમાવીને તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.

આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના વલસાડના પારડીમાં બની હતી. ખડકી ગામના વચલા ફળિયામાં રહેતા પરિવારની દીકરીએ પોતાની સાથે ઘટના ઘડી નાખી હતી. પરિવારની દીકરી તેમના માતા-પિતાની ખૂબ જ લાડકી દીકરી હતી. પિતાનું નામ ગણેશભાઈ બાલુભાઈ પટેલ હતું. તેમની ઉંમર 17 વર્ષની હતી.

અને તેમની દીકરીનું નામ મોહિની હતું. મોહિની તેમના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતી હતી. મોહિનીએ 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે પરિવારને આર્થિક મદદ માટે રેટલાવમાં ચાલી રહેલા સીવણ ક્લાસમાં તે નોકરીએ જતી હતી.

સીવણ ક્લાસમાં નોકરી કરીને તેમાંથી મળતા પૈસા તેના પિતાને આપતી હતી. મોહિની દરરોજ સવારના સમયે સીવણ ક્લાસએ જતી હતી અને સાંજ થતા ઘરે પરત આવતી હતી. એક દિવસ તેના પિતાએ મોહિનીને કોઈ કામ હોવાને કારણે ફોન કર્યો હતો. તે સમયે મોહિનીએ ફોન ઉપાડ્યો ન હતો અને મોહિનીનો ફોન સ્વીચ ઓફ હતો.

તેના પિતાને ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જેના કારણે સાંજ થતા મોહિની ઘરે પરત આવી હતી. તે સમયે પિતાએ કહ્યું કે, ‘ફોન શા માટે સ્વીચ ઓફ આવતો હતો’ તેમ કહીને ઠપકો આપ્યો હતો. જેના કારણે મોહિનીને ખૂબ જ ખોટું લાગી ગયું હતું. મોહિની બીજા દિવસે સવારે નોકરીએ ગઈ ન હતી અને માતા-પિતા નોકરીએ ગયા હતા.

મોહિની ઘરે રહી હતી. તે સમયે મોહિનીએ ઘરનો દરવાજો બંધ કરીને કર્યું એવું કે થોડા સમય બાદ તેની પાડોશમાં રહેતી બહેનપણી તેના ઘરે આવી હતી. બહેનપણીએ જોયું તો તે આઘાતમાં બૂમ પાડી બેઠી હતી. જેના કારણે આસપાસના લોકો મોહિનીના ઘરે પહોંચ્યા હતા. સૌ કોઈ લોકોએ જોયું તો મોહિની રૂમમાં લટકી રહી હતી.

મોહિનીએ આપઘાત કરી દીધો હતો અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જેના કારણે તેના માતા-પિતાને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આસપાસના લોકોએ તરત જ પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરી હતી. જેના કારણે પોલીસ પણ તેના માતા પિતાની સાથે ઘરે આવી હતી. માતા-પિતાને ખૂબ જ દુઃખ થયું હતું.

મોહિનીને આગલા દિવસની રાતે ઠપકો આપવાને કારણે મોહિનીએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. મોહીનીને માઠું લાગી જતા તેણે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના ખૂબ જ કરુણ બની ગઈ હતી. પોલીસ પણ આ ઘટનાની તપાસ કરી રહી હતી. આજકાલ નાની ઉમરના કિશોર-કિશોરીઓ થોડી પણ માતા-પિતાની વાતનું ખોટું લગાડીને આવી ઘટનાઓ કરીને પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment