Breaking News

‘તારો બાપ સરકારી નોકરી કરે છે, તને પૈસા આપશે’ કહીને સાસરીયાઓ પરણીતાને ત્રાસ પહોચાડતા, એક દિવસ પરણીતાએ કર્યું એવું કે જોઈને આંખે અંધારા આવી જશે..!

સાસરીયા વાળાના ત્રાસને કારણે વધુ એક પુત્ર વધુએ પોતાના જીવને ટૂંકાવી દીધો છે. અને મોતને વ્હાલું કરી લીધું છે. તો હાલ ખુબ જ ચોંકાવનારો બનાવ મધ્ય ગુજરાતના ચાંદખેડા વિસ્તારમાંથી સામે આવ્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રોશની નામની મહિલા રહેતી હતી. તેણે 2020 ની સાલમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા હિતેશ નામના એક યુવક સાથે સમાજની રીતે રિવાજ મુજબ લગ્ન કર્યા હતા..

લગ્ન થયા બાદ લગ્નજીવન ખુબજ સારું ચાલતું હતું. પરંતુ તેઓ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોવાથી તેના દિયર તેમજ સાસુ સસરા તેને ત્રાસ પહોંચાડવા લાગ્યા હતા. નાની નાની બાબતોને લઈને ટોકટોક કરતા હતા. તેમજ સાસુ સસરાની ચડામણી સાંભળીને તેનો પતિ અને તેનો દિયર ખૂબ જ ગંદી ગંદી ગાળો આપીને ઢોરવાર મારતા હતા..

રોશની નામની આ પરણીતા જ્યારે તેના પિતાના ઘરે આવે ત્યારે તે તેના પિતાને સામે રડતી રડતી સાસરીયાઓના ત્રાસનની તમામ વાતચીત કરતી હતી અને કહેતી કે તેઓ તેને માનસિક અને શારીરિક ત્રાસ પહોંચાડી રહ્યા છે. તે નવ મહિનાથી બીમાર હતી. છતાં પણ તેના સાસરિયાઓએ તેની સારવારને લઈને કોઈ પણ પગલા પડ્યા હતા નહીં..

તેમજ તેને દવા પણ લઈ દેતા હતા નહીં. આ ઉપરાંત જ્યારે પણ રોશનીને કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે પૈસાની જરૂર હોય ત્યારે તેના સસરા કહેતા કે, તારો બાપ સરકારી નોકરી કરી રહ્યો છે. તેની પાસે ખૂબ વધારે પૈસા છે. તેના ઘરેથી લઈ આવજે અને તારે જે ચીજ વસ્તુ જોઈએ તે લઈ લેજે. આ ઉપરાંત તેનો પતિ પણ તેના પિતા પાસેથી પૈસા લાવવા માટે દબાણ કરતો હતો..

આ ઉપરાંત તેનો દિયર ઘરકામમાં અવારનવાર તકરાર કરીને આ મહિલા સાથે લડાઈ ઝઘડો કરવા લાગતો હતો. એક દિવસ આ મહિલાને તેના પતિ હિતેશે જણાવ્યું કે, મને તારા ઉપર ખૂબ શંકા અને વહેમ છે. તો તારી ચાલ બદલી નાખજે નહીં તો હું તને જાનથી મારી નાખીશ. મહિલાનો પતિ છૂટક મજૂરી કામ કરતો હતો.

એટલા માટે તે અવાર નવાર પૈસાની જરૂર પડી અત્યારે મહિલાના પિતા પાસેથી પૈસા લેવા માટે દબાણ આપતો હતો. એક દિવસ પહેલા આ તમામ બાબતોથી કંટાળી જઈને પોતાના સાસરિયાંઓને સીધા દોર કરી દેવા માટે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પરિવારજનોને જાણ થઈ કે, તેમની પુત્ર વધુ આત્મહત્યા કરી છે..

ત્યારે તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. એવામાં મહિનાના પતિ હિતેશે તેના સસરાને ફોન કરીને જણાવ્યું કે, તમે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ આવી જાઓ. કારણ કે તમારી દીકરી આપઘાત કરી લીધો છે.

આ સમાચાર સાંભળતા જ મહિલાના પિતા સમજી ગયા કે નક્કી તેમની દીકરીએ તેમના સાસરીયાઓના ત્રાસની કારણે જ આ પગલું ભર્યું છે. અને તેના જીવની પાછળ તેના સાસરિયાના તમામ લોકો જવાબદાર છે. એટલા માટે તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં તમામ સાસરીયા લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેને કારણે સાસરીયાના તમામ લોકો દોડતા થયા છે. હકીકતમાં જો તેઓ રાજી ખુશીથી મસ્તી કરતી જીવન જિંદગી જીવતા હોતતો આજે આ મામલો બન્યો ન હોત.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.