Breaking News

‘તારે જીવવું હોઈ તો 50 હજાર આપવા પડશે’ કહીને માથાફરેલ ગુંડાએ છરી દેખાડી, યુવક બે હાથ જોડી કગરતો રહ્યો અને…!

રોજ રોજ ચોરી લૂંટફાટ અને ધાક ધમકી આપીને લુંટ કરનાર લોકોની દાદાગીરી વધતી જાય છે. ગઈકાલે જામનગરના ખંભાળિયા તાલુકાના ગામમાંથી એક અજાણ્યા યુવકે દાદાગીરી કરવાની શરૂ કરી દીધી હતી. હવે પોલીસનો પણ ડર રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેઓ મન થાય તેમ વર્તન કરી રહ્યા છે.

અને ખુલ્લેઆમ ફરી રહ્યા છે. સલાયા ગામમાં એક યુવક રહે છે. આ યુવકનું નામ રજાક છે. રજાક જે વિસ્તારમાં રહે છે. તે જ વિસ્તારની અંદર રિઝવાન સંધાર નામનો એક યુવક રહે છે. એક દિવસ રીઝવાને રજાકને છરી દેખાડી હતી. અને કહ્યું કે જો તને જીવવું હોય તો તારે મને 50000 રૂપિયા આપવા પડશે..

આ ઘટના જ્યારે બની ત્યારે રિઝવાનની સાથે સાથે તેના બે મિત્રો આબિદ અને આમીન પણ હાજર હતા. આબિદ અને આમીને પોતાના મોબાઈલ ફોનની અંદર આ ઘટનાનો વિડીયો ઉતારી રહ્યા હતા. જેમાં રિઝવાન રજાક નામના યુવકને 50,000 રૂપિયા આપવાને લઈને છરી બતાવી રહ્યો હતો..

એક બાજુ રજાક પોતાની જિંદગીનો ભીખ માંગીને બંને હાથ જોડી રીઝવાનની સામે કરગરી રહ્યો હતો. તો બીજી બાજુ રિઝવાન જોર જોરથી ખરાબ વર્તન કરીને પૈસાની માંગણી કરતો હતો. આ ઉપરાંત તેણે અન્ય કેટલાય લોકોને મોતનો ભય દેખાડીને બળજબરીપૂર્વક પૈસા પડાવ્યા છે.

તેમજ વારંવાર મારપીટ કરવી અને ધમકીઓ આપીને કેટલા લોકોને ડરાવ્યા છે જ્યારે સલાયા પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ થઈ ત્યારે પોલીસે આ વીડિયોને વાઇરલ કર્યા હતા અને તાત્કાલિક આ ઘટનામાં સામેલ નામના યુવકને પકડી પાડ્યો હતો. રિઝવાન ના યુવકે કેટલા યુવકોને પોતાના ભોગ બનાવીને જુદી જુદી રીતે પૈસા પડાવી લીધા છે..

પોલીસે આરોપીઓને પકડી પાડી તેમની સામે 386, 448, 504, 506, 114 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ તેને આ ઘટનામાં મદદરૂપ બનનાર આલી મામદ અને યાસીન નામના યુવકની પણ અટકાયત કરવામાં આવી છે. આ લુંટારાઓને બરાબરનું મેથીપાક ચખાડવામાં આવશે જેથી કરીને તે શહેરના લોકોને શાંતિથી જીવવા દે તેમ જ ક્યારેય પણ અશાંતિનો માહોલનો ફેલાય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *