Breaking News

‘તને જમીનમાં ભાગ નહી મળે’ એમ કહીને દિયર અને ભત્રીજાએ વિધવા મહિલા ઉપર ધારિયાથી વાર કર્યો, પતિના મોત બાદ દિયર દાદુ બન્યો..!

આજકાલ ઘરેલુ મામલામાં પણ વાત મારા મારી અને હ.ત્યા સુધી પણ પહોંચી જાય છે અને જોતજોતામાં આ મારામારીની અંદર કોઈ વ્યક્તિએ માટે લાગી જાય તો સહન ન થતા અંતે તેઓ આકાર પણ કરી લે છે. હકીકતમાં પરિવારમાં જે એકતા અને સમાનતા હોવી પડે તેવી હવેના સમયમાં ક્યાંક ને ક્યાંક તે દેખાઈ આવતી નથી..

જેના કારણે પરિવારમાં એકબીજા સભ્યો પ્રતિ મનમાં ખટાશ ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી એકબીજા સાથે ઝઘડાઓ પણ થવા લાગે છે. સગા ભાઈઓમાં પણ ખૂબ મોટી દુશ્મનાવટો થઈ જતી હોય જેના કારણે પરિવારનો માળો વિખેરાતો પણ સામે આવતો હોય છે. હાલ આનંદના સંદેશર ગામમાં આ પ્રકારનો જ એક મામલો સામે આવ્યો છે..

સંદેશર ગામની સ્કૂલની પાછળ ભારતીબેન દિનેશભાઈ પરમાર રહે છે. જેમની ઉંમર 42 વર્ષની છે. આજથી ચાર વર્ષ પહેલા તેમના પતિનું અવસાન થયું હતું. એટલા માટે તેઓ પોતાના દીકરા અંશ સાથે રહેતા હતા. તેમના પતિ દિનેશભાઈના મૃત્યુ બાદ તેઓ ખૂબ જ એકલા હતા. દિનેશભાઈના નાનાભાઈ બાબુભાઈ પરમાર તેની વિધવા ભાભીને મદદ કરવાને બદલે દિન પ્રતિદિન હેરાનગતિ પહોંચાડવા આવી જતા હતા..

એક દિવસ ભારતીબેન તેમના ઘરે પોતાની નાની બહેન સાથે હતા એ વખતે રાત્રેના 12:00 વાગ્યા આસપાસ તેનો દિયર બાબુભાઈ સનાભાઇ પરમાર તેમજ તેનો ભત્રીજો હિતેશ પરમાર અને લક્ષ્મી પરમાર પણ તેના ઘરે  ઘુસી આવ્યા હતા અને જોર જોરથી ગાળો બોલવા લાગ્યા અને કહ્યું કે, તને ખેતીની જમીનમાંથી કોઈ પણ ભાગ આપવાનો નથી…

એમ કહીને ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. અને આ ઝઘડાની અંદર તેણે ભારતીબેનને ધારિયાના ઘા પણ જિંદગી દીધા હતા. ભારતીબેનના દિયર બાબુભાઈ સનાભાઇ પરમાર એટલા બધા ગુસ્સે ભરાઈ ગયા હતા કે, તે મન ફાવે તેમ વર્તન કરી ધારિયા વડે માર મારવા લાગ્યા હતા. ભારતીબેનને બચાવવા માટે તેમના નાના બહેન તેજલ બેન પણ આ ઝઘડામાં વચ્ચે પડ્યા હતા..

તેમને પણ માતાના ભાગે ધાર્યું વાગી ગયું હતું. આ બંને બહેનો ખૂબ ઈજાગ્રસ્ત થઈ જતા તેઓ ત્યાં નીચે પડી ગયા હતા. ત્યારબાદ આ ત્રણેય વ્યક્તિઓ ગાળા ગાળે કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા. ભારતીબેન અને તેમની નાની બહેન તેજલ બહેન બંનેને કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે..

ત્યારબાદ ભારતી બહેને વિદ્યાનગર પોલીસમાં તેમના દિયર બાબુભાઈ પરમાર તેનો ભત્રીજો હિતેશ પરમાર અને લક્ષ્મી પરમાર સામે ગુનો નોંધાવ્યો છે. અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પોતાના સગા મોટાભાઈના મૃત્યુ બાદ પોતાની ભાભીને સપોર્ટ તેમજ દરેક વાતચીતમાં સમર્થન કરવાને બદલે ભાગમાં આવતી જમીનને પણ આપી દેવાની ના પાડીને દિયર દાદુ બની ગયો હતો..

દિનેશભાઈ પરમાર ના મૃત્યુ બાદ ભારતીબેનનો દિયર બાબુભાઈ સનાભાઇ પરમાર દાદુ બનીને દાદાગીરી કરવા આવી ગયો હતો. અને આ મારામારી કરી ન કરવાના કામો કરી બેસ્યો છે. ભરતી બહેનની ફરિયાદને આધારે તપાસ ચલાવવામાં આવશે અને ખોટી રીતે દાદાગીરી કરનાર વ્યક્તિની સામે પગલા પણ ભરવામાં આવશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

4 સંતાન હોવા છતાં પણ મહિલા એક સાથે અન્ય 2 યુવકો સાથે પ્રેમચાળાઓ ચલાવતી, પતિને ખબર પડતા જ થયું એવું કે સૌ કોઈ ફફડી ઉઠ્યા..!

આજકાલની રોજિંદી જિંદગીમાં કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા આપણે સૌ વખત વિચાર કરવો પડે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *