તલાવડીમાં નાહવા પડેલા 3 સગા ભાઈ-બહેન સાથે કુલ 5 બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા, પરિવારોનું હૈયાફાટ રુદન જોઈને ધમધમી જશો..!

હાલના સમયમાં નાના બાળકો સાથે ઘણી બધી ગંભીર ઘટનાઓ બની રહી છે. નાના માસુમ બાળકો સાથે ગંભીર ઘટનાઓ બનતા પરિવાર આઘાતમાં મુકાઈ જાય છે. માતા પિતા પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. માતા પિતાની નજર ન રહેતા બાળકો સાથે ઘણી બધી ગંભીર ઘટનાઓ બની જાય છે. આવી ઘટનાઓ નાના બાળકો સાથે બનતા બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

આજકાલ આવી ઘટનાઓ બનતા ઘણા બધા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બાળકો પોતાની રમત રમતમાં ઘણી બધી ગંભીર દુર્ઘટનાઓને સર્જી રહ્યા છે. હાલમાં જ આવી એક ઘટના સામે આવી હતી. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મેથાણ અને સારવાળ ગામની વચ્ચે આ ઘટના બની હતી.

મેથાણ અને સારવાળ ગામની વચ્ચે આવેલા તળાવમાં 5 બાળકો નાહવા પડ્યા હતા. આ 5 બાળકો ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા મેથાણ ગામના હતા. મેથાણ ગામની બાજુમાં આવેલી તલાવડીમાં ચોમાસાની સિઝનને કારણે ખૂબ જ પાણી ભરાયું હતું અને આ પાણીમાં બાળકો નાહવા માટે પડ્યા હતા. તેમાં ચાર દીકરી હતી અને એક દીકરો હતો.

બાળકો પોતાના ઘરેથી કહ્યા વગર રમવા નીકળી ગયા હતા. તેને કારણે ઘરના લોકો બાળકોને શોધી રહ્યા હતા. આ 5 બાળકો તલાવડીમાં નાહવા માટે ગયા હતા. જેને કારણે બાળકો પાણીમાં ડૂબા લાગ્યા હતા અને તળાવની આસપાસ કોઈપણ ગામના લોકો કે કોઈ પરિવારના લોકો ન હતા. તેને કારણે બાળકો આ તલાવડીમાં ડૂબી ગયા હતા.

બાળકોના ડૂબી જવાથી એકસાથે ગામના પાંચ બાળકોને મૃત્યુ થઈ ગયા હતા. બાળકોના મૃત્યુની જાણ તળાવની આસપાસથી પસાર થતાં ગામના એક વ્યક્તિએ તળાવમાં આ પાંચ લાશોને જોઈને તેમના પરિવાર આ લોકોને આ ઘટનાની જાણ કરી હતી. પરિવાર દોડતું દોડતું તરત જ તળાવના કાંઠે પહોંચી ગયું હતું. અને તેમના પાંચે બાળકોના મોતથી તે આઘાતમાં આવી ગયું હતું.

ત્યારબાદ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ તે તરૈયાઓની મદદથી ત્રણ પાંચે બાળકોની લાશને બહાર કાઢવામાં આવી હતી અને આ ઘટનાથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ગામના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. એક સાથે ગામના પાંચ બાળકોના જીવ ગયા હતા. આ ઘટના બનતા પરિવારના સભ્યોએ પોતાના દીકરા દીકરીને ગુમાવ્યા હતા.

આજકાલ આવી ઘટનાઓ બનતા સૌ કોઈ લોકોને પોતાના બાળકોને બહાર એકલા રમવા માટે ન જવા દેવા જોઈએ. અને માતા પિતાએ પોતાના બાળકોને ખૂબ જ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ માતા-પિતાનું ધ્યાન ન રહેતા બાળકો રમવા દૂર જતા રહે અને આવી ઘટનાઓને આમંત્રિત કરી રહ્યા હોય છે. રમત-રમતમાં બાળકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment