નાના બાળકોને સાચવવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. કારણ કે તેઓ કોઈને કોઈ કારણે અવાવરું જગ્યાએ ન કરવાની હરકતો કરી બેસતા હોય છે. પૂરતી સમજ ન હોવાને કારણે તેઓ એકલા એકલા કયું પગલું ભરી લે તે નક્કી હોતું નથી. સુરતના સચિન વિસ્તારમાં આવેલ આ તળાવ પાસે હાલ એવી ઘટના બની છે..
ઊન વિસ્તારના સિદિકનગર અને સાંઈનગર ઝૂપર પટ્ટી માં અજમેર શાહીમ અન્સારી અને પઠાણ આબિદ અમજદ નામના બે મિત્રો રહેતા હતા. આ બંને મિત્રો એક દિવસ રાત્રે જમીને કંઈક ચાલ્યા ગયા હતા. ઘણા સમય બાદ પણ તેઓનો કોઈ અત્તોપત્તો ન મળતા પરિવારજનોએ આ બાળકોની શોધખોળ કરવાની શરૂ કરી હતી…
શોધી શોધીને થાકી ગયા પરંતુ આ બંને બાળકોનો આતો પત્તો મળ્યો ન હતો. એટલા માટે તેઓ અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે અચાનક જ આ બંને બાળકો ગુમ થઈ ગયા છે. ફરિયાદ મળતા પોલીસે સ્થાનિક વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. એવામાં સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક તળાવ પાસેથી રાત્રિના સમયે બાળકના કપડા મળી આવ્યા હતા…
એટલા માટે શંકા પડી કે આ બાળકો કદાચ આ તળાવમાં નાહવા પડ્યા હશે. તરવૈયાઓની મદદ લઈને તળાવના પાણીમાં શોધખોળ કરવાની શરૂ કરી પરંતુ તળાવમાં કશું જ મળ્યું ન હતું. બીજા દિવસે સવારે ફાયર વિભાગે આ શોધખોળ હાથ ધરી હતી. અને તળાવમાં બોટની મદદથી આ બાળકોને શોધવાનું શરૂ કર્યું હતું..
આ બાળકોની ઉંમર અંદાજે ૧૩ અને ૧૪ વર્ષ હોવાનું સામે આવ્યું છે. બાળક ગુમ થયાના દસ કલાક વીતી ગયા હતા છતાં પણ આ બાળકોની શોધખોળ થઈ ન હતી માત્ર ને માત્ર તળાવને કિનારે મળેલા કપડાને આધારે આ બાળકની શોધ કરવામાં આવી રહી હતી. દસ કલાકની મહેનત બાદ ફાયરના જવાનોએ આ બંને બાળકોની લાશ તળાવમાંથી શોધી કાઢી હતી..
આ બનાવ બન્યા બાદ પરિવાર પર આફતના વાદળો ઘેરાયા હતા કારણ કે બંને પરિવારના એકના એક જ દીકરા હતા અને બંનેના મૃત્યુ એક સાથે થવાથી આસપાસના વિસ્તારમાં પણ અરેરાટી મચી ગઇ હતી. સૌ કોઈ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે નજીકના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને ફરિયાદ ને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે..
આ બંને બાળકોના મૃતદેહ મળી આવતા પરિવારજનોનું હૈયાફાટ રૂદન સામે આવ્યું હતું. આ તળાવને નજીક અન્ય કોઈપણ બનાવ બને અને પરિવાર તળાવના પાણીમાં કોઈપણ વ્યક્તિ નાહવા માટે ન જાય એ માટે સ્થાનિક લોકોએ જરૂરી પગલા લેવાને તંત્રને માંગ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]