ઉનાળાના સમયમાં બાળકોને સ્કૂલમાં વેકેશન પડે છે. વેકેશન પડતાની સાથે જ બાળકો ખૂબ જ ખુલ્લા મને હરવા ફરવા લાગે છે. વેકેશન પડતાની સાથે જ બાળકો સાથે અણબનાવ બનવાના શરૂ થઈ ગયા હતા. જેમાં વધારે એક પણ બનાવ સુરેન્દ્રનગરના હળવદમાંથી સામે આવ્યો છે.. આ અગાઉ વડોદરાથી એક બનાવ સામે આવ્યો હતો..
જેમાં બાળકો રમતા રમતા ગરમી થતા નદીમાં ન્હાવા પડયા હતા અને એક પછી એક એમ કુલ ચાર બાળકો નદીમાં તણાઇ જતા મૃત્યુ પામ્યા હતા અને હાલ હળવદ શહેરમાં સામંતસર તળાવ આવેલું છે. જેમાં એક બાર વરસનો બાળક ડૂબી જતાં મૃત્યુ થયું છે. હળવદ શહેરમાં ખારીવાડી વિસ્તારમાં પ્રજાપતિ પરિવાર રહે છે..
પરિવારના મોભી દિનેશભાઈ પ્રજાપતિનો દીકરો સિદ્ધાર્થ તેના બે મિત્રો સાથે સામંતસર તળાવ કાંઠે રમવા માટે ગયો હતો. ત્રણ મિત્રો ત્યાં રમી રહ્યા હતા એવામાં એક મિત્રએ દડો ઘા કર્યો હતો. જે પાણીમાં પડ્યો હતો. એટલા માટે આ દડાને લેવા સિદ્ધાર્થ તળાવના ઉંડા પાણીમાં જવાની કોશિશ કરતો હતો.
જેમાં તેનો પગ લપસતાં તે તળાવના ઉંડા પાણીમાં ખાબક્યો હતો. અને ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ બનતાની સાથે જ સિદ્ધાર્થ અને અન્ય બે મિત્રો ખૂબ જ ડરી ગયા હતા અને જોરજોરથી તેના મિત્રને બચાવવા માટે મદદની પોકાર પાડી રહ્યા હતા. પરંતુ આસપાસના લોકો તેને બચાવવા આવે એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું..
તાબડતોબ આ બંને મિત્રો દોડતા દોડતા તેના પરિવારજનોને આ બાબતની જાણ કરવા પહોંચી ગયા હતા. જાણ થતાની સાથે જ પરિવારના તમામ લોકો તળાવકાંઠે દોડી આવ્યા હતા. અને તરવૈયાઓની મદદથી તેમજ હળવદ પાલિકાઓની મદદ લઈને તેમના બાળકને શોધખોળ કરવાની શરૂ કરી દીધી હતી.
લાંબી શોધખોળ બાદ સાંજના સમયે સિદ્ધાર્થ તળાવના પાણીમાંથી મળી આવ્યો હતો. તેની લાશને તળાવના ઉંડા પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેને હળવદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે..
હકીકતમાં પરિવાર ની મંજૂરી સિવાય બાળકોને કોઈપણ જગ્યાએ જવા દેવા જોઈએ નહીં દરેક માતા-પિતાને તેમના બાળકોને સલાહ-શિખામણ આપવું જોઈએ કે જીવનું જોખમ વાળી જગ્યાથી હમેશા દૂર જ રહેવું જોઈએ. જેથી કરીને બાળકો સાથે કોઈ અણબનાવ ન બને.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]