Breaking News

તાજેતરમાં જ પિતા બનેલો 30 વર્ષનો સાગર ઓનલાઈન ગેમમાં 30 લાખ ગુમાવી દેતા ખાઈ લીધો ફાંસો, માહોલ જોતા જ રડી પડશો..!

જીવનમાં કરેલી એક મોટી ભૂલ સમગ્ર જીવન દરમિયાન જે તે વ્યક્તિઓને સતાવતી રહેતી હોય છે. એટલા માટે હંમેશાં સત્યના પગલે ચાલવું જોઇએ અને પોતાની તાકાત પ્રમાણે દરેક સિદ્ધિઓ હાંસલ કરવી જોઈએ. કારણકે અન્ય કોઈ રવાડે પૈસા કમાવવાની લાલચમાં માણસો ઘણું બધું ખોઇ બેસતા હોય છે..

એનો ખૂબ સારો દાખલો સુરતના અડાજણ વિસ્તારમાં બનેલા આપઘાતના કેસ સાથે મળતો આવે છે. હકીકતમાં સુરતના અડાજણ પાલ વિસ્તાર માં સુડા આવાસમાં 29 વર્ષનો સાગર કિશોર નામનો યુવક રહેતો હતો. થોડા સમય પહેલાં તેના લગ્ન થયા હતા. તેમજ માત્ર ૧૪ દિવસ પહેલા જ તેની પત્નીએ એક નાનકડી દીકરીને જન્મ આપ્યો હતો..

પરિવારમાં દીકરીના જન્મથી ખૂબ જ ખુશીનો માહોલ છવાયેલો હતો. પરંતુ સાગરે ભરેલા પગલાને કારણે દીકરીના જન્મની ખુશી પિતા સાગરના મોતી ના માતમ છવાઈ ગઈ છે. સાગર કિશોરરાવ ત્રિકાંડી નામનો યુવક સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટી કંપની માં નોકરી કરતો હતો..

બુધવારે રાત્રીના સમયે અચાનક તેણે ઘરમાં આપઘાત કરી લીધો હતો. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ બાબતે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને સાગર લખેલી એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં સાગરે ઉલ્લેખ કર્યો છે કે..

હું સાગર ત્રિકાડી કોઈના કહેવાથી કે કોઈની જબરજસ્તીથી હું આ પગલું ભરી રહ્યો નથી. પરંતુ હું મારી જાતે જ આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મેં મારા જીવનની ખૂબ મોટી ભૂલો કરી નાખી છે. હું એ ભૂલોને સુધારવા માટે કોઈપણ વસ્તુ કરી શકું તેમ નથી. મેં ઓનલાઈન જુગાર casino માં 30 લાખ રૂપિયાનું દેવું કરી નાખ્યું છે.

એટલા માટે હવે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. પોલીસને આ સુસાઇડ નોટ મળતાની સાથે જ તેઓએ પરિવારજનોને આ બાબતની જાણ કરી હતી. સુસાઇડ નોટમાં લખેલા શબ્દો સાંભળતા ની સાથે જ પરિવારજનો ખૂબ ઘેરા આઘાતમાં ચાલ્યા ગયા હતા. કારણ કે 14 દિવસ પહેલાં જ સાગરની પત્નીએ ફૂલ જેવી કોમળ દીકરીને જન્મ આપ્યો હતો ..

દીકરી તેના પિતાને જો એ પહેલા સાગર આ દુનિયામાંથી ચાલ્યો ગયો છે. સાગર ની પત્ની પોતાના પિયર પ્રસુતિ માટે વડોદરા ગઈ હતી જ્યારે સાગર સુરતમાં જ હતો એટલા માટે સાગર પોતાની દીકરીને એક પણ વાર જોઈ શક્યો નથી. આ બાબતની જાણ પરિવારજનોએ સાગર ની પત્ની ને કરી નથી. જયારે તેની પત્નીને આ બાબતની જાણ થશે ત્યારે તેના પર તો આફતોના વાદળો ઉમટી પડશે..

કારણ કે તેઓએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે સાગર આ પ્રકારનું પગલું ભરે નાખશે. અચાનક જ સાગર ના મોતના સમાચાર આવતા નવજાત બાળકી સાથે સાગર ની પત્ની ખૂબ ભાંગી પડે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *